Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

What is Noun? નામ શું છે? Types of Noun , નામના પ્રકારો- અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં - 03


 What is Noun? નામ શું છે? 

  • અંગ્રેજી ભાષા શીખવા માટે સૌથી પહેલું કામ તેના શબ્દોને જાણવા જોઈએ
  • જેટલા વધુ શબ્દો જાણશો એટલું ભાષા શીખવા અને વાક્યો રચવામાં ઝડપ આવશે. 
  • બાળકો જન્મ બાદ સૌથી પહેલા આવા શબ્દો જ શિખતા હોય છે. 
  • અંગ્રેજીમાં સૌથી વધુ સંખ્યામાં જે શબ્દો છે તે છે Noun એટલે કે નામ 
  • આ નામ એટલે કોઈનું પણ નામ-બસ આપણે સૌએ આપેલું નામ- આપણે સૌએ 
  • વ્યક્તિને નામ આપ્યું હોય (Teacher-શિક્ષક, children -બાળકો, doctor, Gandhiji, Shital, Mahendra) 
  • પ્રાણી ને નામ આપ્યું હોય (tiger-વાઘ, dog, cat, animal)
  • વસ્તુને નામ આપું હોય (car-કાર, flower-ફૂલ, Table, 
  • સ્થળને નામ આપ્યું હોય (School-શાળા, city-શહેર, Delhi,London,  Statue of Unity, India-ભારત,  classroom, Building, Park, Stadium)
  • લાગણીને નામ આપ્યું હોય (happiness-ખુશી,Love-પ્રેમ, anger-ગુસ્સો, hatred -નફરત,greed-લાલચ)
  • સ્થિતિ/પ્રવૃત્તિ નામ આપ્યું હોય (beauty -સુંદરતા,childhood-બાળપણ, swimming) 
  • કોઈ વિચાર ને નામ આપ્યું હોય (health-સ્વાસ્થ્ય, freedom -સ્વતંત્રતા,  socialism-સમાજવાદ)

Types of Nouns 


  Common Nouns 

સામાન્ય નામ 

Proper Nouns

ચોક્કસ નામ

 -સામાન્ય નામ એટલે સામાન્ય સમુહનું નામ -એક વર્ગનું નામ -બધા-એક જાતિનું નામ-આવા શબ્દોના અર્થ dictionary માં મળી જાય.  

જેમ કે ...

  1. woman-સ્ત્રી-સ્ત્રીનામની જાતિ -કોઈ પણ સ્ત્રી એમ 
  2. city-શહેર -કોઈ પણ શહેર 
  3. dog-કુતરા નામની પ્રાણીની જાતિ 
  4. shoe- વસ્તુ-જોડા 
  5. sea-દરિયો-કોઈ પણ દરિયો 
  6. village-ગામ-કોઈ પના ગામ (આપના મનમાં જે ગામની સંકલ્પના છે એ જ મગજમાં આવશે)
  7. mountain-પર્વત-(આપના મનમાં પર્વતની જે છબી છે એ જ આવશે કેમકે આપણે એ જાતિની વાત કરીએ છીએ કોઈ ચોક્કસ પર્વતની નહીં)
  8. Country- દેશ- કોઈ પણ 
  9. Institution -સંસ્થા કોઈ પણ 
  10. Writer 
  11. teacher 
  12. restaurant 
  13. document 
  14. school
  15. Man, 
  16. Woman, 
  17. Boy
  18. Girl

 -ચોક્કસ નામ એટલે કોઈ સમૂહના કોઈ ચોકકસનું નામ -ચોક્કસ -નક્કી -કોઈ એક વ્યક્તિ-વસ્તુ-સ્થળ-પ્રાણી, સંસ્થા, નું નામ અને તે હંમેશા કેપિટલ લેટરથી જ શરૂ થાય છે . જેમના મોટાભાગના શબ્દો તમને dictionary માં નહીં મળે ... જેમ કે... (people, places, planets, days of the week, honorifics, months, holidays, departments, clubs, companies, institutions, bridges, buildings, monuments, parks, ships, hotels, streets, historical events, and documents ના નામ)

  1. Rekha (એક ચોક્કસ સ્ત્રીનું નામ)
  2. Rajkot (એક ચોક્કસ શહેરનું નામ)
  3. Puppy (એક ચોક્કસ કુતરાનું નામ)
  4. Red and Chef (એક ચોક્કસ જોડાનું નામ)
  5. The Red Sea(એક ચોક્કસ દરિયાનું નામ)
  6. Ramgadh (એક ચોક્કસ ગામનું નામ)
  7. The Mount Everest  (એક ચોક્કસ પર્વતનું નામ)
  8. India - (એક ચોક્કસ દેશનું નામ)
  9. The World Bank (એક ચોક્કસ સંસ્થાનું નામ)
  10. Shakespeare 
  11. Dr. Radhakrishnan
  12. Hotel Taj 

  13. Little Star School 

   


 Concrete Nouns -મૂર્ત નામ 

Abstract Nouns  -અમૂર્ત નામ 

  •  -તમારી પાંચ ઇંદ્રિયોથી અનુભવી શકો તેવા નામ -જેનું ભૌતિક અસ્તિત્વ છે. 
  • (taste, feel, hear, smell and see)
  • જેને જોઈ શકો છે 
  • જેને સાંભળી શકો છો 
  • જેને સૂંઘી શકો છો 
  • જેને ચાખી શકો છો-સ્વાદ 
  • જેનો સ્પર્શ કરી શકો છો 
  • જેમકે ... 
  1. table
  2. school
  3. car
  4. horse
  5. ship
  6. Water
  7. book
  8. chicken 
  9. music

  • જે તમારી પાંચ ઇન્દ્રિયોથી અનુભવી શકતા નથી તેવા નામ  -એનું ભૌતિક અસ્તિત્વ નથી 
  • જેને જોઈ શકતા નથી. 
  • જેને સાંભળી શકતા નથી. 
  • જેને સૂંઘી શકતા નથી. 
  • જેને ચાખી શકતા નથી. 
  • જેનો સ્પર્શ કરી શકતા નથી. 
  • જેમકે ... 
  1. education-શિક્ષણ 
  2. kindness-દયાભાવ 
  3. health-સ્વાસ્થ્ય 
  4. happiness-ખુશી-આનંદ 
  5. Darkness-અંધારું 
  6. Brightness-પ્રકાશ 
  7. bravery-બહાદુરી 
  8. justice-ન્યાય 
  9. surprise-આશ્ચર્ય 
  10. friendship-મિત્રતા 



 Countable Nouns -

ગણી શકાય તેવા નામ 

 Uncountable Nouns -

ન ગણી શકાય તેવા નામ 

(Mass Nouns પણ કહે છે. -જથ્થો દર્શાવે)

  • એવા નામ જેને આપણે ગણી શકીએ--એક બે ત્રણ એમ.. જેનું બહુવચન અને એકવચન બને  નામની પાછળ s/es લગાવી બહુવચન બનતું હોય છે અને ઘણા અનિયમિત બહુવચન પણ છે. જેમ કે ...
  1.  one book-એક પુસ્તક  
  2. three books-ત્રણ પુસ્તકો 
  3. a leg-એક પગ 
  4. two legs-બે પગ 
  5. an apple-એક સફરજન 
  6. six apples-છ સફરજન 
  7. flower - flowers 
  8. man-men 
  9.  Lecture – lectures 
  10. Tree – trees 
  11. Board - boards
  12. Lady – ladies 
  13. Baby – babies
  14. Tomato – tomatoes 
  15. Potato – potatoes
  16. Knife – knives 
  17. Wife – wives

Click Here for List of Irregular Plurals

  • એવા નામ જેને આપણે ગણી શકતા નથી-પદાર્થ-ધાતુ  -તેની આગળ એક બે ત્રણ એવું ન બોલી શકીએ,બોલીએ તો હાસ્યાસ્પદ લાગે. (two funs, three advices or five furnitures આવું ન કહેવાય)
  • જેમ કે 
  1. Bread
  2. cheese
  3. ice-cream 
  4. yogurt 
  5. Iron 
  6. Gold 
  7. Brass 
  8. Marble
  9. Copper 
  10. Steel
  11. Cotton
  12. Silver
  13. Milk
  14. Sugar 
  15. Salt
  16. Swimming 
  17. Eating 
  18. News
  19. Money 
  20. Mail, 
  21. Work
  22. Education, 
  23. Weather
  24. Research


Collective Nouns -

સમહુ સૂચક નામ
(એક જ નામ છતાં ઘણા અંદર હોવાનો અર્થ)

Compound Nouns-
સંકૂલ નામ (બે નામ ભેગા મળી બનાવે)

  • કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના સમૂહનો નિર્દેશ કરતાં શબ્દો-નામ  
  • તે એક યુનિટ તરીકે હોય એમ છતાં આપણે ઈચ્છીએ તો તેના દરેક ને ગણી શકીએ... 
  1. army
  2. company
  3. firm
  4. public
  5. audience 
  6. corporation
  7. group
  8. school
  9. board
  10. council 
  11. jury
  12. senate
  13. cabinet
  14. department
  15. society
  16. class
  17. faculty
  18. minority 
  19. team
  20. committee
  21. family
  22. troupe
  23. a team of cricketers 
  24. a group of dancers
  25. a herd of cattle
  26. a flock of birds
  27. a bunch of keys 

  • બે કે તેથી વધુ નામ મળીને નવું નામ બનાવે
  • જેમાં સામાન્યરીતે પહેલું નામ જે હોય તે બીજા નામ વિષે વધારે માહિતી આપે છે. તે વિશેષણ જેવુ કામ આપે છે. 
  1.  policeman 
  2. boyfriend 
  3. water tank 
  4. dining-table 
  5. bedroom
  6. editor-in-chief
  7. Father-in-law
  8. washing machine, 
  9. boyfriend, 
  10. dining-table, 
  11. public speaking, 
  12. greenhouse, 
  13. bus stop,  
  14. football, 
  15. blackboard
  16. software 
  17. breakfast,
  18. lookout
  19. swimming pool 
  20. sunrise


Noun નું વાક્યમાં કાર્ય 


1. કર્તા તરીકે (Subject) -નામ કહે છે કે વાક્ય કોના વિષે છે? અથવા નામ શું કરી રહ્યો છે. 

  • Samir works in a bank. (અહી Samir નામ છે કરતાં તરીકે તે શું કરે છે તે જણાવે છે)
  • Science is an interesting subject. (અહી science -વિજ્ઞાન શું છે તે જણાવે છે. )

2. કર્મ તરીકે (Object)- નામ પર કોઈ ક્રિયા થઈ રહી છે. 

  • He eats ice cream. (તે આઇસ્ક્રીમ ખાય છે. અહી ખાવાની ક્રિયા આઇસ્ક્રીમ પર થાય છે જે કર્મ છે.)
  • They play tennis. (તેઓ ટેનિસ રમે છે) (અહી ટેનિસ કર્મ છે જેના પર રમવાની ક્રિયાની અસર થાય છે. )

વધુ અંગ્રેજી વ્યાકરણ શીખવા નીચેની લિન્ક પર ક્લિક કરો 

2 comments:

If you have any doubts, questions, query or suggestions please comment