Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Collaboration Tools: Wiki : સહયોગ સાધનો પરિચય વિકિપીડિયા

IITE B.ED. SEM-III
PAPER- CUS 4: ICT in Curriculum
Unit-3.2

Collaboration Tools: Wiki :  સહયોગ સાધનો પરિચય:  વિકિપીડિયા 

Collaboration Tools: સહયોગ સાધનો: એટલે શું?

Collaboration નો સાદો અર્થ સાથ, સહકાર કે સહયોગ થાય

A collaboration tool helps people to collaborate.

Collaboration Tools એટલે સહયોગ સાધનો એટલે કમ્પ્યૂટરની ભાષામાં એવી એપ્લીકેશન, સૉફ્ટવેર, પ્રોગ્રામ કે વેબસાઇટ કે જે લોકોને એકબીજાના સહયોગ, સહકાર અને મદદથી કોઈ પણ કાર્ય વધુ અસરકારકતાથી અને સક્ષમતાથી કરવામાં મદદરૂપ થાય. 


ખાસ કરીને બિઝનેસ અને શિક્ષણમાં એકથી વધુ લોકોએ એક ટિમ તરીકે જૂથમાં કામ કરવાનું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, મેનેજર અને તેના એમ્પ્લોયી આ સમયે કામ સોંપવા, પ્રગતિ જાણવા, રિપોર્ટ બનાવવા કે મળવા, સુધારો લાવવા, સૂચન કરવા, કશું પણ પ્રત્યાયન કરવા આવા સાધન ઉપયોગી બને છે


સહયોગ સાધનનો મુખ્ય હેતુ બે કે તેથી વધુ વ્યક્તિના જૂથને કોઈ સામાન્ય લક્ષ્ય પ્રાપ્ત સિદ્ધ કરવા સહકાર આપવો.

આવા સાધન નોન-ટેકનિકલ પણ હોય શકે જેમ કે પેપર, ફ્લિપચાર્ટ, વાઇટબોર્ડ

સૌ પહેલા 1945 માં Vannevar Bush


એ ઘણા કમ્પ્યુટરસ પણ બધા એક સાથે કામ કરે તેવો વિચાર આપ્યો જે સિસ્ટમ નું નામ
Memex આપ્યું જેમાં બુક્સ, રેકોર્ડ, અને થયેલી વાતચીતનો સંગ્રહ હતો જે ગમે ત્યારે ઉપલબ્ધ હતો 


Collaboration Tools: ત્રણ પાસા-ત્રણ રીતે

  

Collaboration Tools: ઉદાહરણ

Collaboration Tools
Collaboration Tools

  • A chat app that lets multiple people brainstorm ideas
  • A project management app that defines tasks across a group
  • A video conferencing tool that lets people talk face-to-face
  • A file sharing program that gives many people access to collateral

 Collaboration Tools: WIKI

WIKI
WIKI

Wiki’ શબ્દ Ward Cunningham -- the creator of the first Wiki.(૧૯૯૫)  દ્વારા આપવામાં આવ્યો જે ‘"wiki-wiki Web શબ્દ પરથી બન્યો મૂળ  Hawaiian શબ્દ છે અર્થ થાય છે ‘quick, fast, speed .આ એક વેબસાઇટ જ છે જે કોઈ પણ એડિટ કરી શકે છે.

મુખ્ય વાત છે એક જ લેખ પણ અનેક લોકો એડિટ કરી શકે છે આમ સહયોગી સાધન છે. માત્ર કમ્પ્યુટર, ઇન્ટરનેટ કનેક્શન અને એક બ્રાઉઝર હોય એટલે બસ તમારા વિચારો લખી શકો છો

 Wikipedia

સૌથી પ્રચલિત Wiki એટલે Wikipedia એક  free ઓનલાઈન  encyclopedia, જેઓ ઉપયોગ કરે છે તેમણે જ તૈયાર કર્યો છે.

શરૂઆત: 2001, હાલમાં વિશ્વની સૌથી મોટી વેબસાઇટ 6.4 million જેટલા લેખ છે. ૨૫૦ થી વધુ ભાષાઓમાં

૨.૫ મિલિયન પેજ માત્ર અંગ્રેજીમાં

આ વેબસાઇટ પર જઈ કોઈ પણ એડિટ કરી લખી શકે છે. કેટલાક ચોક્કસ પેજ ચોક્કસ યુઝર એડિટ કરી શકે  

 આ એક બિન-નફાકારક સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે

વાચકો દ્વારા લખવામાં આવેલ લેખ કોઈ એક એડિટર ના બદલે વાચકો જ એડિટ કરે છે આથી ઘણીવાર ગેરમાર્ગે દોરે તેવું લખાણ પણ કે ભૂલો અને પૂર્વગ્રહયુક્ત વિચારો મળી આવે છે આમ છતાં મૂળ હેતુ લોકોના સારા માટે છે

આ વેબસાઇટનો ઉપયોગ કરી manuals પણ બનાવવા આવ્યા છે

 

Collaboration Tools: Wikipedia- Fun Facts

  1. અંગ્રેજી વિકિપીડિયા 15 જાન્યુઆરી 2001ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
  2. વિકિપીડિયાના સ્થાપકો જીમી ડોનેલ વેલ્સ અને લેરી સેંગર છે.
  3. વેલ્સે વિકિપીડિયા પહેલા ન્યુપીડિયા નામની વેબસાઈટ બનાવી હતી.
  4. વિકિપીડિયામાં વિકી શબ્દનો અર્થ "ઝડપથી" થાય છે. આ શબ્દ "હવાઇયન ભાષા" પરથી આવ્યો છે. જે પેસિફિક મહાસાગરમાં સ્થિત હવાઇયન દ્વીપસમૂહમાં બોલાતી ભાષા છે.
  5. વિકિપીડિયા 309 ભાષાઓમાં ઉપલબ્ધ છે. હિન્દી વિકિપીડિયા જુલાઈ 2003માં અસ્તિત્વમાં આવ્યું અને 2015 સુધીમાં હિન્દી વિકિપીડિયાએ 1 લાખ પૃષ્ઠો અને 2 લાખ સભ્યોનો આંકડો પાર કર્યો.
  6. વિકિપીડિયા પર સૌથી વધુ વંચાયેલો લેખ સ્ટીવ જોબ્સનો છે.
  7. એલેક્સા અનુસાર વિકિપીડિયાના વાચકોમાં અમેરિકા પછી ભારત નંબર વન છે.
  8. વિકિપીડિયા પરનો મોટાભાગનો ટ્રાફિક ગૂગલ તરફથી આવે છે, વિકિપીડિયાનો ઉપયોગ દર મહિને લગભગ 50 મિલિયન લોકો કરે છે, તેમ છતાં, વિકિપીડિયા પર કોઈ જાહેરાતો બતાવવામાં આવતી નથી.

 Collaboration Tools: WIKI  ઉદાહરણ


Collaboration Tools: WIKI  ઉદાહરણ


Collaboration Tools: Wiki નો ઉપયોગ

  1. ઇન્ટરનેટ ઉપર દરેક વ્યક્તિ માટે આ તદન મફત ઉપલબ્ધ છે. કોઈ પણ લેખન અને સંપાદક  બની શકે છે.
  2. તમે તમારા રસના વિષય ઉપર લખાણ લખી શકો છો અને અન્ય વ્યક્તિ તેમાં માહિતી ઉમેરી પણ શકે છે.
  3. અન્ય વ્યક્તિ તેમાં સુધારો કરી શક્તિ હોવાથી એક સહિયારી સમિક્ષાના અંતે ગુણવત્તાયુક્ત સાહિત્ય રચાય છે.
  4. વિકી પરની માહિતી કોપી કે પ્રિન્ટ કરી કે સાચવી શકાય છે.
  5. વિકી પેજ સાથે વિવિધ સંદર્ભો, લિન્ક, ઇમેજ, ઉપરાંત Youtube, Slideshare, Google Calender, Mindmap વગેરેને પણ જોડી શકાય છે.
  6. શિક્ષક અને વિદ્યાર્થી કોઈ પણ મુદ્દા પર લખાણ લખી શકે, સુધારો કરી શકે, પારિભાષિક શબ્દો સૂચિ તૈયાર કરી શકે, અભ્યાસ સાહિત્ય તૈયાર કરી શકે, સંદર્ભસૂચી, Manual, e-portfilios બનાવી શકે છે
  7. વિકી ની મદદથી વિદ્યાર્થીમાં સર્જનશીલતા, સમિક્ષા કૌશલ્ય, લેખન કૌશલ્ય, સંપાદન કૌશલ્ય, મૂલ્યાંકન કૌશલ્ય, સહકાર, લોકશાહી વલણ, સક્રિય અધ્યયન વેગેરે વિકસે છે
  8. વિદ્યાર્થી અને શિક્ષક ગમે ત્યાં અને ગમે તે સમયે કાર્ય કરી શકે છે.
  9. વિકી પરનું સર્ચ ફીચર સરળતાથી માહિતી શોધી આપે છે.

Collaboration Tools: Wiki ની મર્યાદા 

  1. વિકી પરની માહિતી સતત અપડેટ થતી રહે છે તેથી માહિતી અપૂર્ણ હોવાની સંભાવના રહે છે.
  2. કોઈ પણ માહિતી અપડેટ કરી શકતા હોવાથી ખોટી માહિતી, અફવા, ગેરમાર્ગે દોરે તેવી માહિતી કે પૂર્વગ્રહયુક્ત માહિતી લખે તેવું બને
  3. શૈક્ષણિક સંસ્થાઓએ વિકી ને સંપૂર્ણ માન્યતા આપી નથી કેમ કે તે માહિતી સંપૂર્ણ વિશ્વાસનીય અને પ્રમાણભૂત હોવા અંગે પ્રશ્નો છે.
  4.  વિકી પર માહિતી મૂકવાનું કોઈ માળખું નથી જો કાળજીપૂર્વક માહિતી મૂકવામાં ન આવે તો અસ્તવ્યસ્ત લાગે.
  5. લેખમાં મુકેલ Spam લિન્ક કોઈનું પણ કમ્પ્યુટર હેક કરી શકે.
  6. પૂરતા પ્રમાણમા લેખ ન લખવામાં આવે તો બિનઉપયોગી. સતત મફત ચલાવવું ખર્ચાળ.  


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment