What is Adjective? વિશેષણ શું છે?
- અંગ્રેજીમાં કુલ આઠ પ્રકારના શબ્દો છે. તેમાનું આ એક પ્રકાર એટલે Adjective એટલે કે વિશેષણ
- આ એવા શબ્દો છે જે નામનું (NOUN) વર્ણન કરે છે. આ Noun શું છે જાણવું છે? અહી ક્લિક કરો.
- વિશેષણ નામ/સર્વનામનું વર્ણન અનેક રીતે કરી શકે છે- ગુણ-લક્ષણ, સંખ્યા-જથ્થો, આકાર, વગેરે
- નામ એટલે શું એ સમજશો તો વિશેષણ સમજાશે તો પહેલા NOUN શું છે એ સમજી લો. આ Noun શું છે જાણવું છે? અહી ક્લિક કરો.
- વિશેષણ નામ વિષે આપણને કઈક કહે છે.
- વિશેષણ નામ વિષે આપણને કશુક સમજાવે છે.
- કોઈ પણ વાક્યમાં રહેલા નામે તમે એમ પૂછો કે
- કેવો? કેવી? કેવું? કેવા?
- કેટલો? કેટલી? કેટલું? કેટલા?
- અને જે જવાબ મળે તે સામાન્ય રીતે વિશેષણ શબ્દ હોય
- WHAT KIND? WHICH ONE? HOW MANY? HOW MUCH?
ઉદાહરણ તરીકે જુઓ નીચેના શબ્દો વિશેષણ છે જે કશુક વર્ણન નામ વિષે કરે છે. વિશેષ... સાવ એકલું નામ નહીં સાથે વધારાની માહિતી આપે છે
- (ક્યા રંગનું?)Colour e.g. blue, red, green, brown, purple, yellow, black.
- (રંગ- જેમ કે વાદળી, લાલ, લીલો, ભૂરો, જાંબલી, પીળો, કાળો વગેરે)
- (અભિપ્રાય ?)Opinion e.g. good, pretty, right, wrong, funny, light, happy.
- (અભિપ્રાય દા.ત. સારું, સુંદર, સાચું, ખોટું, રમુજી, હળવું, ખુશ)
- (ક્યા કદનું?) Size e.g. big, small, long, short.
- કદ દા.ત. મોટા, નાના, લાંબા, ટૂંકા.
- (ઉંમર )Age e.g. Old, young
- ઉંમર દા.ત. વૃદ્ધ, યુવાન
- (ક્યો આકારનું?)Shape e.g. round, triangle, rectangular, square, oval.
- આકાર દા.ત. ગોળાકાર, ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, અંડાકાર.
- (ક્યાનું?)Origin e.g. German, Malaysian, Indian
- મૂળ દા.ત. જર્મન, મલેશિયન, ભારતીય
- (શેનું બનેલું?)Material e.g. glass, metal, golden, silver,
- સામગ્રી દા.ત. કાચ, ધાતુ.સોનાનું, ચાંદીનું
- (કેળું દૂર કે ક્યા?)Distance e.g. long, short, near, far
- અંતર દા.ત. લાંબા અંતરે, ટૂંકા, નજીક, દૂર
- (કેવું તાપમાન?) Temperature e.g. cold, warm, hot, cool
- તાપમાન દા.ત. ઠંડુ, ગરમ, ગરમ, ઠંડુ
- Time e.g. late, early.
- સમય દા.ત. મોડું, વહેલું.
Types of Adjectives: વિશેષણના પ્રકારો
ખાસ: નીચે આપેલા દરેક ઉદાહરણ માં લાલ રંગ વિશેષણ અને લીલો રંગ નામ બતાવે છે.
1. Qualitative / Descriptive Adjective -
નામનું વર્ણન કરે કે ગુણ લક્ષણ બતાવે તેવા વિશેષણ
કોઈ વ્યક્તિ કે વસ્તુ કેવી છે? કેવી દેખાય છે? તે બતાવે, આમતો નામનું સ્વરૂપ કેવું છે એ કહે. જેમ કે
કદ-size size, સામાન્ય વર્ણન general description (શારીરિક-physical), ઉંમર-age, આકાર-shape, રંગ-colour, સામગ્રી-material, મૂળ- origin
1.The tall girl is my classmate.
(Girl નામ છે અને tall વિશેષણ-ઊંચી છોકરી ,કેવી છોકરી?)
2. The students achieved excellent results.
2. The students achieved excellent results.
(result-નામ છે-પરિણામ. કેવી પરિણામ >શ્રેષ્ટ-excellent -જે વિશેષણ છે.)
3. New Delhi is a large city. (મોટું શહેર)
4. Sheela is a beautiful woman. (સુંદર સ્ત્રી)
5. I saw a pretty girl. (સુંદર છોકરી)
3. New Delhi is a large city. (મોટું શહેર)
4. Sheela is a beautiful woman. (સુંદર સ્ત્રી)
5. I saw a pretty girl. (સુંદર છોકરી)
6. Ronit is a clever boy. (હોશિયાર છોકરો)
7. She wears a pink dress. (ગુલાબી ડ્રેસ)
8. Jivan is an honest man.(પ્રામાણિક માણસ)
9. She looks unhappy. (અહી she સર્વનામ છે અને વિશેષણ દુખી unhappy છે જે વાક્યમાં છેલ્લે આમ પણ આવી શકે.. નામની આગળ હોય જ એવું જરૂરી નથી.)
આવા વિશેષણ ના અન્ય ઉદાહરણ
small, square, kind, dense, short, hot, sweet, rich, poor, healthy, beautiful, handsome, pretty, helpful, friendly, kind, industrious, distressed, painful, excited, oval, round, rectangle, big, small, narrow, smooth, rough, bumpy, sandy, brown, purple, white, black, blue, blur, American, Japanese, Cambodian...
2. Quantitative Adjective -
નામની સંખ્યા કે જથ્થો દર્શાવતા વિશેષણ
one, two, three etc.
some, much, little, enough, all , no, any, whole, several, half, great (કેટલું એમ)
(કેટલાક, થોડા, ઘણું, થોડું, પૂરતું, બધા, ના, કોઈપણ, સંપૂર્ણ-આખું , અનેક-ઘણા, અડધું, ખૂબ મોટું )1. She found many pens under the table. (પેન નામ છે અને 'ઘણી' વિશેષણ -ઘણી પેન)
2. There was no milk in the jug. (નહિવત દૂધ)
3. There are thirty seven students in this class. (સાડત્રીસ વિદ્યાર્થીઓ)
4. Many people came to visit the fair. (ઘણા લોકો)
5. I have five pencils. (પાંચ પેન્સિલ)
6. Rita gave us some food. (થોડું ખાવાનું)
7. The book has 200 pages. (બસો પાનાં)
અન્ય ઉદાહરણ
one, two, three, hundred, million., first, second, third, hundredth, millionth, some, any, a lot of, much, many, plenty, large amount of, a great deal of
3. Demonstrative Adjective -
આવા વિશેષણ નામ ક્યા છે તે દર્શાવે.
this, these, that, those 1. This is my friend. (મિત્ર નામ છે અને 'આ' વિશેષણ-આ મિત્ર)
2. Those books belong to her. (પેલી ચોપડીઓ)
3. That bag belongs to Nitin. (પેલી બેગ)
4. Try using this paintbrush in art class. (આ પીંછી)
5. I really like those shoes. (પેલા જોડા)
6. These flowers are lovely. (આ ફૂલો)
7. Those motorbikes are second hand. (પેલી મોટરબાઈક)
4. Interrogative Adjective -
નામ સાથે મળી પ્રશ્ન પૂંછવા વપરાય
what, whose, where, why, how and which
(શું, કોનું, ક્યાં, કેમ, કેવી રીતે અને કયું)1. Whose pen is this? (પેન નામ છે અને 'કોની' વિશેષણ - કોની પેન)
2. Which way shall we go? (ક્યા રસ્તે)
3. What assignment did I miss out on? (ક્યૂ ગૃહ કાર્ય)
4. Which is your favorite author?
5. Possessive Adjective-
નામની માલિકી બતાવવા -કોની-કોનું-કોના-કોનો ???
my, your, his her, our, their, its.
(મારા, તમારા, તેના, તેના, અમારા, તેમના, તેના.)1. This is her hat. (ટોપી નામ છે અને 'તેણીની' વિશેષણ -તેણીની ટોપી)
2. Their parents came to my house yesterday. (મારૂ ઘર)
3. My car is very old. (મારી કાર)
4. Her boyfriend is very friendly. (તેણીનો પુરુષમિત્ર)
5. Our dog is black. (આપણો કૂતરો)
6. Their homework is on the table. (તેઓનું ગૃહ કાર્ય)
7. That is his book.
Exercise -03
6. Distributive Adjective -
જૂથમાં દરેકની ગણતરી બતાવે-
each, every, either, and neither, Another, Other
દરેક, દરેક, કા આ અથવા પેલું, આ પણ નહીં અને પેલું પણ નહીં
1. Each participant was asked to complete a survey. (પ્રતિસ્પર્ધી નામ છે અને 'દરેક' વિશેષણ -દરેક પ્રતિસ્પર્ધી)
2. Either of these movies would be interesting to me. (આ કે પેલું મૂવી)
3. Every citizen should pay taxes. (દરેક નાગરિક)
7. Compound Adjective -
બે કે તેથી વધુ શબ્દોના બનેલા વિશેષણ
( - ) આવી hyphen ની નિશાની વચ્ચે કરવામાં આવે છે.
જેમ કે
- light-weight (હળવું)
- duty-free (કરમુક્ત)
- four-foot (ચારપગું)
- part-time (ખંડ-સમયનાં)
- cold-blooded (ઠંડા કલેજે)
- well-behaved (સભ્ય)
1. We have to be open-minded about things. (ખુલ્લા મનના)
2. The lady is wearing a pair of high-heeled shoes. (ઊંચી એડીના)
Exercise -01
ચાલો નીચેની પ્રેક્ટિસ કરો અને નીચેના વાકયોમાં વિશેષણ તેમજ નામ શોધો.
1. Mohan lives in a small town.
2. Riya has a black dog.
3. Jeet has many friends to play football.
4. The old man lives in a big house.
5. They are finding black horses.
6. Meera gave me a blue pen.
7. Some boys are absent in class.
8. I got two coins.
9. Which way shall we go?
10.These flowers are beautiful.
11. We saw a brown cow.
12. These flowers are lovely.
13. That girl is my sister.
Exercise -02
ચાલો નીચેની પ્રેક્ટિસ કરો અને નીચેના વાકયોમાં ખાલી જગ્યામાં કહ્યા મુજબનું કોઈ પણ વિશેષણ મૂકો.
- Color: ________ mango
- Number: ________ trees
- Size: ________ book
- Quality: ________ arm chair
- Taste: ________ pulav
Exercise -03
ચાલો નીચેની પ્રેક્ટિસ કરો અને નીચેના વાકયોમાં વિશેષણ ક્યૂ છે તે કહો.
1. My hair is very long.
2. I love blue ice pops.
3. The pickle taste sour.
4. Our carpet is large.
5. Where is the red crayon?
6. The girls are tall.
7. My teacher is funny.
8. Apples can be sweet.
9. The mouse is gray.
10. I love crunchy carrots.
વધુ અંગ્રેજી વ્યાકરણ શીખવા નીચેની લિન્ક પર ક્લિક કરો
- ક્રિયાપદ શું છે? What is a verb? ક્રિયાપદના પ્રકારો, તેનું કાર્ય, ઉદાહરણ...અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં -01
- Preposition શું છે? Preposition ના પ્રકારો , ઉપયોગો અને નિયમો , ઉદાહરણ -અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં -02
- What is Noun? નામ શું છે? Types of Noun , નામના પ્રકારો- અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં - 03
- What is Adjective? વિશેષણ શું છે? વિશેષણના પ્રકાર-કાર્ય -અંગ્રેજી વ્યાકરણ ગુજરાતીમાં - 04
Thank you
ReplyDeleteFrom Radhe Digital Education