મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) શોધ અંતર્ગત પી.એચ.ડી. સ્કોલરશીપનું રજિસ્ટ્રેશન ૨૦૨૧-૨૨
ગુજરાત રાજ્ય સંલગ્ન કોલેજ/ યુનિવર્સિટિમાં વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત પી.એચ.ડી.માં અભ્યાસ કરતા તમામ વિધ્યાર્થિઓને જણાવવાનું કે ગુજરાતસરકાર દ્રારા મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) શોધ અંતર્ગત પી.એચ.ડી. સ્કોલરશીપનું રજિસ્ટ્રેશન ૨૦૨૧-૨૨ હાલ ચાલુ થઈ ગયેલ છે,
આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને બે વર્ષ સુધી દરમહિને ૧પ,૦૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત પીએચ.ડી.ના વિદ્યાર્થીને આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક ર૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. વર્ષે કુલ બે લાખ રૂપિયા પ્રમાણે સંશોધકને બે વર્ષના અંતે ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ખૂબ જ લાભદાયી અને મહત્ત્વાકાંક્ષી આ યોજનાથી વિદ્યાર્થીમાં સંશોધનની સજ્જતા વધશે. ગુજરાતની જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃદ્ધિ થશે
ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારિખ : ૧૫/૦૨/૨૦૨૨.
ઓનલાઈનઅરજી કરવાની વેબ સાઈટ: https://mysy.guj.nic.in/shodh/
જરુરી ડોક્યુમેંટ્સ:
૧) આધાર કાર્ડ્ jpg
(૨)બોનાફાઈડ સર્ટિ jpg
(૩)કાસ્ટ સર્ટિ jpg(જરુરિ હોય તોજ)
(૪)સેવિંગ બેંક એકાઉંટ પાસ બુક/ચેક બુક jpg
(૫)પીજી ડિગ્રી સર્ટિ jpg
(૬)પીજી માર્ક્શીટ jpg
(૭) પી.એચ.ડી. રજિસ્ટ્રેશનફી રશીદ jpg
(૮) પી.એચ.ડી. ટર્મ-૧ ફી રશીદ jpg
(૯)પાસપોર્ટ સાઈઝ ફોટો jpg
(૧૦) પી.એચ.ડી. રિસર્ચ પ્રપોઝલ વિથ ગાઈડ એંડ એચ.ઓ.ડી સાઈન jpg
(૧૧) રીસર્ચ પ્રપોઝલ પીપીટી- pdf
(૧૨)એસ.એસ.સી સર્ટિફિકેટ jpg
(૧૩)યુ.જી.ડિગ્રી સર્ટિ jpg
(૧૪) યુ.જી. માર્ક્શીટ jpg
(૧૫) યુનિવર્સિટિ/ કોલેજ આઈ.ડી.કાર્ડ. jpg
(૧૬)નેટ/સેટ સર્ટિ (લાયકાત હોય તો).jpg
(૧૭) સેલફ ડિક્લેરશન(હોમપેજ પરથી ડાઉનલોડ કરવુ).
વધુ માહિતિ માટે વેબ સાઈટની મુલાકાત લો, આભાર.
પી.એચ.ડી. કરતા મિત્રો ને શેર જરૂર કરજો
If you have any doubts, questions, query or suggestions please comment