TAT Higher Secondary Exam 2023 Notification હાયર સેકન્ડરી પરીક્ષા જાહેરનામું
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HIGHER SECONDARY)
શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G,તા.૨૯/૦૪/૨૦૨૩ થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે 'શિક્ષક અભિરુચિ કસોટી'(Teacher Aptitude Test← TAT)ના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે.
આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૦૧/૦૭/૨૦૨૩ ના જાહેરનામાનું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક ) અંતર્ગત Account & Commerce, Biology, Chemistry, Computer, Economics, English, Geography, Gujarati, Hindi, History, Krushi Vidya, Maths, Philosphy, physics, Psychology, Sanskrit, Sociology, Statistics, Physical Education વિષયોની કસોટી યોજવામાં આવશે.
- જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ : ૦૧/૦૭/૨૦૨૩
- ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો ૦૫/૦૭/૨૦૨૩ થી ૧૫/૦૭/૨૦૨૩
- નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો ૦૫/૦૭/૨૦૨૩ થી ૧૭/૦૭/૨૦૨૩
- પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ: ૦૬/૦૮/૨૦૨૩
- મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ: ૧૭/૦૯/૨૦૨૩
આ પરીક્ષાના વિષયો, પરીક્ષા ફી, શૈક્ષણિક લાયકાત, કસોટીનું માળખું, અભ્યાસક્રમ વગેરે બાબતો જાહેરનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમજ સરકારશ્રી દ્વારા થયેલ વખતોવખતની ઠરાવોની જોગવાઈ પ્રમાણેની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ અને જાહેરનામું તેમજ કસોટી સંબંધિત અન્ય બાબતો રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે,
TAT Higher Secondary Exam 2023 Notification હાયર સેકન્ડરી પરીક્ષા જાહેરનામું |
♂️ TAT Mains Paper-2 પદ્ધતિશાસ્ત્ર ની તૈયારી કઈ રીતે કરશો?
♂️ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર - Click Here
♂️ હિન્દી પદ્ધતિશાસ્ત્ર- Click Here
♂️ સંસ્કૃત પદ્ધતિશાસ્ત્ર- Click Here
♂️ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર- Click Here
♂️ ગણિત પદ્ધતિશાસ્ત્ર- Click Here
♂️ વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર- Click Here
♂️ સામાજીક વિજ્ઞાન/ઇતિહાસ/ભૂગોળ પદ્ધતિશાસ્ત્ર- Click Here
♂️ ગુજરાતી ભાષા પેપર-1 ની તૈયારી- Click Here
♂️ ગુજરાતી ભાષાના નમૂનારૂપ પેપર- Click Here
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment