Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

પ્રમાણિત કસોટી: અર્થ, લક્ષણો, રચનાના સોપાન: Standardized Testing

   
પ્રમાણિત કસોટી: અર્થ, લક્ષણો, રચનાના સોપાન: Standardized Testing
પ્રમાણિત કસોટી: અર્થ, લક્ષણો, રચનાના સોપાન: Standardized Testing 

પ્રમાણિત કસોટી: અર્થ 

જે કસોટી ચોક્કસ જુથ ઉપર આપીને માનાંકો શોધીને કે અન્ય રીતોથી તેને ચોક્કસ મૂલ્યાંકન કરવાની પદ્ધતિથી સજ્જા કરવામાં આવે છે આવી કસોટી કે જેમાં કસોટી આપવાની રીતગુણાંકન કરવાની રીત તથા મૂલ્યાંકન કરવાની રીત ચોક્કસ હોય તેને પ્રમાણિત કસોટી કહે છે. (Standardized Test)

 


એક પ્રમાણિત કસોટી એ છે જેમાં વિષયવસ્તુની પસંદગી અનુભવના આધાર પર કરવામાં આવી હોયજેના ધોરણો જાણીતા હોયજેન સંચાલન અને ગુણાંકન માટેની યોગ્ય પ્રયુક્તિ વિકસાવવામાં આવી હોય અને ગુણાંકન વસ્તુનિષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય.


‘ કોઈ સમષ્ટિના પ્રમાણિત નમૂનાની વ્યક્તિઓના વર્તન પસાનો અનાત્મલક્ષીપણે અભ્યાસ કરવાનું સાધન એ પ્રમાણિત કસોટી છે.

-ફ્રીમેન


‘’પ્રમાણિત કસોટી એ એક એવી કસોટી છે જેમાં કસોટીના પ્રશ્નોનાં નિશ્ચિત નમૂના હોય છેગુણાંકન કરવા માટે ખાસ દિશાસૂચનો હોય છે અને માનાંકો કે ધોરણો સ્થાપિત કરવાના હેતુથી પ્રતિનિધિરૂપ જૂથોને તે આપવામાં આવે છે.

--નોર્મન

 

પ્રમાણિત કસોટી: લક્ષણો  

  • તે શિક્ષક-નિર્મિત કસોટી કરતાં વધુ વિશ્વાસનીયપ્રમાણભૂત અને વસ્તુલક્ષી હોય છે.
  • દરેક પ્રમાણિત કસોટી ચોક્કસ હેતુ ધરાવે છે. વ્યક્તિના વિશિષ્ટ લક્ષણ.ગુણ-ક્ષમતા નું માપન માટે રચના કરેલી હોય છે. દા.ત. બુદ્ધિ કસોટીવિજ્ઞાન અભિયોગ્યતા કસોટી
  • પ્રમાણિત કસોટી નબળા અને હોશિયાર વિદ્યાર્થી ને તારવી શકે છે.
  • એના ધોરણો કે માનાંકો નિશ્ચિત કરેલા હોય છે.
  • આવી કસોટીને ઉપયોગમાં લેવાની ચોક્કસ રીતસમયમર્યાદાઉત્તર લખવાની રીતકસોટી આપતી વખતે આપવાની સૂચનાશું કરવું ? શું ન કરવું કોને આપવીવગેરે તેમજ ગુણાંકન યોજના નિશ્ચિત હોય છે. (Manual)

પ્રમાણિત કસોટી: ઉદાહરણ

સિદ્ધિ કસોટીઓ

બુદ્ધિ કસોટીઓ

અભોયોગ્યતા કસોટીઓ

રસ સંશોધનિકા

વ્યક્તિત્વ માપન

પ્રમાણિત કસોટી: ઉદાહરણ

પ્રમાણિત કસોટી: ઉદાહરણ



 


પ્રમાણિત કસોટી: રચનાના સોપાનો 

1. કસોટી રચનાના હેતુ નક્કી કરવા

  • ક્યાં હેતુસર કસોટી રચવી છે?
  • વિદ્યાર્થિની વ્યક્તિગત સિદ્ધિ જાણવા?
  • વિદ્યાર્થીનું વર્ગીકરણ કરવા?
  • ભરતી કરવા?
  • કઈ ક્ષમતાનું માપન કરવું છે?
  • શું શું અથવા ક્યાં ક્યાં ગુણ લક્ષણ માપવા છે?


2. કસોટીના પ્રાથમિક સ્વરૂપની રચના

કસોટીમાં સમાવિષ્ટ શબ્દો/બાબતની વ્યાખ્યા કરવીસંકલ્પના સ્પષ્ટ કરવી , ઘટકો નક્કી કરવા

દા. ત. બુદ્ધિ કસોટીમાં બુદ્ધિ માં કઈ કઈ બાબત આવરી લેવી

અભિરુચિ એટ્લે ક્યાં ક્યાં રસ ક્ષેત્રો આવરી લેવા?

ત્યાર બાદ કલમોની રચના કરવી જોઈએજે માટે પૂર્વે થયેલા સંશોધનોસંદર્ભોતજજ્ઞોનો અભિપ્રાય લઈ બિનજરૂરી કલમો દૂર કરવી જોઈએ

આ ઉપરાંત કસોટીનું શીર્ષકસમય મર્યાદાજરૂરી સૂચનાઓગુણાંકનઉત્તરપત્ર વગેરે તૈયાર કરવા


3. પૂર્વ અજમાઈશ કરવી

કસોટીના કાચા સ્વરૂપને જે પ્રયોગપાત્રો ને કસોટી આપવાની હોય તેમના જેવા જ અન્ય પ્રયોગ પાત્રોને નાના સમૂહ ને આપી જો કોઈ ભૂલ હોય તો શોધી શકાયખૂબ સરળ કે ખૂબ કઠિન પ્રશ્નો દૂર કરી શકાયસૂચના કે કલમની ભાષામાં ફેરફાર કરી શકાયસમયમર્યાદા નક્કી કરી શકાયઆમ આખરી સ્વરૂપ આપતા પહેલા નાના કદના નામુનાને આપવી જોઈએ 


4. કસોટીનું અંતિમ સ્વરૂપ તૈયાર કરવું

પૂર્વ અજમાઈશ કસોટીમાં જરૂરી સુધારા કર્યા બાદ કલમના કઠિનતા સરળતા મૂલ્યભેદપરખ મૂલ્ય,  કાઢી અંતિમ કસોટીમાં કલમો ચડતા ક્રમમા ગોઠવવામાં આવે છે.

 

5. કસોટીની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા નક્કી કરવી

કસોટી જુદી જુદી વખતે એક સરખું જ માપ આપે તો તે વિશ્વસનીય કહેવાયએક કરતાં વધુ પરિક્ષકો જુદા જુદા સમયે એક જ વિદ્યાર્થીના કોઈ ચોક્કસ લક્ષણું માપન કરે અને તેમના પ્રાપ્તાંકમાં સુસંગતતા હોય તો તે માપન વિશ્વાસનીય કહેવાય તે માટે કસોટી-પુન: કસોટી પદ્ધતિઅર્ધ-વિચ્છેદન પદ્ધતિસમાંતર કસોટી પદ્ધતિતાર્કિક સમાનતા પદ્ધતિવિચરણ પૃથકરણ પદ્ધતિ વપરાય છે.

 


5. કસોટીની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા નક્કી કરવી

કોઈ કસોટી નિશ્ચિત બાબતનું મૂલ્યાંકન કેટલા અંશે કરી શકે છે તે કસોટી તેટલા અંશે પ્રમાણભૂત/યથાર્થ/સત્ય  કહેવાય

કસોટી શું માપે છે અને તે કેટલું સારું માપે છે.

તે માટે વિષયવસ્તુ પ્રમાણભૂતતામાનદંડ પ્રમાણભૂતતાઘટક પ્રમાણભૂતતા નો ઉપયોગ થાય છે.

  

6. કસોટીના માનાંકો પ્રસ્થાપિત કરવા

માનાંકો એ પ્રતિનિધિરૂપ નામુનાના પાત્રોની કસોટી પરની સરેરાશ સિદ્ધિ દર્શાવે છે.

વર્ગવિસ્તાર કે વય જુથ પૈકી કોઈ પણ વ્યક્તિનું સાપેક્ષા માપ શોધવા માટે કે તુલના કરવા માનાંકો સ્થાપવામાં આવે છે.

વય માનાંકો

કક્ષા માનાંકો

પ્રતિશત ક્રમાંક માનાંકો

પ્રમાણભૂત પ્રાપ્તાંકો 


7. કસોટીની માર્ગદર્શિકા તૈયાર કરવી

અંતિમ સોપાન માં કસોટીનું નામહેતુઓવ્યાપવિશ્વકલમોનો પરિચયવિશ્વાસનીયતાપ્રમાણભૂતતા,માનાંકો,  સૂચનાઓસમયઉત્તર આપવાની રીતગુણાંકનની રીતગુણાંકન ચાવીપરિણામ અર્થઘટન કરવાની રીતકસોટીનો વ્યાપ અને મર્યાદાપ્રાપ્તિસ્થાન  વેગેરે વિગત સાથેની માર્ગદર્શિકા (Manual) તૈયાર કરવું જોઈએ 

પ્રમાણિત કસોટી: ઉપયોગો

  • વિદ્યાર્થીમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક પસંદગીના માપન માટે ઉપયોગીશક્તિ મુજબ વર્ગીકરણ કરવા
  • વિદ્યાર્થીમાં રહેલ વિશિષ્ટ શક્તિઓના માપન માટે ઉપયોગી
  • વિદ્યાર્થીમાં રહેલ અભિયોગયાતાઅભિરુચિબુદ્ધિવલણવ્યક્તિત્વ વગેરે લક્ષણનું માપન કરવા
  • સંશોધકોને સંશોધન કરવા
  • વિદ્યાર્થીઓના સહ-અભ્યાસીક પ્રવૃત્તિ માં રસના ક્ષેત્ર જાણવા
  • વ્યક્તિગત તફાવત જાણવાવર્ગખંડમાં નબળા અને હોશિયાર વિદ્યાર્થી ઓળખી ઉપચાર કરવા
  • વ્યાપાર ઉદ્યોગલશ્કરમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા ,પ્રવેશ આપવા 
  • સરકારીબિન સરકારી વહીવટી કર્મચારી પસંદગી  કરવા
  • ચોક્કસ અને વિશ્વાસનીય પરિણામ મેળવી વિદ્યાર્થી અને વાલીને સહાયરૂપ થવા

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment