Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

વિદ્યા સહાયક ભરતી - 2022 Vidhyasahayak Bharti 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

અરજી ફોર્મ સાથે જોડવાના આધારો 1 થી 5 માં શિક્ષક માટે

Attachment

અરજી ફોર્મ સાથે જોડવાના આધારો 6 થી 8 માં શિક્ષક માટે

Attachment

 » »વિદ્યાસહાયક ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ http:/vsb.dpegujarat.in ઉપરથી ઘટની જાહેરાત ક્રમ (૧) અને (૨) માટે તા.૦૫/૦૨/૨૦૨૨ થી તા.૧૪/૦૨/૨૦૨૨ અને સામાન્ય જગ્યાની જાહેરાત ક્રમ (૩) અને (૪) માટે તા.૦૭/૦૨/૨૦૨૨ થી તા.૧૬/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

»» અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મુક્વામાં આવેલ ઉમેદવારો માટેની સુચનાઓ, ઠરાવો, પરિપત્રો અને પત્રકોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો.

»»ઉમેદવારોએ સૌથી પહેલાં રજિસ્ટ્રેશન લિન્ક ઉપરથી પોતાની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ લોગિન થયેથી અરજીપત્રક ખુલશે. ઓનલાઈન અરજીપત્રકની વિગતો કોલમ મુજબ ક્રમશઃ ભરી અરજીપત્રક Save કરવાનું રહેશે. ઓનલાઈન Save કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી લાગુ પડતાં તમામ આધાર પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ અરજીપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ઓન-લાઇન ભરેલું ફોર્મ કમ્પ્યુટર ઉપર SAVE કરતાં પહેલાં તે માહિતી ઓનલાઈન ચકાસી લેવી અને ભરેલા
ફોર્મમાં કોઇપણ ફેરફાર કરવો હોય તો તે કરી લેવો. એકવાર સ્વીકાર કેન્દ્ર ક્યારે અરજીપત્ર Final Submit થયા
બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં.

»»અરજી પત્રની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રો ઉપર ઘટની જાહેરાત ક્રમ (૧) અને (૨) માટે તા.૦૫/૦૨/૨૦૨૨ થી તા.૧૪/૦૨/૨૦૨૨ અને સામાન્ય જગ્યાની જાહેરાત ક્રમ (૩) અને (૪) માટે તા.૦૭/૦૨/૨૦૨૨ થી તા.૧૬/૦૨/૨૦૨૨ (રવિવાર અને જાહેર રજા સિવાય) સુધી રૂબરૂમાં સવારના ૧૧:૦૦ ક્લાથી સાંજના ૫:૦૦ ક્લાક સુધી સ્વીકારવામાં આવશે.

»»પ્રિન્ટ કરેલા ફોર્મમાં કોઇપણ જાતના સુધારા વધારા કે છેકછાક કરેલા ફોર્મનો સ્વીકાર કરાશે નહિ. આમ છતાં જિલ્લા કક્ષાએ Final Submit થયા બાદ પણ જો કોઇ સુધારો કરવાની જરૂર જણાય તો કામ ચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ થયા બાદ ક્ષતિ સુધારણામાં ઓનલાઈન ક્ષતિ  સુધારણા ફોર્મ મેળવી સુધારો કરી શકાશે. પરંતુ નવિન વિગત /માહિતી /લાયકાત ઉમેરી શકાશે નહીં.

»»સ્વીકાર કેન્દ્રની યાદી વેબસાઇટ http:/vsb.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ છે. અરજીપત્રની હાર્ડકોપી રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલ ફી ભરી, સહી કરેલી પહોંચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર કેન્દ્ર મારફ્ત અરજી પત્રક Final Submit કરાવવું. Final Submit થયા સિવાયનું કોઇપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

»»અરજી પત્રક Final Submit કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સ્વીકારનારની સહીવાળી પહોંચ મેળવી સાચવવી,અને પસંદગી સમયે અચુક સાથે લાવવી

»» સ્વીકાર કેન્દ્ર અથવા ભરતી કાર્યાલયની ક્વેરીએ ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. રજૂ થયેલ અરજીપત્રો રદ ગણાશે.


પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ ડૉ. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) ની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-6/K, તા૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે. 

સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨

વિદ્યા સહાયક ભરતી - 2022


જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક/માંગણાપત્રક આધારે દર્શાવેલ છે.

(૧) ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાકથી તા.૧૬/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુ ધી ભરી શકાશે. 
(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસં દગી પ્રક્રિયાના નિયમો સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂ ર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. 
(3) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા૧૬/૦૨/૨૦૨૨ (૧૭.૦૦ કલાક સુધી છે.



વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨

વિદ્યા સહાયક ભરતી - 2022

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જ્ગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવે છે. 

જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક/માંગણાપત્રક આધારે દર્શાવેલ છે. (૧) ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા.૦૫/૦૨/૨૦૨૨ સવારના ૧૧:૦૦ કલાકથી તા૧૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.

(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસં દગી પ્રક્રિયાના નિયમો સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂ ર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. 
(3) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૪/૦૨/૨૦૨૨ ૧૭:૦૦ કલાક સુ ધી છે.

Important Dates :- 

For Advt. 03/04

  • Online application submission starting date : 07/02/2022
  • Online application submission last date : 16/02/2022

 For Advt. 01/02

  • Online application submission starting date : 05/02/2022
  • Online application submission last date : 14/02/2022

Educational Qualification


vidya sahayak merit calculation વિદ્યાસહાયક મેરીટ ગણતરી

vidya sahayak merit calculation વિદ્યાસહાયક મેરીટ ગણતરી

vidya sahayak merit calculation વિદ્યાસહાયક મેરીટ ગણતરી

vidya sahayak merit calculation વિદ્યાસહાયક મેરીટ ગણતરી


Official Websites :-




No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment