Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

ઓનલાઈન પરીક્ષા: વિભાવના Online Examination



ઓનલાઈન પરીક્ષા: વિભાવના Online Examination
ઓનલાઈન પરીક્ષા: વિભાવના Online Examination

IITE B.ED.  SEM-III- PAPER- AE-1
Assessment and Evaluation in Learning
Assessment and Evaluation in Learning Unit-4
ઓનલાઈન પરીક્ષા: વિભાવના

પરીક્ષક અને પરિક્ષાર્થીની ભૌતિક પ્રત્યક્ષ હાજરી વિના ઇન્ટરનેટના માધ્યમથી પરીક્ષા લેવાની પદ્ધતિ એટ્લે ઓનલાઈન પરીક્ષા

દરેક પરિક્ષાર્થીને યુઝરનેમ અને પાસવર્ડ અપાય છે જેમાં સાઇન ઇન થઈ સ્કીન પર દેખાતા પ્રશ્નોનાં ઉત્તર આપી નિર્ધારિત સમય પહેલા સબમિટ બટન પર ક્લિક કરવાનું હોય છે.


પરંપરાગત પરીક્ષા પદ્ધતિમાં ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ ઉત્તરો લખવા પડે છે અને શિક્ષકે તપાસવા પડે છે જ્યારે ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીને પરીક્ષા સંબંધી માહિતી, પ્રશ્નપત્ર અને ઉત્તરો ઓનલાઈન જ પુરવા પડે છે અને મૂલ્યાંકન આપોઆપ થઈ જાય છે તે વેબસાઇટની મદદથી યોજવામાં આવે છે.


ઓનલાઈન પરીક્ષા: જરૂરિયાત


  • ઓટોમેટિક મૂલ્યાંકન પ્રણાલી દ્વારા સરળ મૂલ્યાંકન હોવાથી જરૂરી
  • સમય અને નાણાંનો બચાવ થતો હોવાથી
  • ચોરી અને પરીક્ષા સંબંધી અન્ય દૂષણો દૂર કરવા,. બાઓમેટ્રિક લૉગ ઇન, પ્રશ્ન બેન્ક આધારે અલગ અલગ પ્રશ્ન સેટ
  • કાગળ અને વ્યવસ્થા ખર્ચ ઘટાડી પર્યાવરણ જાળવણી માટે
  • સ્થળ અંતરની મર્યાદા દૂર કરવ
  • વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા દૂર કરવા. પરંપરાગત પદ્ધતિમાં એક ખંડમાં મર્યાદિત વિદ્યાર્થીની પરીક્ષા લઈ શકાતી.
  • વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એક વખત પ્રશ્નબેન્ક બન્યા બાદ અનેક વખત પ્રશ્નપત્ર સેટ કરી શકાય. પ્રાશ્નિક નો સમય બચે.


ઓનલાઈન પરીક્ષા: લાભો 


  • ગુણાંકન અને પ્રશ્નપત્ર તપાસવાની ઝડપ ખૂબ વધારે હોય છે, બહુ વિકલ્પ પ્રશ્નો હોય તો તાત્કાલિક અને ઓટોમેટિક પરિણામ તૈયાર થઈ જાય અને ચોક્કસઈ પણ હોય છે. ઇ-મેઈલ થી પણ મોકલી આપવામાં આવે છે.
  • ભૌતિક સંપર્ક જરૂરી ન હોવાથી સ્થળ પર જવાનું રહેતું નથી. અંતરની સમસ્યા નડતી નથી.
  • ચોરી કે કોપીની શકયતા ઘટાડી શકાય છે.
  • પ્રશ્નપત્રના એકથી વધુ સેટ ઉપયોગમાં લઈ  શકાય. અથવા મોટી સંખ્યામાં પ્રશ્નો કમ્પ્યુટરમાં નાખ્યા બાદ તેમાથી દરેક વિદ્યાર્થીને રેન્ડમ પ્રશ્ન આવે.
  • સરળ, સમયની બચત અને સગવડભરી છે. જરૂરિયાત મુજબ સમયમાં ફેરફાર કરી શકાય
  • ઓછી ખર્ચાળ, ઓછા લોકોને રોકવા પડે. પ્રશ્નપત્રોનું પ્રિંટિંગ ખર્ચ, પરીક્ષા સુપરવિઝન, વર્ગખંડ વ્યવસ્થા, પેપર તપાસની વ્યવસ્થા ખર્ચ બચે. વિદ્યાર્થીના પૈસા પણ બચે કેમકે પોતાના સ્થળે પોતાના સાધનમાં પણ પરીક્ષા આપી શકે. 
  • કાગળ અને અન્ય સ્ટેશનરીની બચત, વૃક્ષો બચે.

 

ઓનલાઈન પરીક્ષા: ગેરલાભો

  • સારી સ્પીડ સાથેનું ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય તકનીકી સગવડો જોઈએ.
  • વિદ્યાર્થીને કમ્પ્યુટર આવડે અને કી બોર્ડ પર પૂરતી પકડ જરૂરી. તકનીકી જ્ઞાન જરૂરી
  • દરેક વિદ્યાર્થી પાસે ઇન્ટરનેટ, કમ્પ્યુટર કે એંન્ડ્રોઈડ ફોન ન પણ હોય. 
  • ડિજિટલ હેકિંગ દ્વારા ચોરી અને અન્ય દૂષણ પ્રવેશી શકે. સ્માર્ટ વોચ કે ફોન દ્વારા ચોરી.
  • બીના-રૂકાવટ વીજળી જરૂરી
  • દરેક પરીક્ષામાં જુદી જુદી પદ્ધતિ. દરેક વિભાગને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવો પડે. 
  • યોગ્ય સમયે સબમિટ ન થાય તો બધુ જ ગુમાવી દેવું પડે.
  • કોઈ ટેકનિકલ હાર્ડવેર સૉફ્ટવેર ખામી સમયે તમામ રેકોર્ડ ભુસાય જાય. હેંગ થવાની સમસ્યા આવી શકે.
  • મુક્ત જવાબી પ્રશ્નો પુછવામાં આવે ત્યારે શિક્ષકે જ તપાસવા પડે. આથી મોટાભાગે વૈકલ્પિક પ્રશ્નોને જ વધુ જોક અપાય છે.
  • વિદ્યાર્થી પર નજર રાખવી મુશ્કેલ. ચોરી કરી શકે. ઓનલાઈન જવાબ ન મળે તેવા પ્રશ્નો કાઢવા પડે.

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment