Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

ક્રિયાપદ શું છે? What is a verb? ક્રિયાપદના પ્રકારો, તેનું કાર્ય, ઉદાહરણ...અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં -01

 ક્રિયાપદ શું છે? What is a verb? 



વાક્યમાં ક્રિયાપદ ફરજિયાત હોય છે અને મહત્વનુ હોય છે. 

A verb is a word the expresses an action, or a state of being.

       વાક્યમાં જે શબ્દ ક્રિયા કે કશુક હોવાનો ભાવ બતાવે તેને ક્રિયાપદ કહેવાય.

►    વાકયોનો કર્તા જે કાઇ કરતો હોય તે આ શબ્દ બતાવે  

►  ક્રિયાપદ મુખ્ય ત્રણ બાબત બતાવે: 

(1) વ્યક્તિ કે વસ્તુ શું કરે છે તે. જેમ કે 

  • Aliya laughs. -આલિયા હસે છે. 
  • The clock strikes. -ઘડિયાળના ટકોરા વાગે છે. 
  • Mahesh  works hard. -મહેશ ખૂબ કામ કરે છે. 

(2) વ્યક્તિ કેવસ્તુ ની ઉપર શું બને છે. થાય છે. જેમ કે 

  • Sara was scolded. -સારાને વઢવામાં આવ્યું. 
  • The window is broken. - બારી તોડવામાં આવી. 

(3) વ્યક્તિ કે વસ્તુ શું છે તે બતાવવા 

  • The cat is dead. -બિલાડી મરી ગઈ છે. 
  • Glass is brittle. -કાચ બટકણો છે. 
  • I feel sorry. -મને દુખ/પસ્તાવો  થાય છે. 
  • She is late in the class.-તેણી વર્ગમાં મોડી  પડી છે. 

ઉદાહરણ: 

  1. His nose is big. (તેનું નાક મોટું છે) (કશુક હોવાનો ભાવ-is)
  2. Meena works hard. (મીના ખૂબ મહેનત કરે છે.) (ક્રિયા-મહેનત કરવી-works)
  3. The window is broken. (બારી તૂટી ગઈ છે) (ક્રિયા-broken)
  4. The cat is dead. (બિલાડી મરેલી છે.) (સ્થિતિ હોવાનો ભાવ-is)
  5. She is late in the class.(તેની વર્ગમાં મોડી પડી છે) ( હોવાનો ભાવ-is)
  6. I play football. (હું ફૂટબોલ રમું છું.) (ક્રિયા-play -રમવું)
  7. We eat Jalebee. (આપણે જલેબી ખાઈએ છીએ. (ક્રિયા-eat-ખાવું)
  8. Bipin  is seven today. (બિપિન આજે સાત વર્ષનો થયો) (થવાનો-હોવાનો ભાવ-is)
  9. Your dog is barking in the park.(તમારો કૂતરો બગીચામાં ભસી રહ્યો છે. ) (ક્રિયા-bark -ભસવું)
  10. I wrote a letter to my cousin. (મે મારા પિતરાઇ ભાઈને પત્ર લખ્યો. (ક્રિયા-write-લખવું)
  11. Ducks are swimming in the pond. (બતક તળાવમાં તરી રહ્યા છે. (ક્રિયા-swim-તરવું)

ક્રિયાપદના પ્રકારો 

(1) Action Verbs/Static verbs -સક્રિય  ક્રિયાપદ /શાંત ક્રિયાપદ 

આવા ક્રિયાપદ કશિક ક્રિયા બતાવે-ભૌતિક રીતે દેખાય અથવા ઘણીવાર ન દેખાય કેમ કે એ અદ્રશ્ય હોય/શાંત હોય છુપાયેલી જે દેખાય નહીં  

જેમ કે ...

ભૌતિક રીતે દેખાય તેવા ક્રિયાપદ -action verbs 

  • eat -ખાવુ 
  • walk-ચાલવું 
  •  run-દોડવું 
  • sleep-સૂવું 
  • swim-તરવું 
  • scream-રાડો પાડવી
  • read-વાંચવું 
  • write-લખવું  
  • watch-જોવું 
  • cough-ઉધરસ ખાવી 
  • swallow-ગળી જવું 
  • awake-જાગવું 
  • run-દોડવું 
  • ride-સવારી કરવી 
  • sing -  ગાવું 

અદ્રશ્ય હોય/શાંત હોય છુપાયેલી જે દેખાય નહીં તેવી ક્રિયાઓ પણ થતી હોય છે. -static verbs 
જેમ કે .... 

  • love- પ્રેમ કરવો 
  • think-વિચારવું 
  • care-કાળજી લેવી 
  • grow-વિકસવું 
  • forgive-માફ કરવું 
  • concentrate-ધ્યાન કેન્દ્રિત કરવું 
  • hate-તિરસ્કાર કરવો 
  • need-જરૂરિયાત હોવી 
  •  agree -સંમત થવું 
  • own -માલિકી ધરાવવી 
  • hear -સાંભળવું 
  • satisfy -સંતોષ આપવો 
  • know -જાણવું 
  • suppose -ધારવું 
  • understand-સમજવું  
  • remember -યાદ રાખવું 
  • appear -દેખાવું 
  • astonish -આશ્ચર્ય ચકિત કરવું 
  • promise-વચન આપવું 

(2) Linking Verbs-જોડતા ક્રિયાપદો 

આવા ક્રિયાપદો વાક્યમાં રહેલા કર્તાને વાકયના અન્ય શબ્દો સાથે જોડે અને કશુક હોવાનો ભાવ રજૂ કરે. 

જેમ કે   ‘BE’ VERBS –am, are, be, been, being, is, was, were 

He is a doctor. 

  • I am a student. 
  • They are in classroom.
  • Rahul was at Jamnagar. 

SIMILAR verbs- appear ,grow, seem ,stay become, look ,smell, taste, feel, remain ,sound, turn. (આ શબ્દો linking verb ની જગ્યાએ વાપરી શકાય.)

The cow is blue.(ગાય વાદળી છે. અહી ગાય અને વાદળી વચ્ચે જોડી કશુક હોવાનો ભાવ આપે. is નો અર્થ અહી 'છે' થાય .)

  • The Cow looks blue. 
  • The dog is miserable. 
  • The dog seems miserable. 

(3) Helping Verbs -સહાયકારક ક્રિયાપદ 

આ એવા ક્રિયાપદો છે જે વાકયના મુખ્ય ક્રિયાપદ ને મદદ કરે છે. શું મદદ કરે છે? કાળ બતાવવા, વચન બતાવવા, જુદા જુદા અર્થ ભાવ બતાવવા ) તેમને પોતાનો એકલો કોઈ અર્થ નથી મુખ્ય ક્રિયાપદ ને અર્થ આપવા મદદ કરે છે. 

યાદ રાખજો કે દરેક વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોય જ એવું જરૂરી નથી. સહાયની જરૂર પડે ત્યારે જ આવે. 

એક વાક્યમાં મુખ્ય ક્રિયાપદ ની સાથે એકથી વધુ સહાયક ક્રિયાપદ પણ હોય શકે જેમ કે 

The dog must have been chasing the cat. (અહી chase મુખ્ય ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે પીછો કરવો. પરંતુ must have been આ ત્રણ શબ્દ સહાયક ક્રિયાપદ છે. અને આખો અર્થ 'કૂતરો બિલાડીનો જરૂરથી પીછો કરતો હશે જ'. એવો થાય)

સહાયકારક ક્રિયાપદો કુલ 15 છે. તેના ત્રણ પ્રકાર છે 

  1. Primary helping verbs (3 verbs).  be, do, and have. (આ નો સહાયક અને મુખ્ય ક્રિયાપદ બંને માટે ઉપયોગ થઈ શકે છે. એ તેમની વિશિષ્ટતા છે. 
  2. Be (am ,is ,are ,was ,were, be ,been, being) 
  3. Have (have, has, had) • 
  4. Do (do, does, did)
  5. be

    • to make continuous tenses (He is watching TV.) (તે ટીવી જોઈ રહ્યો છે.)
    • to make the passive (Small fish are eaten by big fish.) (નાની માછલીઑ મોટી માછલી દ્વારા ખાઈ જવાય છે.)

    have

    • to make perfect tenses (I have finished my homework.) (મે મારુ ગૃહકાર્ય પૂરું કરી નાખ્યું છે.)

    do

    • to make negatives (I do not like you.) ( મને તું પસંદ નથી.)
    • to ask questions (Do you want some coffee?) (શું તારે થોડી કોફી જોઈએ છે?)
    • to show emphasis (I do want you to pass your exam.) (મને ઈચ્છા છે કે તું પરીક્ષા પાસ કરે.)
    • to stand for a main verb in some constructions (He speaks faster than she does.) (તે તેણી કરતાં વધુ ઝડપથી બોલે છે.)
  6. Modal helping verbs (10 verbs) જે મુખ્ય ક્રિયાપદ ના અર્થમાં પરીવર્તન લાવવાનું કામ કરે છે. આ મુખ્ય ક્રિયાપદોને સંભાવના, શક્તિ, શંકા, આકલન, નમ્રતા ભાવ, ચોક્કસપણું, ફરજ નો ભાવ, કૃતજ્ઞતાભાવ, વિનંતી, પરવાનગી વગેરે ભાવો આપે છે. 
  7.  • can, could • may, might • will, would, • shall, should • must • ought to
  8. જેમ કે. 
  9. can't speak Chinese. ( હું ચાઇનીઝ ભાષા બોલી શકતો નથી. (શક્તિ)
  10. Jigar may arrive late.  (જિગર કદાચ મોડો આવશે) ( સંભાવના)
  11. Would you like a cup of coffee? (તમને એક કપ કોફી ફાવશે?) (વિનંતી)
  12. You should see a doctor. (તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.) (ફરજ)
  13. I really must go now. (મારે હવે જવું જોઈએ) (ફરજીયાતપણું)
Semi-modal verbs (3 verbs)
The following verbs are often called "semi-modals" because they are partly like modal helping verbs and partly like main verbs:
need, dare, used to

નીચેના વાકયોમાં રહેલા સહાયક ક્રિયાપદ ઓળખો: 

They are working. •(ARE is helping verb and WORKING is a main verb)

I am confused about algebra. (AM is helping verb and CONFUSED is a main verb)

(4) Transitive Verbs-સકર્મક ક્રિયાપદ 

આવા ક્રિયાપદ ને સીધું જ એક કર્મ હોય છે. (object) કર્મ એટ્લે ક્રિયાની અસર જેના પર થાય છે કે થવાની છે તે. 

જેમ કે 

  • Rahil painted the wall. (અહી Rahil વાક્યનો કર્તા છે. paint ક્રિયાપદ છે પણ રંગ કરવાની ક્રિયાની અસર wall -દીવાલ પર થાય છે આથી તે સકર્મક ક્રિયાપદ છે. અને wall કર્મ છે.)
  • Geeta greeted the visitors. (અહી ગીતા કર્તા છે. greet-અભિવાદન કરવું એ ક્રિયાપદ છે અને visitors-મુલાકાતીઓ-કર્મ છે. કેમ કે અભિવાદન ક્રિયા આખરે મુલાકાતીઓ પર જાય છે. )
  • The pilot landed the airplane. (અહી pilot કર્તા છે જે વિમાન ને નીચે ઉતારવાની(land) ની ક્રિયા કરે છે પણ ક્રિયાની અસર વિમાન પર થાય છે માટે અહી Land ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ છે.)
  • I ride the bicycle. (હું સાઇકલ ચલાઉ છું? અહી તમે વિચારો કે કર્તા કોણ? ક્રિયાપદ શું? અને કર્મ શું? તમે હવે નક્કી કરી શકશો કે ક્રિયાપદ સકર્મક છે કે અકર્મક)
  • I moved the chair.

(5) Intransitive Verbs - અકર્મક ક્રિયાપદ 

આવા ક્રિયાપદ ને કોઈ જ  કર્મની જરૂર નથી. એટ્લે ક્રિયાની અસર અન્ય પર થતી નથી ખુદ કર્તા ની પાસે જ રહે છે. એજ કરે છે પોતાના માટે પોતાના ઉપર....  

I laughed. (હું હસ્યો-અહી laugh ક્રિયાપદ છે જે ક્રિયા મારા પૂરતી જ સીમિત રહે છે બીજા કોઈ કર્મ ની જરૂર નથી માટે તેને અકર્મક કે intransitive ક્રિયાપદ કહીયે છીએ. ઘણા ક્રિયાપદ અકર્મક અને સકર્મક બંને ભૂમિકા ભજવી શકે છે. વાક્યમાં કઈ રીતે તેનો ઉપયોગ થયો છે તેના પર નિર્ભર છે.)

  • I cried. (હું રડ્યો. અહી રડવાની ક્રિયા મારા પૂરતી સિમિતિ રહી માટે તે અકર્મક ક્રિયાપદ છે. )
  • The book fell. (પુસ્તક પડ્યું.) તમે વિચારો.. અહી કર્તા અને ક્રિયાપદ શું છે? 
  • The horse galloped. (ઘોડો ભાગ્યો.)
  • The sun set. (સુરજ આથમ્યો.)
  • It will snow this year.  (આ વર્ષે બરફ પડશે)
  • I walked to the park today. (હું આજે બગીચે ચાલ્યો.)
  • Jitesh is very energetic. (જીતેશ ખૂબ ઉત્સાહી છે.)
  • Students in the class were really loud.  (આ વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ ઘોંઘાટિયા છે.)
  • I am confused about algebra.  (મને બીજગણિત  ખૂબ ગૂંચવડભર્યું લાગે છે.)
  • The girl sang in the competition.  (છોકરીએ સ્પર્ધામાં ગાયું.)
  • The earth revolves around the sun. (પૃથ્વી સૂર્યની આજબાજુ ગોળ ફરે છે.)
  • The train stopped. (રેલગાડી ઊભી રહી.)

(6) Regular Verbs -નિયમિત ક્રિયાપદ 

જે ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ (Past form) કે ભૂત કૃદંત નું  (past Participle) નું રૂપ માત્ર પાછળ 'd' કે 'ed' લગાવવાથી થઈ જતું હોય તો તેને regular verbs સરળતા ખાતર કહીશું. 

roll rolled rolled 

plan planned planned 

look looked looked

(7) Irregular Verbs -અનિયમિત ક્રિયાપદ 

જે ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ (Past form) કે ભૂત કૃદંત નું  (past Participle) નું રૂપ  પાછળ 'd' કે 'ed' નહીં લગાવતા અન્ય શબ્દો કે સ્વરૂપ બદલાવવામાં આવે છે તેને  irregular verbs સરળતા ખાતર કહીશું

break broke broken 

run ran run 

come came come 

swim swam swum 

fly flew flown 

buy bought bought

Click Here for Complete List of Irregular Verbs

(8) Compound Verbs: સંયુક્ત ક્રિયાપદ 

-કોઈ પણ વાક્યમાં ફરજિયાત એક ક્રિયાપદની હાજરી હોય જ. પરંતુ તેનો અર્થ એવો નથી કે એક જ ક્રિયાપદ હોય કર્તાને એક કરતાં વધુ એટ્લે કે બે, ત્રણ, ચાર કે વધુ ક્રિયાપદ પણ હોય શકે. જ્યારે આવું હોય ત્યારે વાક્યને  Compound Verb છે તેવું કહેવાય. તેમાં prepositional verbsphrasal verbsverbs with auxiliaries, અને  compound single-word verbs નો સમાવેશ થાય. 
જેમ કે 
You should not laugh at others. (અહી at preposition છે અને laugh ક્રિયાપદ છે.)

phrasal verbs

The mother was looking after her child.  (અહી looking after બંને સાથે મળી સંભાળ લેવી તેવો અર્થ થાય. phrasal verb ની આ વિશેષતા છે જેવુ દેખાય તેવા તેના અર્થ ન હોય.)

Phrasal Verb ના લિસ્ટ માટે અહી ક્લિક કરો. 


verbs with auxiliaries

I was playing cricket. (અહી play ક્રિયાપદ છે સાથે was મદદ કરે છે. )

compound single-word verbs 

The writer proofread the book well. (Proof and Read) (અહી બે ક્રિયાપદ ભેગા મળી એક નવું ક્રિયાપદ બનાવ્યું. proof અને read મળીને proofread )
Malti loves bread but detest butter. (Love and Detest) (અહી love અને detest બે ક્રિયાપદ એક જ કર્તા કરે છે. )
Dogs love to eat bones and love drinking water. (eating and Drinking) (અહી eating અને drinking એક જ કર્તાને લાગું પડે છે. )

વધુ અંગ્રેજી વ્યાકરણ શીખવા નીચેની લિન્ક પર ક્લિક કરો 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment