IITE B.ED. SEM-III- PAPER- AE-1
Assessment and Evaluation in Learning Unit-4
Grade and Grading System Meaning, Types (Absolute and Comparative or Relative Grading), Merits and limitationsપ્રસ્તાવિક
વિદ્યાર્થિની
સિદ્ધિના માપન માટે તેમની પરીક્ષા લઈ ઉત્તરપત્રોનું ગુણાંકન કરી ટકાવારી મુજબ
પ્રથમ, દ્વિતીય ક્રમ અપાય
છે આ ગુણ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે.
William Farish
was a tutor at Cambridge University in England in 1792 ગ્રેડિંગ
સિસ્ટમ આપી
એ પહેલા જોડા
બનાવતી ફેક્ટરીમાં જોડાની ગુણવત્તા મુજબ ગ્રેડ આપવાની પદ્ધતિ હતી અને એ મુજબ નક્કી
થતું કે પગાર આપવો કે નહીં
ગ્રેડ અને ગ્રેડિંગ સિસ્ટમનો અર્થ
‘Gradus’ (Latin) શબ્દ પરથી અર્થ થાય step.
ગ્રેડ એ કોઈ
વસ્તુના ચોક્કસ પરિમાણ અને વ્યક્તિત્વના લક્ષણો, ગુણો, વર્તનો,
ક્ષમતાઓ વગેરેનું માપન કરવા માટે કોઈ ચોક્કસ માપદંડ (scale) નો ઉપયોગ
દર્શાવે છે. આ માપદંડ જુદા જુદા માપબિંદુઓમાં વિભાજિત થયેલ હોય છે.
વિદ્યાર્થીઓએ
પ્રાપ્ત કરેલ ગુણને ગ્રેડમાં પરીવર્તન કરી પરિણામપત્રકમાં ગ્રેડ અને ગ્રેડિંગ
પોઈન્ટ દર્શાવવાની પદ્ધતિ એટ્લે ગ્રેડિંગ સિસ્ટમ
તે ત્રિ બિંદુ, પાંચ બિંદુ, સપ્તબિંદુ
કે નવ બિંદુ સ્કેલ ગ્રેડ માં દર્શાવી શકાય
ગ્રેડ આપવા
અંગ્રેજી મૂળાક્ષર O, A, B, C, D,
E અથવા અંકો 1, 2, 3, 4... એમ ઉપયોગમાં લેવાય છે
ગ્રેડ એ
વિદ્યાર્થિની પ્રગતિની કક્ષા દર્શાવે છે
માપન માટેના
તમામ માપબિંદુ ને નિશ્ચિત તીવ્રતા અથવા નિશ્ચિત પ્રમાણને અંતરે ક્રમિક કક્ષાઓમાં
વહેચીને દરેક કક્ષાને અલગ ઓળખ આપવામાં આવે છે. આ ઓળખ એટ્લે ગ્રેડ અને આ પ્રમાણે
શ્રેણી ક્રમાંકન આપવાની રીત એટ્લે ગ્રેડિંગ સિસ્ટમ
ગ્રેડના પ્રકાર
સાંખ્યક ગ્રેડ:
ઉતરતા કે ચડતા ક્રમમા અંકો આપવામાં આવે 1, 2, 3, 4, વગેરે
વર્ણ ગ્રેડ:
અંગ્રેજી મૂળાક્ષર ને ચડતા કે ઉતરતા ક્રમમા ગોઠવી ને ગ્રેડ આપવામાં આવે - O, A, B, C, D, E
શાબ્દિક ગ્રેડ:
માપલક્ષણની તીવ્રતા શબ્દો દ્વારા આપવામાં આવે જેમકે Outstanding, excellent, very good,
good, fair, average, dropped
ભારતમાં ગ્રેડિંગ સિસ્ટમ શા માટે આવી ?
2. વિદ્યાર્થીને એક જૂથમાં હોવાથી પોતાની સારી અને નબળી બાબત પ્રત્યે ખ્યાલ આવે છે. શિક્ષકને પણ આવા વિદ્યાર્થીઓ ના જુથ પર ધ્યાન આપવા અંગે નિર્દેશ મળે છે.
3. વાલીને પણ પોતાના બાળકની ક્ષમતા અને કઈ બાબત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે તેનો ખ્યાલ આવે
4. પૂરા દેશમાં શાળા અને કોલેજોમાં એકસૂત્રતા રહે
GPA અને SGPA શું છે?
Grade Point Average –સેમેસ્ટર કે કોર્સ ના અંતે સરેરાશ
ગ્રેડ દર્શાવે તેના બે પ્રકાર
SGPA- Semester Grade Point Average-પ્રત્યેક સેમેસ્ટર ના અંતે
મેળવેલ ગ્રેડ ની સરેરાશ
CGPA –Cumulative Grade Point Average-સમગ્ર કોર્સના અંતે બધા જ
સેમેસ્ટરનો કુલ કાર્ય દેખાવ દર્શાવે દા.ત. સ્નાતક કોર્સમાં છ સેમેસ્ટર હોય તો તે
મુજબ
Credit Based Course Example |
ગ્રેડિંગ પદ્ધતિ
Direct અને Indirect grading
પ્રત્યક્ષ ગ્રેડિંગ માં દરેક ગ્રેડ ને અગાઉથી એક
કિંમત આપેલ હોય. જે ગ્રેડ આપવામાં આવે તેની કિંમતનો સરવાળો કરી કુલ સંખ્યા વળે
ભાંગવાથી સરેરાશ ગ્રેડ મળે –શિક્ષક સીધા જ ગ્રેડ આપે છે. ત્યાર
બાદ GPA ગણવામાં આવે છે
સામાન્ય રીતે બિન-વિદ્યાકીય બાબતો માં વપરાય છે.
શિક્ષક ગુણ ના આધારે ગ્રેડ આપે છે. આમ ગુણને ગ્રેડ
માં પરિવર્તિત કરાય છે.
તેની
બે રીત છે.
નિરપેક્ષ
Absolute
સાપેક્ષ
Relative
ગ્રેડિંગ પદ્ધતિ: નિરપેક્ષ Absolute Grading
પરીક્ષણના પૂર્વનિર્ધારિત માપદંડના આધારે વ્યક્તિગત ક્ષમતાને ધ્યાનમાં લઈ અન્ય સાથે તુલના કર્યા સિવાય બાળકોને ગ્રેડ પ્રદાન કરવા એટ્લે નિરપેક્ષ ગ્રેડિંગપૂર્વનિર્ધારિત
માપદંડની જાણ વિદ્યાર્થીઓને અગાઉથી કરવામાં આવે છે. કાર્ય શરૂ કર્યા પહેલા
અગાઉથી કટ ઓફ લેવલ અનુસાર ગ્રેડ નક્કી
કરી લેવામાં આવે છે.
ગુણનું સીધું જ ગ્રેડમાં પરીવર્તન –સામે કોષ્ટક જુઓ
ગ્રેડિંગ પદ્ધતિ: નિરપેક્ષ Absolute Grading: ફાયદા
1. ગ્રેડિંગ ના માપદંડ
પૂર્વનિર્ધારિત હોવાથી વિદ્યાર્થીને લક્ષ્યપ્રાપ્તિની અગાઉથી જાણ રહે છે. કે 90
વધુ લાઈએ તો ‘A’
ગ્રેડ મળશે
2. મળેલ ગ્રેડ ના આધારે જે તે
વિષયના જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવાનું આયોજન કરી શકાય. રહી ગયેલ કચાશ દૂર
કરવા મહેનત કરી શકાય
3. શિક્ષક પક્ષે
વિદ્યાર્થીઓમાં કેટલું વર્તન પરીવર્તન લાવવાનું છે તે સ્પષ્ટ ધ્યેય હોય છે.
4. વિદ્યાર્થીની તુલના ન થતી
હોવાથી અન્યએ શું સિદ્ધ કર્યું તેના પર નહીં જાત પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકે
છે.
5. વિદ્યાર્થી પોતાની આવડત અને
નબળાઈથી પરિચિત થાય છે.
6. તેનો ગ્રેડ અન્ય વિદ્યાથીના
ગ્રેડ પર આધારિત ન હોવાથી તે જેટલું ઊંચું પરિણામ મેળવવા ઈચ્છતો હોય તેટલી વધુ
મહેનત કરી લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.
7. વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધાનો
અવકાશ રહેતો નથી. વાતાવરણ તદુરસ્ત રહે છે.
8. સહકારયુક્ત વાતાવરણ આ
પદ્ધતિનું જમા પાસું. વિદ્યાર્થીઓ એકબીજાને પૂરતો સહકાર આપે છે. વેરવૃતિ કે
ઇર્ષ્યાવૃતિ નથી.
ગ્રેડિંગ પદ્ધતિ: નિરપેક્ષ Absolute Grading: ગેરફાયદા/મર્યાદા
- જો કોઈ વિદ્યાર્થીને જે તે વિષયમાં ઊંચો ગ્રેડ પ્રાપ્ત કર્યો હોય અને તેજ સમૂહમાં પોતાના સ્થાનથી અજાણ હોય તો પોતાના વિષે ખોટ ઊંચો અભિપ્રાય બાંધી લે છે. જે તેની પ્રગતિમાં બાધરૂપ છે.
- વિદ્યાર્થીને વ્યક્તિગત ભિન્નતાના આધારે અલગ પડી શકતા નથી. વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચેની વ્યક્તિગત ભિન્નતાથી શિક્ષક અજાણ રહે છે.
- વિદ્યાર્થીનું જૂથમાં ક્યૂ સ્થાન છે તેનો તેને ખ્યાલ આવતો નથી.
- એક વાર આ ગ્રેડિંગની ટેવ પડે પછી સ્પર્ધાત્મક પરીક્ષા કે તુલનાત્મક ગ્રેડિંગ સિસ્ટમ માં ટકી રહેવા મુશ્કેલી ઊભી થાય છે.
ગ્રેડિંગ પદ્ધતિ: સાપેક્ષ Relative Grading
જૂથના
અન્ય સભ્યોના સંદર્ભમાં ગ્રેડ આપવામાં આવે –જે તે પેપરમાં જૂથના દેખાવના આધારે
ગ્રેડ
જ્યારે
જૂથમાં 30 થી વધુ વિદ્યાર્થી હોય ત્યારે આ રીત વધુ યોગ્ય. તેમાં પ્રાપ્તાંકોનો
મધ્યક, પ્રમાણ વિચલન શોધવામાં આવે છે.
ઉદા.
એક 50 ના વર્ગમાં એક વિષયમાં 100 ગુણમાથી બધાને 80 થી 90 વચ્ચે ગુણ આવ્યા. 80 થી
84 લાવનાર ને c ગ્રેડ, 85 થી 87 લાવનારને B ગ્રેડ
અંદ 88 થી વધુ લાવનારે ને A ગ્રેડ આપવાનું નક્કી કરાય.
• For example, a commonly
followed relative grading would be:
• A = Top 10% of students
• B = Next 25% of students
• C = Middle 30% of students
• D = Next 25% of students
• F = Bottom 10% of students
• Also, sometimes, some
institutions would set the structure for relative grading like mentioned below:
• A = top 60%
• B = next 30%
• C = next 10%
• D, F = Should never happen
ગ્રેડિંગ પદ્ધતિ: સાપેક્ષ Relative Grading
For example, a commonly
followed relative grading would be:
A = Top 10% of students
B = Next 25% of students
C = Middle 30% of students
D = Next 25% of students
F = Bottom 10% of students
Also, sometimes, some
institutions would set the structure for relative grading like mentioned below:
A = top 60%
B = next 30%
C = next 10%
D, F = Should never happen
ગ્રેડિંગ પદ્ધતિ: સાપેક્ષ Relative Grading:ફાયદા
• જૂથમાં પોતાનું સ્થાન
બનાવવા ઉત્સાહી વિદ્યાર્થી વ્યક્તિગત મર્યાદાઓ પાર કરી મહેનત કરી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત
કરવા પ્રયત્ન કરે છે.
• વિદ્યાર્થિની તુલના માટે આ
પદ્ધતિ શ્રેષ્ઠ જૂથને વર્ગીકૃત કરી શકાય છે.
• પરિક્ષાની મર્યાદા પર કાબૂ
પ્રાપ્ત કરી શકાય. પ્રશ્ન પત્રની કઠિનતા, મૂલ્યાંકન ની મર્યાદા વગેરે
• વિદ્યાર્થીને જૂથમાં
પોતાનું સ્થાન ખબ ર પડવાથી પોતાના સુધારનું આયોજન કરી શકે છે.
ગ્રેડિંગ પદ્ધતિ: સાપેક્ષ Relative Grading: ગેરફાયદા/મર્યાદા
• સાપેક્ષ ગ્રેડિંગ સહકારને
બદલે સ્પર્ધાને ઉત્તેજન આપે છે. જૂથના સભ્યો કરતાં સારું પરિણામ મેળવવા માટેની
દોડમાં સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ પામેછે.
• વિદ્યાર્થીનો ગ્રેડ એ પોતે
મેળવેલ ગુણને આધારે નથી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ પર
આધારિત હોય છે. વિદ્યાર્થીએ પોતાનો ગ્રેડ પ્રાપ્ત કરવા અન્ય વિદ્યાર્થીઓના ગ્રેડ
પર આધારિત રહેવું પડે છે.
• અહીં ગ્રેડિંગ માટેના ધોરણો
પૂર્વનિર્ધારિત ન હોવાને કારણે વિદ્યાર્થીને પોતે પ્રાપ્ત કરવાના ગ્રેડ અંગેનું
કોઈ ચોક્કસ ધ્યેય હોતું નથી. વિદ્યાર્થીને એ વાતની જાણ હોતી નથી કે ‘A’ ગ્રેડ
લાવવા કેટલા માર્કસ લાવવા પડશે.
• એક વર્ગમાં 45 ગુણ મેળવનાર
વિદ્યાર્થી ઓછા બુદ્ધિશાળી વર્ગમાં B
ગ્રેડ પ્રાપ્ત કરે છે, જ્યારે આટલા જ ગુણ મેળવનાર
વિદ્યાર્થી બીજા ઉચ્ચ બુદ્ધિશાળી વર્ગમાં ‘D’ ગ્રેડ પ્રાપ્ત
કરે છે. બંને વિદ્યાર્થીના બૌદ્ધિક સ્તર સમાન હોવા છતાં જૂથના લક્ષણોને કારણે
તેઓનો ગ્રેડ બદલાય છે.
• સાપેક્ષ ગ્રેડિંગમાં જો
વિદ્યાર્થીઓના ગુણ મર્યાદિત અંતરાલ કે વિસ્તારમાં સમાઈ જતા હોય તો બે વિદ્યાર્થીઓ
વચ્ચેના નાના તફાવતને કારણે પણ ગ્રેડમાં પરિવર્તન આવી શકે છે. જેમકે તમામ
વિદ્યાર્થીઓના ગુણ 60 થી 75 વચ્ચે સમાઈ જતા હોય તો વિસ્તાર ખૂબ નાનો હોવાને કારણે
ગ્રેડ અંતરાલ ખૂબ નાનો બની જાય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના ગુણમાં બહુ વધારે
તફાવત ન હોવા છતાં ગ્રેડ અલગ આવી શકે છે.
• સાપેક્ષ ગ્રેડિંગની સમસ્યા કે મર્યાદા તેના
માનાંકોના અસાતત્યપણામાં છૂપાયેલ છે. પૂર્વનિર્ધારિત ન હોવાને કારણે તે હંમેશા
શિક્ષક પર આધાર રાખે છે. શિક્ષક જે રીતે કાર્યને મૂલવે કે જે રીતે તેનું અર્થઘટન
કરે તેના આધારે તે માનાંકો નક્કી કરે છે. જેના લીધે સાપેક્ષ ગ્રેડિંગમાં ઘણી વખત
વિદ્યાર્થી તેના ગુણ કે ગ્રેડ બાબતે અસંતોષ પ્રગટ કરતો દેખાય છે.
ગ્રેડિંગ પદ્ધતિ: ફાયદા
• વિદ્યાર્થીઓ વચ્ચે હોશિયાર અને
નબળા વચ્ચે બિનજરૂરી સ્પર્ધા દૂર કરે છે.
• વિદ્યાર્થીઓ પોતાને અન્ય
સાથે તુલના ન કરતાં હોવાથી માનસિક તાણ ઘટે છે.
• શિક્ષણ વ્યવસ્થામાં નાપાસ
એવો શબ્દ દૂર થાય અને અનેક વિદ્યાર્થીના જીવ બચે.
• શિક્ષક, વાલી અને
વિદ્યાર્થીને તેમના સમજ સ્તરનું આકલન કરવામાં મદદ કરે છે.
• નબળા, મધ્યમ અને
હોશિયાર એમ જુથ પાડી શિક્ષક વિશિષ્ટ પદ્ધતિથી ભણાવી શકે.
• વિદ્યાર્થી પોતાની સારી
બાબત અને નબળાઈ જાણી શકે. કે તેઓ ક્યાં વિષયમાં નબળા છે.
• માત્ર ગુણ પ્રાપ્ત કરવાની
દોડ લગાવતા નથી. માત્ર ગ્રેડ પૂરતો લાગે છે. અન્ય પ્રવૃતિમાં પણ ધ્યાન આપી શકે
છે.
ગ્રેડિંગ પદ્ધતિ: મર્યાદા
• વિદ્યાર્થીને મેળવેલ ગુણ
વચ્ચેના તફાવત ધ્યાન બહાર રહી જાય.
• વર્ગમાં toppers પર
કોઈ ધ્યાન ન આપે કેમ કે ઘણા વિદ્યાર્થીને A ગ્રેડ આવ્યો હોય.
આથી તેઓ નિરાશ થાય છે અને આત્મવિશ્વાસ ગુમાવી શકે છે.
• અમુક ગ્રેડિંગ પદ્ધતિમાં
75%, 80%, 90 % લાવનારને પણ એક સરખો જ ગ્રેડ અપાય.
• વિદ્યાર્થીઓમાં સ્પર્ધાનું
તત્વ રહેતું નથી. ઘણીવાર તેઓ આળસુ બને અથવા ગુણ માટે પૂરતું ધ્યાન ન આપે તેવું પણ
બને.
• જો વિદ્યાર્થીને એમ લાગે કે
ગ્રેડ માત્ર અભ્યાસ નહીં પરંતુ સ્વાધ્યાય, પ્રોજેકટ અને હાજરી ના આધારે પણ
આપવામાં આવશે ત્યારે આ બાબતો પર ભાર આપી ગ્રેડ મેળવી લે અને વાસ્તવિક જ્ઞાન ન
મેળવે.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment