.com/img/a/

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Gender Safety in Schools : Concept and Measure શાળામાં જાતિગત સુરક્ષા સંકલ્પના અને સુરક્ષાત્મક પગલાં

Gender Safety in Schools :  Concept and Measure  શાળામાં જાતિગત સુરક્ષા સંકલ્પના અને  સુરક્ષાત્મક પગલાં

 4.1 Gender Safety in Schools :Concept and Measure

શાળામાં જાતિગત સુરક્ષા સંકલ્પના અને સુરક્ષાત્મક પગલાં

                                                 શાળામાં જાતિગત સુરક્ષા શું છે?                              

  • safety : સલામતી , સુરક્ષા (કોઈ પણ
  • અકસ્માતો, ભય, જોખમ, જોખમો અથવા ઈજાથી).
  • Safety is related to the health and well-being of people at home, school, work and in other activities.
  • A study by The Teacher Foundation across 15 Indian cities in 2013-17 found that 42% students in classes 4-8 and 36% in classes 9-12 reported experiencing harassment by schoolmates on campus, ranging from teasing to physical violence.
  • As the 2019 UNESCO report Behind the Numbers: Ending School Violence and Bullying notes, globally 32% of all students aged 13-17 years had been bullied by their peers at school in the month preceding the reports publication. Also, 32% had been physically attacked, and 36% involved in a physical fight with another student in the 12 months prior to the reports release.

શાળામાં જાતિગત સુરક્ષા શા માટે?

માતપિતા કન્યા કેળવણી માટે ઉદાસીન હોવાના ઘણા કારણોમાં એક તેમની જાતિગત સુરક્ષાના પ્રશ્નો છે.

શાળા ખૂબ દૂર હોય, જવાનો માર્ગ સૂમસામ કે ખતરનાક હોય ઉચ્ચ શિક્ષણ માટે પણ કન્યાઓને મોકલવામાં આવતી નથી

શાળા કોલેજમાં થતાં જાતિય શોષણ, સતામણી, દાદાગીરી ના બનાવ

કુમાર કન્યા માટે અલગ સેનિટેશન ન વ્યવસ્થા ન હોવી

School related Gender Based Violence (SRGBV)(જેમાં જાતિય, શારીરિક કે મનોવજ્ઞાનિક સતામણી કરવામાં આવે કારણ કે સમાજના ચોક્કસ જાતિગત (સ્ત્રી/પુરુષ)માન્ય વર્તન ધોરણો છે પરંપરાગત વર્તન નિયમો અને ભૂમિકાઓ છે)

શાળામાં જાતિગત સુરક્ષા એટલે શું?

બાળકના સાંવેગિક, ભાવાત્મક, જ્ઞાનાત્મક, માનસિક, શારીરિક, સાંસ્ક્રુતિક, સામાજિક, નૈતિક , સર્જનાત્મક એમ સર્વાંગી વિકાસ માટે શાળામાં સુરક્ષિત વાતાવરણ હોવું જોઈએ જેથી અધ્યયનની તક પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે.

શાળામાં સુરક્ષા એટ્લે બાળક ઘરથી શાળાએ પહોચે અને શાળાથી ઘેર પરત ફરે ત્યાં સુધી તેને સુરક્ષિત વાતાવરણ મળવું. તેમાં કોઈ પણ પ્રકારનું શોષણ, હિંસા, મનો-સામાજિક સમસ્યાઓ, કુદરતી કે માનવ સર્જિત આફતો, સાંવેગિક સુરક્ષા વગેરે બાબતોમાં રક્ષણનો સમાવેશ થાય છે.

Stein, Tolman, Porche, and Spencer મુજબ

જાતિગત સુરક્ષિત શાળા એ એવી જગ્યા છે જ્યાં છોકરીઓ અને છોકરાઓ:  તમામ શૈક્ષણિક અને અભ્યાસેતર પ્રવૃત્તિમાંમાં શીખવાની, સંશોધન કરવાની અને કૌશલ્યો વિકસાવવાની સ્વતંત્રતા છે

જ્યાં માનસિક, સામાજિક અને શારીરિક રીતે કોઈ પણ ધમકીઓ, ઉત્પીડન કે ઇજાને સ્થાન નથી. આવી શાળામાં નારિવાદ અને નરવાદ કઈ રીતે બાળકોના આપવામાં આવતી અધ્યયન તક ને કેવી રીતે રોકે છે તે સમજે છે.

આ વ્યાખ્યામાં મુખ્ય ચાર બાબત છે :

(1) તમામ પ્રકારની જાતિગત હિંસાની સંપૂર્ણ ગેરહાજરી

(2) શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક તકો અને  પ્રવૃત્તિમાં જાતિગત સમાનતા

(3) જાતિગત રીતે નુકસાનકર્તા નિયમો થી અવગત હોવું

(4) જાતિગત શોષણ અને દબાણ અંગે જાગ્રત હોવું અને લડવું


Gender violence in schools can take multiple forms: physical, verbal, psychological and emotional as well as sexual violence, including the fear of violence, both between females and males and among females or

among males

હિંસા એક સાતત્યપૂર્ણ ઘટના છે એક રોજબરોજ ની સામાન્ય ઘટનાથી શરૂ ખૂબ ગંભીર સ્વરૂપ લે છે. દાત. રમત ના મેદાન માં બનેલ નાની ઘટના જાતિય હુમલો કે મૃત્યુ સુધી જઈ શકે છે.

જાતિગત હિંસા માત્ર જાતિય કે શારીરિક હિંસા જ નથી પણ કન્યાઓને જ શાળા સફાઈ નું કામ કરવવામાં આવે , જાતિય ટિપ્પણી કરવામાં આવે

Akiba et al., 2002 મુજબ બે પ્રકારે જાતિય હિંસા થાય છે

1. ખુલ્લી જાતિય હિંસા, જેમાં જાતીય સતામણી, ધાકધમકી, દુર્વ્યવહાર, હુમલો અને બળાત્કાર

2. ગર્ભિત જાતિય હિંસા જેમાં શારીરિક સજા, ગુંડાગીરી, અપશબ્દો, મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર, શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનો મજૂર તરીકે ઉપયોગ અને અન્ય પ્રકારના આક્રમક અથવા અનધિકૃત વર્તન જે હિંસક છે 

શાળામાં જાતિગત સુરક્ષાની જવાબદારી

શાળામાં શાંત, સુરક્ષિત વાતાવરણની મુખ્ય જવાબદારી મુખ્ય શિક્ષક કે આચાર્યની છે

શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફ સતત નિરીક્ષણ રાખવું જોઈએ.

બાળકોના વાલી અને સમાજને  પણ  આમાં સામેલ કરવા જોઈએ. (દા.ત. શાળાની આજુ બાજુ અસમાજિક તત્વો હોય)

શાળામાં જાતિગત સુરક્ષાના પગલાં

શાળામાં જાતિગત સુરક્ષા ના પગલાં ચાર તબક્કે લેવામાં આવે છે.

અટકાવ (Prevention)

આયોજન અને વ્યવહાર (planning if happens)

પ્રતિભાવ (Response System)

સ્થિતિ પુન: સામાન્ય પ્રાપ્ત કરવી (recovery to Normalcy)

