Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

LMS (learning Management System) શું છે?

 LMS (learning Management System) શું છે?

LMS (learning Management System) શું છે?

લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમને ટૂંકમાં LMS તરીકે પણ ઓળખવામાં આવે છે. 

  • શાળાઓ અને યુનિવર્સિટીઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓની સુવિધા માટે LMS નો ઉપયોગ કરે છે.
  • LMS એ વેબ એપ્લિકેશન અથવા વેબ-આધારિત તકનીક છે, જેનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક અભ્યાસક્રમો, તાલીમ કાર્યક્રમો બનાવવા અને તેનું સંચાલન કરવા માટે કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમનું સંચાલન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
  • A learning management system (LMS) is a software application for the administration, documentation, tracking, reporting, automation, and delivery of educational courses, training programs, or learning and development programs.
  • computer-managed instruction (CMI), 
  • integrated learning systems (ILS), 
  • computer-based instruction (CBI), 
  • computer-assisted instruction (CAI), 
  •  computer-assisted learning (CAL). 
  • FirstClass by SoftArc, used by the United Kingdom's Open University in the 1990s and 2000s to deliver online learning across Europe, was one of the earliest internet-based LMSs.
  •  કર્ણાટક સરકારે ડિજિટલ મોડમાં લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) શરૂ કરી છે, તે રાજ્યની સરકારી કૉલેજોમાં લાગુ કરવામાં આવશે. આ ડિજિટલ પ્લેટફોર્મમાં PPT, વીડિયો, ક્વિઝ, અસાઇનમેન્ટ્સ અને યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવેલી ઇ-સ્ટડી સામગ્રીનો સમાવેશ થાય છે. ઉપલબ્ધ રહેશે. દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે, જેનો હેતુ ડિજિટલ શિક્ષણ છે https://karnatakalms.com/


LMS : લક્ષણો/ફાયદા 

  1. Monitoring Course Usability and User Productivity : LMS ની મદદથી, મેનેજર અથવા શિક્ષક ટ્યુટોરિયલ્સ અને અભ્યાસક્રમોની ઉપયોગ પર નજર રાખી શકે છે. મતલબ કે આપણે આની મદદથી વિશ્લેષણ કરી શકીએ છીએ કે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં કેટલો સક્ષમ છે. આ સાથે, જે વિદ્યાર્થીઓ જ્ઞાન અથવા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે આવે છે, તેમની પ્રગતિ અને કામગીરી પર પણ LMSની મદદથી નજર રાખી શકાય છે.
  2. User Friendly :- આનો ઉપયોગ કરીને કોઈપણ વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે ઈન્ટરનેટથી કનેક્ટ થઈને જ્ઞાન મેળવી શકે છે. તે  સમય અને  તમામ પ્રકારની ભૌગોલિક મર્યાદા પણ દૂર કરે છે, જેના કારણે ઉચ્ચ ગુણવત્તાવાળા ટ્યુટોરિયલ્સ તમામ વિદ્યાર્થીઓ માટે સુલભ છે.
  3. Multiplatform support : લોકો તેમની સુવિધા અનુસાર સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ઓનલાઈન તાલીમ અભ્યાસક્રમો પણ મેળવી શકે છે.
  4.  Support Services : વિવિધ મદદ પણ પૂરી પાડે. તમારા પ્રશ્નો પૂછી શકો. Difficulty સોલ્વ કરવા શિક્ષક સાથે ઑડિયો અથવા વિડિયો ચેટ કરી શકે છે. અન્ય વિદ્યાર્થીઓ ચેટ ગ્રૂપમાં પોતાના પ્રશ્નો મૂકી ચર્ચા કારી શકે છે. ટેકનિકલ સહાય માટે પણ કોંટેક્ટ ઈમેઇલ કે ટોલ ફ્રી નંબર હોય છે.
  5. Interactive :- વિદ્યાર્થી સક્રિય રહીને ભણે તે માટે  Game, Quiz, Awards, badges ના માધ્યમથી ભણે પોતે કશુક ઓનલાઈન કાર્ય કરી શીખે.
  6. Multimedia teaching: , ઓડિયો, વિડીયો, ચાર્ટ્સ, animated video, infographics, images, text, લેકચર નો સમન્વય કરી મલ્ટીમીડિયા ટીચિંગ
  7. Easy to update: સમય સાથે નવા update apply કરી અધ્યતન કરી શકાય. નવા વર્ઝન માં વધુ સુવિધા નવું કન્ટેન્ટ પીરસી શકાય

LMS શું છે? ગેરફાયદા

  • ઇન્ટરનેટ કનેક્શન, સ્માર્ટફોન કે કમ્પ્યુટર જરૂરી
  • ટેકનિકલ તાલીમ વિના વપરાતા ન આવડે
  • શરૂમાં આવો સૉફ્ટવેર તૈયાર કરવો ખૂબ ખર્ચાળ અને મહેનત માંગે . તેને તૈયાર કર્યા બાદ ભારત જેવા દેશમાં દરેક સુધી પહોચાડવો કે દરેક ખરીદી શકે એવું ન પણ બને 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment