ઓપન બુક પરીક્ષા: વિભાવના
ખુલ્લી કિતાબ પરીક્ષા
પરીક્ષા દરમિયાન પાઠ્યપુસ્તક, નોંધ, અન્ય સંદર્ભ સાહિત્ય કે સામગ્રી લાવવાની છૂટ આપવામાં આવે અને તેની મદદથી ઉત્તરો લખવાનું કહેવામા આવે તેવી પદ્ધતિ એટ્લે ઓપન બુક પરીક્ષા.
આ પરીક્ષા ઘેર રહીને પણ આપવામાં આવે છે.
પરીક્ષા અગાઉ પ્રશ્નો સમૂહ અને તે સંબંધિત અધ્યાપન સાહિત્ય અંગે જાણ કરવામાં આવે છે જેથી તેઓ તૈયારી કરી શકે.
ઓપન બુક પરીક્ષા: જરૂરિયાત
- વિષયવસ્તુ બરાબર સમજવા માટે-પરંપરાગત પદ્ધતિમાં માહિતી માત્ર યાદ રાખવાની જ્યારે અહી પરીક્ષામાં યાદશક્તિ પર ભાર નહીં પણ સમજશક્તિનું માપન.
- ઉચ્ચ સ્તરના વિચાર કૌશલ્ય વિકાસ માટે (તુલના, પૃથ્થ્કરણ, વિશ્લેષણ, સંશ્લેષણ, મૂલ્યાંકન, તર્ક, સર્જન વેગેરે)
- વિસ્તૃત સાહિત્ય અને અનેક સ્ત્રોત માથી ઉત્તર તૈયાર કરી વિદ્યાર્થિની નોંધ ક્ષમતા અને અભ્યાસ ક્ષમતા વધારવા
- પરિક્ષાની ગેરરીતિ ટાળવા, પેપર ફૂટવા, ચોરી કરવી, કોપી કરવી વગેરે દૂર કરવા
- સમય અને શક્તિનો બચાવ કરવા, પરીક્ષા સંચલા સરળ કરવા-ઓનલાઈન પણ લઈ શકાય. અલગ સ્ટાફ ની જરૂર રહેતી નથી.
- ઓનલાઈન પરિક્ષાથી કાગળ બચે એટ્લે પર્યાવરણ જાળવણી અને સાથે ભૌગોલિક અંતરનું બંધન નહીં.
ઓપન બુક પરીક્ષા: લાભ
- યાદશક્તિ અને ગોખણપટ્ટીમાથી મુક્તિ. આંકડા, હકીકતો, આકૃતિ, સૂત્રો, નિયમો યાદ રાખવામાથી મુક્તિ
- પરીક્ષા પોતે પણ એક અધ્યયન પ્રક્રિયા બને છે
- માહિતીની પુન:પ્રાપ્તિ શક્તિ ચકાસે અને લાંબા સમય સુધી યાદ રહે છે કેમ કે જાતે જવાબ શોધ્યો છે.
- અર્થગ્રહણ અને સંશ્લેષણ કૌશલ્ય વિકસાવે-જુદા જુદા સ્ત્રોતમાથી માહિત શોધતા શીખે
- પરીક્ષા અંગેનો ડર અને ચિંતામાથી મુક્તિ આપે.
- વિદ્યાર્થીમાં સર્જનશીલ વિચાર કૌશલ્ય વિકસે છે અને માહિતીનું અર્થઘટન કરતાં શીખે છે.
- ઉચ્ચ કક્ષાના પ્રશ્નો પૂછી શકાય છે. જેમાં સમસ્યાઉકેલ, વિવેચનાત્મક, તર્કશક્તિ અને સર્જનશક્તિને ધ્યાનમાં રાખી સમજ, ઉપયોજન, સંશ્લેષણ અને વિશ્લેષણ એમ દરેક હેતુને ધ્યાનમાં રાખી પ્રશ્નો પૂછી શકાય.
- વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવત સંતોષી શકાય
- વિદ્યાર્થી પોતાના વિચાર રજૂ કરી શકે
- પરિક્ષાના ડરને લીધે બનતા અણબનાવ રોકી શકાય છે.
ઓપન બુક પરીક્ષા: ગેરલાભ
- દરેક વિદ્યાર્થી પાસે જરૂરી સ્ત્રોત પૂરા પાડવા મુશ્કેલ
- પુસ્તકાલય પાસે મર્યાદિત સંખ્યામાં જ પુસ્તકો હોય છે. કેટલાક સંદર્ભ પુસ્તકો મોંઘા હોય જે દરેક ને ન પરવડે.
- પરીક્ષા સમયે ખૂબ વિશાળ જગ્યા જોઈએ. મોટી ડેસ્ક.
- વિદ્યાર્થીઓ આ પ્રકારે પરીક્ષા પદ્ધતિથી ટેવાયેલ ન હોય તો નવું લાગે
- આ પ્રકારની પરીક્ષા પદ્ધતિ હજુ વિકાસની અવસ્થામાં છે પૂર્ણ વિકસિત નથી. તેના નિયમો અને પ્રક્રિયા અંગે હજુ વિચાર વિમર્શ ચાલે છે.
- બધા જ વિદ્યાર્થીઓમાથી હોશિયાર અને નબળા નક્કી કરવું મુશ્કેલ કેમ કે જોઈને ઉત્તર લખવાના છે.
- વિદ્યાર્થીઓ ખૂબ સમય લે અનેકોઈ પ્રશ્ન ના ઉત્તરમાં ખૂબ સમય આપે ત્યારે અન્ય ઉત્તર રહી જાય.
- વિદ્યાર્થીઓ પુસ્તકમાથી કોપી કરે પોતાનું જ્ઞાન, સમજ અને વિચાર શક્તિનો ઉપયોગ જ ન કરે.
- પરીક્ષાનો ડર ન હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ માં પૂરતું ધ્યાન આપતા નથી. પાયાના ખ્યાલો પણ યાદ ન રાખે. એટ્લે તેમનું સામાન્ય જ્ઞાન ઘટે
- વિદ્યાર્થીને ઓપન બુક પરીક્ષામાં ઉત્તરો કેમ લખવા તેની તાલીમ આપવી જોઈએ નહિ તો પુસ્તકમાંથી બેઠું લખે તેનો કોઈ અર્થ નહીં.
- આ પ્રકારે આવેલ ઉત્તરવહી ચકાસવા માટે યોગ્ય શિક્ષકો જોઈએ. મૂલ્યાંકન મુશ્કેલ. તેની તાલીમ આપવી પડે. પ્રશ્નપત્ર તૈયાર કરવું પણ અઘરું છે.
If you have any doubts, questions, query or suggestions please comment