Preposition શું છે?
Prepositions connecting/bridge શબ્દો છે. તે સેતુરૂપ કામ કરે છે.
Preposition આપણને એક વસ્તુના સંદર્ભમાં બીજી વસ્તુની સ્થિતિ કહે છે.
તે નામ કે સર્વનામ આગળ મૂકવામાં આવે છે જેથી તે શબ્દનો વાક્ય અન્ય શબ્દો સાથેનો સંબંધ સ્પષ્ટ થાય છે. .
ઉદાહરણ
The dog is……my bed. (અહી ખાલી જગ્યામાં કોઈ શબ્દની જરૂર પડે છે જેથી bed અને બાકીના વાક્ય વચ્ચે કોઈ અર્થમેળ અને સંબંધ સ્પષ્ટ થાય.
હવે The dog is on my bed. અહી on preposition મૂકવાથી કૂતરો ક્યાં બેઠો છે એ સ્પષ્ટ થાય છે. અહી dog અને bed વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા preposition 'on' વપરાયું છે.
I am sitting on a chair. (અહી a chair નામની પહેલા on મૂકવામાં આવ્યું છે જે preposition છે. જે location બતાવે છે કે હું ક્યાં exactly બેઠો છું. જો on ન લખીએ તો exact location આપણને સમજાઈ નહીં.)
I am walking to her. (અહી her સર્વનામની પહેલા to મૂકવામાં આવ્યું છે જે direction દિશા બતાવે છે કે કોની તરફ હું ચાલી રહ્યો છું. જો to ન મૂકીએ તો દિશાની ખબર પડે નહીં)
Riddhima lives in Delhi. (રિધિમા દિલ્હીમાં રહે છે)
Preposition ના પ્રકારો
Preposition ના ઉપયોગ મુજબ પ્રકારો પડે છે જેમકે
(1) Preposition of place/location -સ્થાન બતાવતા શબ્દો -કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે તે બતાવવા
ઉદાહરણ :
Above, up, after, on, before, against, by, behind, below, along, near, down, in, at, across, inside, between, over
- The aeroplane is flying above the clouds.
- (વાદળોની ઉપર પ્લેન ઊડી રહ્યું છે)
- The dog buried the bone under the ground.
- કૂતરાએ હાડકું જમીન નીચે દાટ્યું.)
- Our house is at the end of the street.
- (આ શેરીના અંતે અમારું ઘર છે.)
- The books are in the cupboard.
- (કબાટમાં પુસ્તકો છે.)
- The dog is under the chair.
- (કૂતરો ખુરશી નીચે છે.)
- The apple is on the book.
- (પુસ્તક ઉપર સફરજન છે)
- The apple is on the table.
- (ટેબલ પર સફરજન છે.)
- Ria enjoys skating around the lake.
- (રીયા તળાવ આજુબાજુ સ્કેટિંગ કરે છે.)
- The cat is under the table.
- (ટેબલ નીચે બિલાડી છે.)
- Sita and Gita were hiding inside the wardrobe.
- (સિતા અને ગીતા કપડાં રાખવાના મોટા કબાટમાં સંતાઈ ગયા છે.)
- There was a tree beside the river.
- (નદીની બાજુમાં ઝાડ છે.)
- I am behind the door.
- (હું દરવાજા પાછળ છું)
- Clothes are in the bucket.
- કપડાં ડોલમાં છે.
- There are clouds over the hills.
- પહાડો ઉપર વાદળાઓ છે.
- A bird flew over my head.
- મારા માથા ઉપરથી એક પક્ષી ઉડયું.
- My flat is over that shop.
- મારો ફ્લેટ દુકાનની ઉપર છે.
- He lives in the house by the river.
- તે નદી કિનારે રહેલા ઘરમાં રહે છે.
(2) Preposition of time -સમય બતાવતા શબ્દો -ક્યાં સમયે કે ક્યારે ઘટના બને છે તે બતાવવા
ઉદાહરણ:
About, before, for, by, around, in, ago, at, past, since, to, on, after, until, between, during
- The train is about an hour late.
- રેલગાડી એકાદ કલાક મોડી છે.
- The classes begins at 8 o’ clock.
- વર્ગો આઠ વાગે શરૂ થાય છે.
- My birthday falls on Wednesday.
- મારો જન્મદિવસ બુધવારે છે.
- India has been independent since 1947.
- ભારત 1947 થી સ્વતંત્ર છે.
- School starts at nine o’clock.
- શાળા નવ વાગ્યે શરૂ થાય છે.
- We’re going to the zoo on Saturday.
- અમે શનિવારે પ્રાણી સંગ્રહાલય જઈ રહ્યા છીએ.
- I visited my grandparents during the summer.
- મેં ઉનાળા દરમિયાન મારા દાદા -દાદીની મુલાકાત લીધી.
- You must finish the work by Friday.
- તમારે શુક્રવાર સુધીમાં કામ પૂરું કરવું પડશે.
(3) Preposition of movement/Direction -હલન-ચલનની દિશા બતાવતા શબ્દો -એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા અંગે વસ્તુ કે વ્યક્તિનું હલન ચલન દર્શાવે છે.
ઉદાહરણ:
Down, past, into, behind, up, onto, through, off, over, on, across, at, by, for, after, towards
- The cat has climbed up a tree.
- બિલાડી એક ઝાડ ઉપર ચડી ગઈ છે.
- The children got off the bus.
- બાળકો બસમાંથી ઉતર્યા.
- She ran along the pavement.
- તે ફૂટપાથ પર દોડ્યો.
- The bus goes towards the market.
- બસ બજાર તરફ જાય છે.
- The boys chased after each other.
- છોકરાઓએ એકબીજાનો પીછો કર્યો.
- The football rolled down the hill.
- ફૂટબોલ ટેકરી પરથી નીચે પટકાયો.
- A man was walking with his dog along the riverbank.
- એક માણસ તેના કૂતરા સાથે નદી કિનારે ચાલતો હતો.
- The freeway goes right through the city.
- ખુલ્લો રસ્તો સીધો શહેરમાંથી પસાર થાય છે.
- We were travelling towards Delhi.
- અમે દિલ્હી તરફ મુસાફરી કરી રહ્યા હતા.
- The cat ran across the road.
- બિલાડી રસ્તા પાર દોડી ગઈ.
- Some geese flew over their house.
- કેટલાક હંસ તેમના ઘર ઉપરથી ઉડ્યા.
- The cat ran after the dog.
- બિલાડી કૂતરાની પાછળ દોડી.
(4) Prepositions of Agent or Instrument (સાધન કે કર્તા બતાવવા -કોના દ્વારા /શેના વડે કશું થયું ??)
- Ramayana was written by Valmiki .
- રામાયણ વાલ્મીકિએ લખી હતી.
- She was hit by a car while she was going to school.
- જ્યારે તેણી શાળાએ જઈ રહી હતી ત્યારે તેને કાર દ્વારા ટક્કર મારવામાં આવી.
- She graduated with an honors degree.
- તેણીએ Honars ડિગ્રી સાથે સ્નાતક થયા.
- I opened my closet with a key.
- મેં ચાવી વડે મારો કબાટ ખોલ્યો.
- She came to the school by car.
- તે કારમાં શાળાએ આવી હતી
(5) Prepositions of Purpose and Source (કોઈ હેતુ/મૂળ કારણ દર્શવવા વપરાય)
- He goes for a walk.
- તે ફરવા માટે જાય છે.
- I read for pleasure.
- હું આનંદ ખાતર વાંચું છું.
- He got a prize for bravery.
- તેને બહાદુરી માટે ઇનામ મળ્યું.
- I had to suffer for your behavior.
- તમારા વર્તન માટે મારે ભોગવવું પડ્યું
- The earth receives light from the sun.
- પૃથ્વી સૂર્ય થકી પ્રકાશ મેળવે છે.
- He did the help from gratitude.
- તેણે આભારવશ થઈ મદદ કરી.
(6) Prepositions of Measure or possession (માપ, કોઈ વસ્તુ શેમાંથી બની છે કે માલિકી દર્શવવા)
- I need a pound of cheese.
- મારે એક પાઉન્ડ ચીઝ જેટલું જોઈએ છે.
- One third of the students were present in the class.
- એક તૃતિયાંશ વિદ્યાર્થીઓ વર્ગમાં હાજર હતા.
- He is a man of wealth.
- તે પૈસાદાર માણસ છે.
- She is the daughter of a rich man.
- તે એક ધનિક વ્યક્તિની પુત્રી છે.
- The pen is made of wood.
- પેન લાકડાની બનેલી છે.
- The dress is made of silk.
- ડ્રેસ રેશમનો બનેલો છે.
(7) Double Preposition :કેટલાક એવા Preposition છે જે બે કે તેથી વધુ preposition ભેગા મળી એક શબ્દ બને છે. તેને Double Preposition કહે છે.
જેમ કે
Inside, outside, into, onto, upon, upto, within, without, amid
ઉદાહરણ:
- Outside the house lies a beautiful garden.
- ઘરની બહાર એક સુંદર બગીચો છે.
- It is upto us to find a way out.
- તેમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણા પર નિર્ભર છે.
- The dog jumped onto the bed.
- કૂતરો પલંગ પર કૂદી પડ્યો.
- Once upon a time, there lived a king.
- એક સમયે એક રાજા રહેતા હતા.
- The owl sat atop a banyan tree.
- ઘુવડ એક વટવૃક્ષની ટોચે બેઠો હતો. .
- I never leave my house without an umbrella due to the uncertain weather.
- અનિશ્ચિત હવામાનને કારણે હું ક્યારેય મારું ઘર બહાર છત્રી વગર નીકળતો નથી.
(8) Compound Preposition
કેટલાક એવા Preposition છે જે બે કે તેથી વધુ preposition ભેગા થાય પણ એક શબ્દ ન બને અને જુદા જુદા લખાય છે તેને Compound Preposition કહે છે.
જેમ કે
According to, apart from, close to, because of, far from, next to, rather than, instead of, out of, due to, relating to, in front of
ઉદાહરણ:
- My car is parked in front of the house.
- મારી કાર ઘરની સામે ઉભી છે.
- Rita was never close to her parents.
- રીટા ક્યારેય તેના માતાપિતાની નજીક નહોતી.
- She cannot stay here as of now.
- તે હાલ અહીં રહી શકતી નથી.
- His behaviour is far from normal.
- તેનું વર્તન સામાન્યથી ઘણું જુદું છે.
- The inside of the auditorium is beautiful.
- ઓડિટોરિયમની અંદરનો ભાગ સુંદર છે.
- Robin is standing next to Julie.
- રોબિન જુલીની બાજુમાં ઉભો છે.
- He could not leave home because of heavy rain.
- ભારે વરસાદને કારણે તે ઘરથી નીકળી ન શક્યો.
આ મૂળભૂત ક્રિયાપદમાંથી બનતું preposition છે. ક્રિયાપદ ને છેડે 'ing' કે 'ed' એટ્લે કે ચાલુ વર્તમાન કાળનું રૂપ અને ભૂત કૃંદંતનું રૂપ અહી preposition તરીકે કામ કરતું હોવાથી. Participle Preposition કહે છે.
- Everywhere my father went, his dog was following him.
- મારા પિતા જ્યાં પણ ગયા, તેમનો કૂતરો તેમની પાછળ આવી રહ્યો હતો.
- Ram is always curious about anything concerning Shyam.
- રામ હંમેશા શ્યામને લગતી કોઈપણ બાબત માટે ચિંતિત હોય છે.
- Everybody was invited to the function barring small children.
- નાના બાળકોને બાદ કરતા દરેકને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
- The entire class went to picnic including the teacher.
- આખો વર્ગ શિક્ષક સહિત પિકનિકમાં ગયો.
- She works during the day and studies at night.
- તે દિવસ દરમિયાન કામ કરે છે અને રાત્રે અભ્યાસ કરે છે
વધુ અંગ્રેજી વ્યાકરણ શીખવા નીચેની લિન્ક પર ક્લિક કરો
- ક્રિયાપદ શું છે? What is a verb? ક્રિયાપદના પ્રકારો, તેનું કાર્ય, ઉદાહરણ...અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં -01
- Preposition શું છે? Preposition ના પ્રકારો , ઉપયોગો અને નિયમો , ઉદાહરણ -અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં -02
- What is Noun? નામ શું છે? Types of Noun , નામના પ્રકારો- અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં - 03
- What is Adjective? વિશેષણ શું છે? વિશેષણના પ્રકાર-કાર્ય -અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં - 04
Thank you sir for sharing.Mingaling of Gujarati and English language will helpful to all competitors.
ReplyDeleteYes right
DeleteSir ! the content & language is very simple & easy, so that every student can learn it quickly ! There are also interesting examples !
ReplyDeleteTotally justified the prepositions of English grammar..👌👌
ReplyDeleteSir! Explained the preposition in very simple language.Learned many new things 👌👌
ReplyDeleteA useful topic. Thank you sir for this with very easiest way.
ReplyDeleteVery useful topic to all teachers.
ReplyDelete