IITE B.ED.
SEM-4
COS-2
Gender, School and Society
બાળ જાતીય શોષણ: અટકાવ અને વ્યવહાર (POCSO કાયદો)
4.2 Child
Sexual Abuse Preventing and Dealing (POCSO ACT)
બાળ જાતીય શોષણ શું છે?
·
Child Sexual Abuse
·
Child-બાળક (POCSO Act મુજબ 18 વર્ષની નીચેની કોઈ પણ વ્યક્તિ બાળક કે બાળકી)
·
Sexual-જાતીય, યૌન
સંબંધી
·
Abuse- ગાળ, અપશબ્દ,
દુરુપયોગ, ગેરલાભ, A rude expression intended to offend
or hurt Physical hurting, Verbal attack
જાતીય શોષણ એટલે કોઇ વ્યકિત દ્વારા કરવામાં આવતી શારીરીક છેડતી, શરીર કે તેના અંગો વિષે કરવામાં આવેલી મજાક, જાણીજોઈને શારીરિક સ્પર્શ કરવો, પોર્ન ફિલ્મ કે અઅશ્લીલ ફોટોગ્રાફ બતાવવા કે મોકલવા, શારીરિક લાભના બદલામાં ફાયદાનો વાયદો કે નુકસાન અંગેની ધમકી, અશ્લીલ ઈશારા - હાવભાવ કે વાતચીત કરવી. બાળકો આવી બાબતોથી વ્યાકુળ બને છે અને તેને સ્વીકારી શકતા નથી તેવી તમામ બાબતો જાતીય શોષાણનો ભાગ છે. આ બધી બાબતોને જાતીય શોષાણ કહેવામાં આવે છે.
બાળ જાતીય શોષણથી બાળક પર થતી અસરો
1. જાતીય રોગો કે ઇન્ફેકશન થાય
2. શારીરિક ઇજા
3. આજીવન બીમારી-હદયરોગ, બ્લડ પ્રેસર, સ્થૂળતા,
કેન્સર
4. હતાશા, ચિંતા, ડર
5.
Post traumatic disorder
6. ડ્રગ લેવાનું કે દારૂ નશો કરવાનું શરૂ કરે
7. જાતીય આવેગ, જાતીય શોષણ કે અસુરક્ષિત જાતીય સંભોગ કે વેશ્યાવૃતિ તરફ વળે
8. આત્મહત્યા નો પ્રયાસ કરે
9. જીવનમાં વારંવાર ભોગ બને
. ભારતમાં બાળક યૌન શોષણના સ્થિતિ/બનાવો
11. ડેલ્ટા મેઘવાલ કેસ (બિકાનેર, રાજસ્થાન
12. ઊન્નાઑ રેપ કેસ (ઉત્તર પ્રદેશ)
13. કતરા રેપ કેસ (ઉત્તરપ્રદેશ)
14. મુજફરપુર(બિહાર) Shelter Home Rape Case
15. કઠુવા રેપ કેસ (જમ્મુ કશ્મીર)
ભારતમાં બાળક યૌન શોષણના સ્થિતિ/બનાવો
1. આ વિષય પર બનેલી કેટલીક ફિલ્મો
2.
Highway
3.
Kahani-૨
4.
Mardaani
5.
Water
6.
Bajarangi Bhaijan
ભારતમાં
બાળક યૌન શોષણના સ્થિતિ/બનાવો
કેમ વધી રહ્યા છે બાળકો સાથે યૌન શોષણના બનાવ?
1. બાળકો સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેમને તાકાતના જોરે
વશમાં કરીને મજબૂર કરવાં સરળ હોય છે.
2. બાળકોને તેમની સાથે થયેલી કરતૂતને ગુપ્ત રાખવા માટે
આસાનીથી ધમકાવી શકાય છે, જ્યારે તેમાંથી કેટલાક બાળકો તો સમજી જ નથી શકતા કે તેમની સાથે શું ખોટું
થયું છે.
3. ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પણ ઘણી જોવામાં આવે છે.
4. અનેક અભ્યાસમાં બહાર આવી ચૂક્યું છે કે બળાત્કાર
જેવી ઘટનાઓમાં મોટે ભાગે આરોપી કે દોષિત પીડિતાના આસપાસના કે પરિચિત કે સંબંધી જ
હોય છે. એવામાં કોઇ કન્યા પોતાના કોઇ પરિચિત વ્યક્તિનો ભરોસો જ કેવી રીતે કરે કે
જ્યારે તેના ઓળખીતા લોકો જ તેની વિરુદ્ધ આવો જઘન્ય અપરાધ કરતા ડરતા ન હોય?
5. બાળકોનું જાતીય શોષણ ઇન્ટરનેટ પર વૈશ્વિક સમસ્યા બની
રહ્યું છે. જેના કારણે બાળકોનું બાળપણ ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું છે. ભારતમાં પણ
બાળકો સામેના ગુનાઓ મોટા પાયે વધી રહ્યા છે.
6. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેસ 2016 માં, બાળકો સાથે સંકળાયેલી 1,06,958 ઘટનાઓમાંથી, POCSO કાયદા હેઠળ 36,022 કેસ નોંધાયા હતા, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી
વધુ 4,954 કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં
4,815 અને મધ્ય પ્રદેશમાં 4,717 કેસ
નોંધાયા છે.
7. બાળકોના જાતીય શોષણ પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે.
ઘણા બધા સામાજીક અને સાંસ્કૃતિક કારણો અપરાધીઓને આ માટે પ્રભાવિત કરે છે. ખાસ
કરીને પુરૂષોએ દરરોજ જે સામાજીક પડકારો અને આર્થિક સંઘર્ષનો સામનો કરવો પડે છે, આથી તેઓ વધુ આક્રમક અને કઠોર થઈ જાય છે.
8. સમગ્ર વિશ્વમાં બાળકોની વસ્તીના 19% બાળકો ભારતમાં
રહે છે. જ્યારે દેશમાં 40% લોકો સગીર છે.
9. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર સમગ્ર વિશ્વમાં ગરીબીમાં
જીવન વિતાવી રહેલા બાળકોમાંથી 30% ભારતમાં રહે છે. આવા મોટાભાગના બાળકો બેઘર છે
અથવા તેમના માતા-પિતા તેમની સંભાળ જ નથી લેતા. આથી આ બાળકો કેટલાય પ્રકારના જોખમો
બાબતે અસુરક્ષિત થઈ જાય છે.
10. દેશમાં દર પંદર મિનિટે બળાત્કારનો એક બનાવ નોંધાય છે
અને એના કેસ વર્ષોવર્ષ સુધી કોર્ટોમાં ચાલે છે અને ઘણાં ખરા આરોપીઓ છૂટી જાય છે
જેના કારણે યૌન અપરાધીઓની હિંમતમાં વધારો થાય છે
11. બળાત્કાર, હત્યા, શોષણ, ઉત્પીડન જેવા
તમામ અપરાધને રોકવા માટે દેશમાં કડક કાયદા છે પરંતુ ગુનેગારો આવા કાયદાઓને ઘોળીને
પી જવા જેટલા મજબૂત બની ગયાં છે. એ સંજોગોમાં આવા જઘન્ય અપરાધોમાં આકરી સજા આપીને
દાખલો બેસાડવાની જરૂરિયાત છે. ખરેખર તો આવી કોઇ ઘટના સામે આવે ત્યારે લોકો સોશિયલ
મીડિયા ઉપર મેસેજ ફોરવર્ડ કરીને કે રોષ વ્યક્ત કરીને પોતાની ફરજ પૂરી થયાનું સમજી
લે છે.
નેશનલ ક્રાઈમ
રેકોર્ડ્ઝ અનુસાર વર્ષ 2015માં બાળકો વિરુદ્ધ થયેલા 91,172 અપરાધમાંથી 42,520
એટલે કે 45.50 ટકા અપરાધો જાતીય શોષણ સંબંધિત હતા.
બાળકો સાથે થતાં
બળાત્કારના કિસ્સાઓમાં ઓછામાં ઓછા 94% કિસ્સામાં અપરાધી આવા બાળકોના પરિચિત જ હતા.
જ્યારે 35% અપરાધી તેમના પાડોશી હતા અને 10% તો તેમના પરિવારના સભ્ય અને સંબંધી
હતાં.
મહિલા અને બાળ
કલ્યાણ મંત્રાલય દ્વારા 2007માં કરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં બાળકોના જાતીય
શોષણનો દર 53% છે, જે 19.7% પુરૂષ
અને 7.9% મહિલાના વૈશ્વિક દરથી વધુ છે.
Source: https://www.bbc.com/gujarati/india-41316314
ભારત સરકાર
દ્વારા કરાયેલ અભ્યાસ અનુસાર બાળ મજૂરી દરમિયાન બાળકોના જાતીય શોષણનું સૌથી વધારે
જોખમ હોય છે. વર્ષ 2011માં બાળકો સાથે બળાત્કારના 2,113 કેસ નોંધાયા હતા. પરંતુ 2015માં આ આંકડો
વધીને 10,854 થઈ ગયો.
POCSO કાયદો : શા માટે જરૂર પડી?
1.
૨૦૧૧
વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૪૭૨ મિલિયન બાળકો ૧૮ વર્ષ નીચે ઉંમરના હતા
2.
POCSO પહેલા માત્ર ગોવા માં Goa Children’s Act, 2003 હતો
3.
IPC માં ઘણી છટકબારીઓ હતી જેમ કે
4. IPC 375 પુરૂષ પીડિતો અથવા કોઈપણ વ્યક્તિને "પરંપરાગત"
સંભોગ સિવાયના જાતીય કૃત્યોથી રક્ષણ આપતું નથી.
5. IPC 354 માં “Modesty" ની વૈધાનિક વ્યાખ્યાનો નથી. દંડ
ઓછો છે. વધુમાં, તે પુરુષ બાળકની “Modesty" નું રક્ષણ કરતું નથી.
6. IPC 377 માં, "અકુદરતી
અપરાધો" શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી. તે ફક્ત તેમના હુમલાખોરના લૈંગિક
પીડિતોને લાગુ પડે છે, અને બાળકોના જાતીય શોષણને ગુનાહિત
બનાવવા માટે રચાયેલ નથી.
POCSO કાયદો : પરિચય
·
૨૦૧૨માં
ભારતની કેન્દ્ર સરકારે જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો કાયદો ઘડયો જે ૧૪
નવેમ્બર, ૨૦૧૨થી અમલમાં
આવ્યો.
·
આ
કાયદો બાળકોને જાતિય-હુમલા, જાતીય સતામણી અને
અશ્લીલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓની ઈન્સાફી
કાર્યવાહી ચલાવવા માટે બનાવાયો અને તેને માટે વિશિષ્ટ અદાલતો પણ પ્રસ્થાપિત કરી
હતી. આ કાયદો બાળકો માટે ખાસ બનાવાયો છે, કારણકે ભારતીય
બંધારણના અનુચ્છેદ-૧૫ના ક્લોઝ (૩) પ્રમાણે બંધારણે રાજયને બાળકો માટે વિશેષ જોગવાઈ
કરવાની સત્તા આપી છે.
પસાર કર્યો |
June 19, 2012 |
Act Year: |
2012 |
પૂરું નામ |
The
Protection of Children from Sexual Offences Act, 2012 |
મુખ્ય હેતુ |
An Act to
protect children from offences of sexual assault, sexual harassment and
pornography and provide for establishment of Special Courts for trial of such
offences and for matters connected therewith or incidental thereto. |
Ministry: |
Ministry of
Women and Child Development |
અમલ તા. |
November 14,
2012 |
POCSO કાયદો : પરિચય
1.
આ
કાયદો જાતિ તટસ્થ છે. બંને જાતી માટે છે.
2. જાતીય શોષણ થઈ રહ્યું તેવો ખ્યાલ હોય અને રિપોર્ટ ન
કરો તો એ પણ ગુન્હો બને છે.
3. શોષણ અંગે ની ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા નથી વર્ષો
પછી પણ ફરિયાદ થઈ શકે
4. પીડિત ની ઓળખ ગુપ્ત રાખવામા આવે છે
5.
નવા
નિયમો મુજબ જે સસ્થાઓ બાળકોને આશ્રય આપતી હોય કે તેમની સાથે કામ કરતી હોય તેનું
સમયાંતરે પોલીસ વેરિફિકેશન જરૂરી, દરેક કર્મચારીની પ્રાથમિક તપાસ જરૂરી, સસ્થામાં ૦%
બાળ હિંસા નીતિ રાખવી
POCSO કાયદો : જોગવાઇઓ
· આ કાયદામાં ૯ પ્રકરણ માં કુલ ૪૬ કલમ છે
· જાતીય સતામણી અને જાતીય હુમલા ના બાળકો જોડે થતાં
ગુનાઓને લગતી અનેક જોગવાઈઓને વિસ્તારપૂર્ણ આવરી લીધી છે.
· સૌ પહેલાં તો બાળકની વ્યાખ્યા આપી છે. આ કાયદા નીચે
બાળક એટલે કોઈપણ વ્યક્તિ જેણે ૧૮ વર્ષ પૂરા કર્યા ન હોય તે,
· “ઘરમાં સાથે રહેવા” નો અર્થ આ કાયદાએ એવો કર્યો છે કે ઘર એટલે એવું કે જેમાં આરોપી વ્યક્તિ બાળક સાથે ઘરના સગપણમાં કોઈપણ સમયે
સાથે રહ્યો હોય અથવા રહેતો હોય.
· જાતીય હુમલો અને જાતીય સતામણી બંને ગુનાને સાંકળી લીધા છે. જાતીય હુમલો “પ્રવેશ જાતીય” છે કે “ઉગ્ર પ્રવેશ જાતીય” હુમલો છે તેની વ્યાખ્યા બહુ સ્પષ્ટ આપી છે.
· અશ્લીલ સાહિત્યના ઉદ્શ માટે બાળકોનો ઉપયોગ જ કરવામાં
આવે છે તેને પણ આ કાયદા નીચે ગુનો ગણવામાં આવ્યો છે. આ ત્રણેય ગુના કરનારા માટે
સખ્ત શિક્ષાની જોગવાઈ છે અને આ ત્રણેય ગુના આચરવામાં જે મદદકર્તા હોય તેની મદદગારી
અંગે પણ શિક્ષાની જોગવાઈ છે.
·
આ
ગુનાઓ ક્યાં નોંધવા તે અંગે શું કાર્યવાહી થવી જોઈએ, ગુનામાં
જે બાળક ઉપર જાતીય હુમલો કે જાતીય સતામણી થઈ હોય તે બાળકનું મેજિસ્ટ્રેટ દ્વારા
નિવેદન કેવી રીતે નોંધાવું જોઈએ, આવા બાળકની તબીબી તપાસ કેવી રીતે
થવી જોઈએ અને આવા કેસો કઈ વિશેષ અદાલતોમાં ચાલવા જોઈએ તે અંગે પણ આ કાયદામાં
જોગવાઈ કરેલી છે.
POCSO કાયદો : જોગવાઇઓ
·
પ્રકરણ-૧
પ્રારંભિક
·
પ્રકરણ-૨
બાળક વિરુદ્ધ જાતીય ગુનાઓ
·
પ્રકરણ-૩
અશ્લીલ સાહિત્યના હેતુથી બાળકનો ઉપયોગ અને તેની શિક્ષા
·
પ્રકરણ-૪
ગુનો કરવામાં મદદ અથવા પ્રયાસ
·
પ્રકરણ-૫
ગુનો નોંધવાની પ્રક્રિયા
·
પ્રકરણ-૬
બાળકના નિવેદન નોંધવા માટેની પ્રક્રિયા
·
પ્રકરણ-૭
વિશેષ અદાલત
·
પ્રકરણ-૮
વિશેષ અદાલતની કાર્યવાહી, સત્તા અને પૂરવાની
નોંધણી
· પ્રકરણ-૯ પ્રકિર્ણ
POCSO કાયદો-૨૦૧૨ : જોગવાઇઓ
·
પ્રવેશ
જાતીય હુમલો (Sexual Offences against
Children)
·
કલમ-૧
મથાળું અને પ્રારંભ
·
કલમ-૨
વ્યાખ્યાઓ
·
કલમ-૩
પ્રવેશ જાતીય હુમલો (Penetrative Sexual Assault).-
·
કલમ-૪
પ્રવેશ જાતીય હુમલો માટે સજા : ઓછામાં ઓછી
૭ વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદ અને દંડ
·
કલમ-૫
ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો (Aggravated penetrative sexual
assault)
·
કલમ-૬
ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો માટે સજા :
ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદ અને દંડ
·
કલમ-૭
જાતીય હુમલો (sexual assault)
·
કલમ-૮
જાતીય હુમલો માટે સજા : ઓછામાં ઓછી ૩ વર્ષ
અને વધુમાં વધુ ૫ વર્ષ કેદ અને દંડ
·
કલમ-૯
ઉગ્ર જાતીય હુમલો (Aggravated sexual assault)
·
કલમ-૧૦
ઉગ્ર જાતીય હુમલો માટે સજા : ઓછામાં ઓછી ૫
વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ કેદ અને દંડ
·
કલમ-૧૧
જાતીય સતામણી (sexual Harrassment)
·
કલમ-૧૨
જાતીય સતામણી માટે સજા : ૩ વર્ષ સુધીની સજા અને દંડ
·
બાળક
મૈત્રીપૂર્ણ વાતાવરણમાં કોર્ટ કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયા થાય, તેને ડર ન લાગે –special court
·
ON camera trial પણ
ચાલે જેમાં તેના માતપિતા કે વિશ્વાસુ અને કેસ સાથે જોડાયેલ સિવાય કોઈ ની પણ હાજરી
ન હોય
·
બાળકના
પરિવારના સભ્ય, સંરક્ષક, મિત્ર કે તેના વિષવાસુ ની હાજરી જરૂરી
·
બાળકને
trial વખતે વચ્ચે વચ્ચે આરામ આપવો
·
બાળકને
ગવાહી માટે વારંવાર અદાલત ન બુલાવવો
·
આક્રમક
કે ચારિત્ર્ય હનન થાય તેવા પ્રશ્નો ન પૂછવા
·
બાળકના
સન્માન ની રક્ષા કરવી , સંવેદનશિલતાથી
કામ લેવું
·
બાળકની
ઓળખ ગુપ્ત રાખવી (કોર્ટની પરવાનગી વિના નામ જાહેર ન કરી શકાય)
·
બાળક
સાથે યૌન શોષણ કેસ મહિલા ઈન્સ્પેકટર જોવે
·
બાળકની
પૂછતાશ પોલીસ થાણા માં નહીં પણ તેના ઘેર અથવા બાળક ઈચ્છે તે જગ્યાએ અને એક મહિલા
પોલીસ ની હાજરી અથવા sub inspector થી
નીચે રેન્ક ન હોય તેવા પોલીસની હાજરી જરૂરી એ પર સિવિલ ડ્રેસ માં
·
જો
જરૂર પડે તો સામાજિક કે NGO ની મદદ,
મનોવૈજ્ઞાનિક સલાહ સારવાર, તબીબી સારવાર
વ્યવાસ્થા અને તે અંગે વળતર આપવું, વિશિષ્ટ બાળકો કે દિવ્યંગ
બાળકો માટે ખાસ જોગવાઇઓ
·
તપાસ
દરમિયાન બાળક ક્યારેય પણ આરોપીના સંપર્ક માં ન આવે કે સામ સામે ન આવે
·
બાળકને
રાત્રે પોલીસ ઠાણે રોકી ન શકાય
·
જો
પીડિત છોકરી હોય તો સ્ત્રી ડોક્ટર જ મેડિકલ તપાસ કરી શકે એ પણ તેના માતા પિતા કે
વિશ્વાસુ ની હાજરીમાં. બે માથી કોઈ ન હોય તો મેડિકલ સંસ્થાના ના હેડ જેને નિયુક્ત કરે સ્ત્રી ની હાજરી માં જ
થાય
·
બાળક
સામે જાતીય શોષણ ગુન્હો બનતો હોય ત્યારે
POCSO એક્ટ હેઠળ FIR થાય Special Law હોવાથી IPC થી ઉપર છે પણ તેમાં IPC ની કલમ લાગુ પડતી હી તો તે પણ નોંધવામાં આવે છે.
· ઇન્ટરનેટ દ્વારા થતાં યૌન શોષણ ક્સિસમાં IT એક્ટ ની કલમ પંબ લગાડે છે
POCSO કાયદો : ૨૦૧૯ નો સુધારો
·
POCSO Act Amendment
કરવામાં આવ્યા.
·
આ
સંશોધન હેઠળ બાળકો ઉપર યૌન અપરાધને અંજામ આપનારાઓને મૃત્યુદંડની જોગવાઈ છે.
·
આ
કાયદો 6 ઓગસ્ટ, 2019 ના રોજ સૂચિત
કરવામાં આવ્યો હતો અને 16 ઓગસ્ટ, 2019 થી અમલમાં આવ્યો હતો.
·
નવા
નિયમોમાં ઉમેરવામાં આવેલા કેટલાક મહત્વના ઘટકોમાં શાળાઓ અને સંભાળ ગૃહોમાં સ્ટાફની
ફરજિયાત પોલીસ ચકાસણીની જોગવાઈ, જાતીય શોષણ સામગ્રી (પોર્નોગ્રાફી)ની જાણ કરવાની પ્રક્રિયાઓ, વય-યોગ્ય બાળ અધિકારોનું શિક્ષણ આપવું વગેરેનો સમાવેશ થાય છે. આ સુધારામાં
બાળ યૌન શોષણના કિસ્સામાં વધુ કડક સજાની જોગવાઈ છે. સરકાર 1,023
ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (FTSC) પણ સ્થાપી રહી છે,
જેમાં 389 એક્સક્લુઝિવ POCSO કોર્ટનો સમાવેશ
થાય છે, જેમાં બળાત્કાર અને POCSO એક્ટ
સંબંધિત કેસોની ઝડપી સુનાવણી અને નિકાલ થાય છે. પીડિતોને સરકાર તરફથી વિવિધ વળતર
યોજનાઓ હેઠળ સહાય પણ મળે છે.
·
ચાઈલ્ડ
પોર્નોગ્રાફી પર કાર્યવાહી કરવા માટે, કોઈપણ વ્યક્તિ કે જેણે બાળક સાથે સંકળાયેલી કોઈપણ અશ્લીલ સામગ્રી પ્રાપ્ત
કરી હોય અથવા આવી અશ્લીલ સામગ્રી સંબંધિત કોઈપણ માહિતી પ્રાપ્ત કરી હોય, તેણે સામગ્રીની જાણ સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ (SJPU) અથવા પોલીસ અથવા સાયબર ક્રાઈમ પોર્ટલને કરવી જોઈએ. નિયમો હેઠળ રાજ્ય
સરકારોએ બાળ સુરક્ષા નીતિ ઘડવી પડશે.
·
POCSO નિયમો,
2020 નો નિયમ 4 બાળ લૈંગિક દુર્વ્યવહારનો ભોગ બનેલી વ્યક્તિની સંભાળ
અને રક્ષણ, કાઉન્સેલિંગ અને ઉપચાર સહિતની વિગતવાર પ્રક્રિયા
દર્શાવે છે. POCSO નિયમો, 2020 ની
કલમ-6 માં બાળ યૌન શોષણનો ભોગ બનેલી વ્યક્તિને તબીબી સહાય અને સંભાળ પૂરી પાડવા
અંગેની જોગવાઈઓ પણ છે. ખોરાક, કપડાં, પરિવહન
અને અન્ય આવશ્યક જરૂરિયાત જેવી આકસ્મિક પરિસ્થિતિઓ માટે POCSO નિયમો, 2020 માં વિશેષ રાહતની જોગવાઈ પણ નિર્ધારિત
કરવામાં આવી છે. નવા POCSO નિયમો 9 માર્ચ 2020થી અમલી બન્યા
છે.
POCSO કાયદો : કાર્યવાહી વખતે ધ્યાનમાં
લેવાની બાબતો-સિદ્ધાંતો
·
કાયદામાં
રાજ્ય સરકાર, બાળ કલ્યાણ સમિતિ,
પોલીસ, NGO કે અન્યએ આવા કેસમાં બાળક સાથે કામ
કરતી વખતે નીચેની બાબતો અને સિદ્ધાંતો ધ્યાનમાં લેવા તેવું દર્શાવ્યું છે.
·
બાળકને
કોઈ પણ શારીરિક, માનસિક કે
સાંવેગિક શોષણ સામે રક્ષણ આપવું
·
બાળકના
સર્વાંગી વિકાસ મુખ્ય લક્ષ્ય
·
ન્યાયિક
પ્રક્રિયા દરમિયાન બાળક પૂરતા સન્માન સાથે કામ લેવામાં આવે
·
બાળક
સાથે સાંસ્ક્રુતિક, ધાર્મિક, ભાષાકીય કે સામાજિક દ્રષ્ટિએ કોઈ પણ ભેદ ન રાખવામા આવે
·
બાળક
ફરી ભોગ ન બને તે માટે અટકાયત ના પગલાં લેવા, સુરક્ષાના પગલાં લેવા
·
બાળકને
સમગ્ર ન્યાયિક પ્રક્રિયાથી અવગત રાખવા
POCSO કાયદો : કાર્યવાહી વખતે ધ્યાનમાં લેવાની બાબતો-સિદ્ધાંતો
·
દરેક
બાળકને પોતાની સમસ્યા અંગે બોલવાનો અધિકાર છે
·
બાળકને
જરૂર પડ્યે આર્થિક, કાયદાકીય, સલાહ, સ્વસ્થ્ય, સામાજિક કે
શૈક્ષણિક સેવા પૂરી પડાય, શારીરિક કે માનસિક ઇજા ના કિસમા
તેની સારવાર ને પ્રાથમિકતા
·
બાળકને
પોતાની ઓળકહ ગુપ્ત રાખવાનો અધિકાર
·
ન્યાયિક
પ્રક્રિયા દરમિયાન ગૌણ રૂપે શોષણ ન થાય તેની કાળજી રાખવી
·
ન્યાયિક
પ્રક્રિયા પહેલા, દરમિયાન અને પછી
સુરક્ષાને હકદાર
·
બાળકના
બાકીના જીવન માટે અને પુનર્વસન માટે વળતર ને હકદાર
બાળ જાતીય શોષણ અટકાવશો કઈ રીતે?
·
બાળકોએ
ગુન્હા બાબતે શું ધ્યાનમાં રાખવું જોઈએ ?
·
બાળક
પોતાના શરીરનું માલિક છે, તેની અનુમતિ કે
પરવાનગી વિના કોઈ બીજાને તેમના શરીરને સ્પર્શ કરવાનો કે ઈજા પહોંચાડવાનો અધિકાર
નથી.
·
બાળકોને
પસંદ ન હોય તો પણ કોઈ ભેટવાનો પ્રયાસ કરે અથવા ચુંબન કરે અને આ વાત બીજાથી છુપાવવા
કહે તો બાળકોએ તેમને જેના ઉપર વિશ્વાસ હોય તેવી વ્યક્તિને આ વાતની જાણ તરત જ કરવી
જોઇએ.
·
બાળકોને
જયારે કોઈ વ્યક્તિ ચોકલેટ કે અન્ય વસ્તુ આપીને એવી હરકત - વ્યવહાર કરે, જેનાથી અણગમો થાય,
અસલામતી લાગે તો તેવી વસ્તુ લેવાની ના પાડવી જોઈએ.
·
વાલી/ડોક્ટર
સિવાય કોઈપણ વ્યકિત બાળકના શરીરના કોઈપણ અંગને ખોટી રીતે સ્પર્શે ત્યારે વિરોધ
કરવો જોઈએ તથા જોરથી અવાજ કરવો જોઇએ.
·
બાળકોએ
માતા-પિતાથી કોઈ વાત ન છુપાવવી જોઈએ.
·
નજીકના
કુટુંબી દ્વારા શરીરના કોઈ આંતરીક ભાગને અથવા ગુપ્ત ભાગને સ્પર્શ કરવામાં આવે તો તેની
પણ જાણ માતા-પિતાને બાળકે અવશ્ય કરવી જોઈએ.
બાળ જાતીય શોષણ અટકાવશો કઈ રીતે?માતા-પિતાએ આ ગુન્હા બાબતે શું શું કાળજી લેવી જોઈએ ?
·
બાળકોને
તેમના શરીરના આંતરીક કે ગુપ્ત ભાગો વિષે માહિતગાર કરવા જોઈએ. દિકરા-દિકરીઓ સાથે
જાતીય બાબતો અંગે મિત્ર બની વાત કરો.
· બાળકોની સાથે સારા તથા ખરાબ સ્પર્શ એટલે કે "Good Touch” અને “Bad Touch” વિષે મુકત મને ચર્ચા કરવી જોઈએ.
·
બાળકોને
પોતાના ઘરનું સરનામું તેમજ માતા-પિતાનું નામ અને મોબાઈલ નંબર વહેલામાં વહેલી તકે
યાદ રખાવવા પ્રયત્ન કરવો જોઇએ.
·
બાળકોને
સારુ શિક્ષણ અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓને પુરતો સમય ફાળવવો કે જેથી
બાળકો વાલી સાથે કોઇ વાત કરતા અચકાય નહિં.
·
માતા-પિતાએ
આ ગુન્હા બાબતે શું શું કાળજી લેવી જોઈએ ?
·
બાળકોને
એકલા તથા અજાણ્યા વ્યક્તિ સાથે બહાર ન મોકલવા અને શક્ય હોય ત્યાં સુધી બેમાંથી એક
વાલીએ સાથે રહેવું જોઈએ. ખાસ કરીને મોટા તહેવારોના પ્રસંગે વાલીએ પોતાના બાળકો
સાથે રહેવું જોઇએ.
·
માતા-પિતાએ
કોઈપણ વ્યકિત ઉપર બાળકો બાબતે સંપૂર્ણ ભરોસો રાખવો નહિં કારણ કે મોટા ભાગના
કેસોમાં ગુન્હો કરનાર ભોગ બનનારના નજીકના રહીશ, પડોથી અથવા સગા જ હોય છે.
·
બાળકો
સાથે કુચેષ્ટા કરનાર મોટા ભાગના તહોમતદારો કોઈપણ પ્રકારનો નશો અથવા દારુ પીવાની
ટેવવાળા હોય છે. આવી ટેવવાળા વ્યકિત પછી તે નજીકની વ્યકિત હોય તો પણ તેમની સાથે
બાળકોને એકલા છોડવા પહેલા માતા-પિતાએ કાળજી લેવી.
·
બાળકો
સાથે ગુન્હો આચરનાર તહોમતદારો તેમના પરિવારથી જુદા અથવા એકલા રહેતા હોય છે. જેથી
આવા વ્યક્તિઓના સંપર્કમાં બાળક ન આવે તેની કાળજી રાખવી.
·
માતા-પિતાએ
આ ગુન્હા બાબતે શું શું કાળજી લેવી જોઈએ ?
·
અજાણ્યા
વ્યકિત દ્વારા કોઈ ચીજ, વસ્તુ કે ચોકલેટની લાલચ આપવામાં આવે તો ના પાડતા
બાળકને શીખવવું જોઈએ અને આ બાબતની ઘરે આવીને પણ બાળક જાણ કરે તેવું શીખવવુ જોઈએ.
·
બાળકોને
કોઈ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો મદદ માંગવા માટે ચીસ પાડવાનું કે ફોન
કરીને જાણ કરવાનુ અવશ્ય શીખવવુ જોઈએ.
·
બાળકો
કોઈ અજાણી વ્યક્તિ દવારા કંઈ છુપાવવાનું જણાવવામાં આવે તો તે અંગે તરત જ
માતા-પિતાને જાણ કરવા સમજણ આપવી.
·
બાળકોને
કોઈ ચીજ કે વસ્તુ ખરીદવા માટે અવાર-નવાર દુકાને મોકલવા જોઇએ નહિં કેમ કે ઘણી વખત
દુકાનઠાર પોતે જાતીય શોષાણ કરતા હોય છે. આથી, વાર્લીએ
ઘરની ચીજ વસ્તુઓનું પૂર્વ આયોજન કરી લેવું જોઇએ.
·
માતા-પિતાએ
આ ગુન્હા બાબતે શું શું કાળજી લેવી જોઈએ ?
·
બાળકને
કહો કે તમારા અંગત ફોટો કોઈ ન લઈ શકે, નહાતા હો કે કપડાં બદલાતા હો વગેરે
·
બાળક
જ્યારે મુશ્કેલીમાં હોય અને જાહેરમાં હોય ત્યારે ફરિયાદ કરવા કોડ વર્ડ આપી
શકો ખાસ કરીને મહેમાન કે બહારના લોકોની
હાજરીમાં આવું બની શકે છે.
સોસાયટીઓએ શું ધ્યાન રાખવું જોઈએ ?
·
સોસાયટીના
તમામ ગેટ ઉપર તેમજ સોસાયટીમાં જુદી જુદી જગ્યાઓએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જોઈએ.
·
દરેક
સોસાયટીએ બાળકોના રમવા માટે એક કોમન જગ્યા બનાવવી જોઈએ અને આ જગ્યાએ વાલીઓ તથા
વૃદ્ધો બેસી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાળકો ઉપર નજર રહી શકે અને બાળકોને
સુરક્ષિત રાખી શકાય.
·
જાતીય
શોષણના દૂષ્કૃત્યો સમાજમાં બદનામી થવાના કારણે જાહેર કરવામાં આવતા નથી. નાનામાં
નાની ઘટનાનો પણ રીપોર્ટ કરવો જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈપણ બાળકો જાતીય શોષણનો ભોગ ન
બને અને તેઓ સુરક્ષિત રહે. આવા બનાવ અંગે કાર્યવાહી નહીં કરવાના કારણે ગુન્હાહીત
વૃત્તિને પ્રોત્સાહન મળે છે.
· શાળાઓએ શું ધ્યાન રાખવું જોઈએ ?
·
શાળામાં
બાળકોને ઉજાસવાળી જગ્યાએ જ પ્રવૃતિ કરાવવી કોઈ પણ અવાવરુ જગ્યાએ નહીં જ
·
તેની
તમામ સુવિધાઓ જાહેરમાં હોય અને પૂરતા ઉજાસવાળી હોવી જોઈએ
·
બાળકની
સાથે કામ કરતાં કર્મચારી, શિક્ષક વગેરે
પૂરતી માહિતી, ઓળખ અને ઇતિહાસ ચકાસી જ નોકરી પર રાખવા
·
શાળા
બહારની પ્રવૃત્તિ કેંપિંગ કે ટુર વખતે બાળક એકલું ન રહે તેની કાળજી લેવી
·
બાળક
સાથે કામ કરતાં કર્મચારીને બાળ યૌન શોષણ અટકાવવા અંગે જાગૃત કરવા, તાલીમ આપવી, ફરિયાદ,
કાયદો અને અન્ય કાર્યવાહીથી
માહિતગાર કરવા
·
દરેક
શાળામાં ‘ચાઇલ્ડ રાઇટ સેલ’ જેમાં મા-બાપ, બાળકો, શિક્ષકો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો
સમાવેશ હોય જેથી બાળકોના અધિકાર અંગે માહિતી, તેનું રક્ષણ
અને જાગૃતિ થઇ શકે.
બાળ જાતીય
શોષણ અટકાવશો કઈ રીતે?
·
સામાન્ય
રીતે ૧૮ વર્ષની આસપાસની કૌમારીક ઉંમરના યુવકો યુવતી સાથે પ્રેમ થવાના કારણે આ
પ્રકારના ગુન્હાઓ આચરે છે અને તેના પરિણામ સ્વરુપે યુવાન કે જે દેશનું ઘન છે તેનો
કિંમતી યુવાનીનો સમય બરબાદ થઈ જાય છે. આથી, યુવકોને ખાસ સંદેશ છે કે તેઓએ યુવતી સાથે પ્રેમ થવાના કારણે યુવતી કે બાળક
સાથે શારીરીક અડપલા, અશ્લીલ ચેનચાળા, શારીરીક
સંબંધ વિગેરે હરકતો શારીરીક ઉત્તેજનમાં
આવીને કરવી જોઇએ નહીં આવા કૃત્યો કરવાથી ગુન્હો બને છે તે અંગે સજાગ રહેવું જોઇએ.
·
યુવકોને
ખાસ સંદેશ એ પણ છે કે ૧૮ વર્ષની નીચેની વય દરમ્યાન કોઈપણ યુવતી સાથે તેની સંમતિ હોવા છતાં પ્રેમ
થવાના કારણે કોઈપણ પ્રકારનું જાતીય હુમલાનું કૃત્ય કે શારીરિક સંબંધ કરવો નહિં
કારણ કે આ કાયદા નીચે ઓછામાં ઓછી સજા ૧૦ વર્ષની કેદથી લઇને જો યુવતીની ઉંમર ૧૬
વર્ષથી નીચેની હોય તો સજાની જોગવાઇ ૨૦ વર્ષથી આજીવન કારાવાસ સુધીની છે.
·
આ
ઉપરાંત ગંભીર પ્રકારના કિસ્સામાં એટલે કે દબાણપૂર્વકના શારીરિક સંબંધના કિસ્સામાં
કાયદામાં થયેલ સુધારા મુજબ ઓછામાં ઓછી સજા ર૦ વર્ષ અને ઠેહાંત દંડ (ફાસી)ની જોગવાઇ
પણ કરવામાં આવેલી છે.
આવા બનાવ બાબતે
મદદ માટે કોને જાણ કરવી
જાતીય શોષણ વિષે
ફરીયાદ કે માહિતી મળે તો તુરત જ નીચેના ફોન નંબર ઉપર જાણ કરો.
ચાઈલ્ડલાઇન હેલ્પલાઈન ૧૦૯૮
(9868235077)
સ્થાનિક પોલીસ
૧૦૦
નાલ્સા (National Legal Services Authority) હેલ્પલાઈન
નંબર – ૧૫૧૦૦ (Free Legal service માટે)
ઓનલાઈન
ફરિયાદ કઈ રીતે કરશો?
Step-1 National Commission for Protection of Child
Rights ની વેબસાઇટ https://ncpcr.gov.in/ પર જાવ
Step-2 POCSO-e-Box
બટન પર ક્લિક કરો
Step-3
નવા પેજ પર જશો જ્યાં આ ચિત્રો આપેલ હશે (દુકાન, મેદાન,
રસ્તો, શાળા, બ્લેકમેલ,
સ્કૂલ બસ, વાહન, કૌટુંબ
સભ્ય, અન્ય, ઇન્ટરનેટ કે ફોન)
Step-4
આપેલ ચિત્રો માથી એક ચિત્ર પસંદ કરો
Step-5
નામ, મોબાઈલ, ઈમેઈલ અને ઘટનાનું
સંક્ષિપ્ત વર્ણન કરો
Step-6
ફરિયાદ રજીસ્ટર થશે અને નંબર જનરેટ થશે
બાળ જાતીય શોષણ અટકાવશો કઈ રીતે?
આ ઉપરાંત મેસેજ
દ્વારા કે પોસ્ટ દ્વારા પણ NCPCR ઓફિસ ને
ફરિયાદ થઈ શકે છે.
NCPCR ફરિયાદ ને ધ્યાનમાં રાખી આગળ કાર્યવાહી કરશે અને તમારી
વિગત ગુપ્ત રાખવામા આવશે
POCSO-e-Box નામની મોબાઈલ એપ્લીકેશન પણ છે જ્યાં આ ફરિયાદ થઈ
શકે છે.
કોઈ પણ વ્યક્તિ, પીડિત કે શોષણ વિષે માહિતગાર વ્યક્તિ
ફરિયાદ કરી શકે છે.
બાળ જાતીય
શોષણ જાગૃતિ : કેટલાક વિડીયો
Animated movies on prevention of child sexual abuse: Click
to watch video
YouTube Video- Teach children about safe and unsafe touch with thehelp of super buddies
YouTube Video-Learn self defence techniques with the help of SuperBuddies
YouTube Video-Learn the reporting mechanisms with Super Buddies
YouTube Video-Short film for teachers and parents. Learn about theearly warning signs
If you have any doubts, questions, query or suggestions please comment