  1. શાળામાં જાતિગત સુરક્ષા: ભૌતિક સુવિધા સંબંધી સુરક્ષાત્મક પગલાં 

  • શાળા મકાન National Building Code-2005 અનુસાર હોવું જોઈએ
  • મકાનની નિયમિત મરામત થવી જોઈએ
  • મકાન સુરક્ષિત દિવાલ હોવી જોઈએ. 
  • શાળામાં જ્વલનશીલ કે ઝેરી પદાર્થો ન હોવા જોઈએ. Fire safety certificate મેળવી લેવું જોઈએ
  • સમગ્ર શાળા CCTV ની નજર હેઠળ હોવી જોઈએ.
  • શાળામાં ઇલેક્ટ્રોનિક સાધનો, સ્વિચ બોર્ડ, વાયર સુરક્ષિત હોવા જોઈએ.
  • અગ્નિશામક સાધનો નિયમાનુસાર હોવા જોઈએ
  • શાળા મકાન અંદર પૂરતી હવા અને ઉજાસ હોવા જોઈએ
  • બહેનો અને ભાઈએ માટે અલગ ટોઇલેટ વ્યવસ્થા
  • શાળા નદી કે દરિયા કિનારે હોય તો સુરક્ષિત રસ્તો હોય તેવી વ્યવસ્થા કરવી
  • શાળા ઊંચાણવાળા વિસ્તાર, પર્વતીય વિસ્તારમાં હોય તો બાળક નો રસ્તામાં  land slide અંગે સુરક્ષા વિચારવી જોઈએ 
  • બાળકોને લેવા મૂકવાની વ્યવસ્થા, ડ્રાઈવર સાથે બસ કે વાહનમાં બાળકને ઉતારવા ચડાવવા માટે સેવક રાખવા, તેમની ઓળખ અને પૂરતી તપાસ કર્યા બાદ જ નોકરી પર રાખવા
  • Sports Authority of India ના નીતિ નિયમો મુજબ ખેલ સંબંધી સુવિધા અને સુરક્ષા કાળજી લેવી
  • તાલીમી રમત કોચ રાખવા અને રમત સંબંધી સુરક્ષા જેમકે હેલ્મેટ, જેકેટ, ગ્લોવ્ઝ વગેરે

2. શાળામાં જાતિગત સુરક્ષા: સ્વાસ્થ્ય સંબંધી સુરક્ષાત્મક પગલાં 

શુદ્ધ પીવાનું પાણી, લોબી અને ફ્લોર ની સ્વચ્છતા તેમજ શાળાની સ્વચ્છતા, કચરા નિકાલની વ્યવસ્થા

જો જમવાનું આપવામાં આવતું હોય તો કિચન સ્વચ્છ અને ખોરાક શુદ્ધ આપવો 

First Aid Kit ઉપલબ્ધ હોવી જોઈએ

બાળકની નિયમિત આરોગ્ય તપાસ થાય

બાળકના સ્વાસ્થ્ય સંબંધી રેકોર્ડ રાખવામા આવે

Doctor, Hospital, Ambulance વગેરે મેડિકલ સેવાના સંપર્ક નંબર પ્રદર્શિત કરવા 

3. શાળામાં જાતિગત સુરક્ષા: દિવ્યાંગ બાળકો માટે સુરક્ષાત્મક પગલાં 

વિકલાંગ બાળકો માટે શાળામાં પ્રવેશ માટે રેમ્પ, વર્ગખંડ, શૌચાલય, રમતનું મેદાન, પુસ્તકાલય, કેન્ટીન અને ઓડિટોરિયમમાં રેમ્પ ની સુવિધા

બસમાં પણ અલગ સુવિધા

તેમના વર્ગખંડો ભોયતળિયે રાખવા

દિવ્યાંગ બાળકો પ્રતિ શિક્ષકો અને અન્ય બાળકો સંવેદનશીલતાથી વર્તન કરે, મદદ કરે તેવી ભાવના શીખવવી

4. શાળામાં જાતિગત સુરક્ષા: આપાતકાલીન વ્યવસ્થાપન માટે સુરક્ષાત્મક પગલાં 

  • Alarm system/Centralized Public Announcement system હોવી જોઈએ, ઇમર્જન્સિ નંબરો પ્રદર્શતી હોય
  • શાળામાં આપાતકાલીન નિકાલ વ્યવસ્થા દરવાજો કે બારી હોવી જોઈએ. (Emergency Exit)
  • આગ, વાવાઝોડું. ભૂકંપ, આતંકી હુમલો  કે અન્ય આફત વખતે કેવી રીતે બચવું તેની તાલીમ આપવી જોઈએ દા.ત.. Fire safety તાલીમ, મોક ડ્રિલ નું આયોજન, ભૂકંપ, વાવાઝોડા સમયે બચવા અંગે તાલીમ
  • First Aid Kit અને અન્ય પ્રાથમિક સારવાર ની તાલીમ આપવી જોઈએ જેમ કે CPR  
  • સ્વ રક્ષા તાલીમ  આપવી જોઈએ

5. શાળામાં જાતિગત સુરક્ષા માટે જાતિય શોષણ સામે સુરક્ષાત્મક પગલાં 

  • શાળામાં બાળ જાતિય શોષણ અટકાવ સમિતિ હોય , શાળામાં anti ragging સમિતિ હોય
  • શાળામાં જાતિગત ભેદભાવ ન રાખવો 
  • બાળકો, શૈક્ષણિક અને બિન શૈક્ષણીક સ્ટાફ બાળ યૌન શોષણ ગુનો અને તે અંગેના કાયદાથી જાગ્રત હોય જેમ કે POCSO ACT અને તે અંતર્ગત POCSO E-box માં ઓનલાઈન ફરિયાદ કરવાની રીત


  • બાળક સાથે ખૂલીને વાત કરો તે પોતાની ફરિયાદ ખૂલીને કરી શકે તેવું વાતાવરણ આપો  
  • સ્વ સુરક્ષાની તાલીમ આપવામાં આવે
  • Bad touch અને good touch તફાવત શીખવવામાં આવે
  • મનોવૈજ્ઞાનિક સલાહકાર, સામાજિક સેવક, NGO ની મદદ લેવી

6. શાળામાં જાતિગત સુરક્ષા માટે સુરક્ષાત્મક અન્ય પગલાં 

  • નાના બાળકને લેવા મૂકવા આવનાર અધિકૃત વ્યક્તિને જ સોંપવો
  • બાળક જાતે આવતો હોય તો તેને ટ્રાફિક નિયમો શીખવવા
  • શાળામાં ફરિયાદ પેટી/સૂચન પેટી કે ફરિયાદ નોંધવા માટે વ્યવસ્થિત તંત્ર હોય
  • બાળકને વિવિધ સામાજિક કૌશલ્ય, જીવન કૌશલ્ય તેમ જ દર, ટેન્શન, હતાશા, ગુસ્સા સામે લડતા શીખવવું
  • તેમનામા આત્મવિશ્વાસ અને સ્વ-સન્માન જાગ્રત કરવું
  • બાળકો શાળામાં દાદાગીરી, ચોરી, મારપીટ, અપશબ્દો, હિંસા, તોડફોડ વગેરે ન કરે તેવા કડક નિયમ રાખવા અને કડક પગલાં લેવા જોઈએ 
  • બાળકો તથા અન્ય સ્ટાફ ની નિયમિતતા અને અનિયમિતતા, હાજરી ગેર હાજરી ની નોંધ લેવામાં આવે
  • શાળામાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટર નો દૂર ઉપયોગ ન થાય કે cyber crime ન થાય તેની કાળજી રાખવી
  • શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ અથવા વિવેકપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવો
  • શાળામાં બાળકોને કેટલાક સામાન્ય નિયમો આપવામાં આવે(વર્ગમાં દોડાદોડી ન કરવી, સીડી દાદર માં ન દોડવું, ધક્કા ન મારવા, મોઢામાં કોઈ વસ્તુ ન નાખવી, પેન વગેરે સાધન થી અણી ન મારવી વગેરે)
  • શિક્ષક દ્વારા પણ શાળામાં શારીરિક શિક્ષા પર પ્રતિબંધ
  • LGBT (Lesbian, Gay, Bisexual, Transgender) હિંસા પણ અટકાવવી જોઈએ
  • શાળામાં જાતિગત સુરક્ષા માટે સુરક્ષાત્મક પગલાં 
  • શાળામાં થતી કોઈ પણ પ્રવૃત્તિ જાતિગત ભેદભાવ ન થાય
  • શાળાના અભ્યાસક્રમ માં જાતિય સમાનતા, જાતિગત સન્માન, સુરક્ષા, કાયદો, જાગૃતિનો સમાવેશ કરો  જેમ કે પરંપરાગત ભૂમિકાઓ ને વળગી ન રહો દા.ત. પિતા છાપું વાંચતાં હોય અને માતા નાસ્તો કે ચા આપતી હોય, ડોક્ટર પુરુષ જ હોય અને નર્સ સ્ત્રી, છોકરો રમતો હોય અને છોકરી તેની ઢીંગલી વાળ ઓળતી હોય આવી બાબતો જાતિગત પૂર્વગ્રહ તરફ લઈ જાય છે 
  • શાળામાં શિસ્ત નિયમો કડક રાખવા, જરૂર પડ્યે વિદ્યાર્થીને શાળા નિકાલ પણ કરી શકાય suspend

  

Make Gender safe schools


** Download PPT Here **

 

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment