BLOG નો પરિચય
- ઇન્ટરનેટના વપરાશ સાથે સુવિધાઓ પણ વધી
- આ વેબ સાઈટ કોણ બનાવતું હશે ?
- વેબસાઈ જેવી સુવિધા બ્લોગ પણ આપે છે અને તે પણ તદન મફત
- web અને log શબ્દો ભેગા મળી blog શબ્દ બન્યો
- વેબલોગ એ લેખો, ફોટા, વીડિઓ, ડેટા વગેરે તારીખવાર ગોઠવાયેલી માહિતી છે જેને html ના સ્વરૂપમાં બ્રાઉઝરમાં જોઈ શકાય છે.
BLOG નો અર્થ
- નિયમિતરૂપે પ્રકાશિત કરાતા વ્યક્તિગત વિચાર અને ઈન્ટરનેટની લિંક્સ –
- બ્લોગ એ મૂળભૂત રીતે એક રોજનીશી છે, બ્લોગ લખવાની ક્રિયાને બ્લોગીંગ કહે છે અને બ્લોગ લખનારને બ્લોગર
- બ્લોગ એ એવી વેબસાઈટ છે કે જેમાં છેલે લખેલો લેખ પ્રથમ પાનામાં ઉપર દેખાય છે અને જેમ જેમ સ્ક્રોલ કરી નીચે જઈએ તેમ જુના લેખો જોવા મળે કારણકે એ તારીખ પ્રમાણે ગોઠવાયેલા હોય છે.
- રોજનીશી છે
- જેમાં તમે કઈ પણ લખી શકો છો, ફોટા અપલોડ કરી શકો છો, તમારા વિચારો વ્યક્ત કરી શકો છો,
- બ્લોગ માં કંપનીની માહિતી કે જાહેરાત હોઈ શકે છે, રોજના તાજા સમાચાર હોઈ શકે છે કે કોઈનો ઓનલાઈન સ્ટોર હોઈ શકે છે,
- બ્લોગ કોઈ એક માણસનો કે કોઈ કંપનીનો કે કોઈ ગ્રુપનો હોઈ શકે છે,
- બ્લોગ લખવાનો કોઈ નિયમ નથી.
- બ્લોગ લખ્યા પછી લોકો તેમાં અભિપ્રાય આપે છે, તમારા વિચારોનો પ્રત્યાઘાત આપે છે, તમને મેઈલ લખે છે, શાબાશી આપે છે અથવા ટીકા કરે છે, ફેસબુક કે ટ્વીટર પર શેર કરે છે. અથવા આમાંનું કઈ પણ નથી કરતા.
- પરંતુ બ્લોગ દ્વારા તમે તમારા વિચારોને લોકો સમક્ષ મુકો છો. એમ કહીએ કે તમારા વિચારો ને દુનિયા સમક્ષ મુકાવા માટેનું અને પ્રખ્યાત થવા માટેનું તો કોઈને પોતાના લખાણ કે કવિતા લખવાનું કે ચિત્રો દોરવાનું વગેરે જેવા શોખ પુરા કરવા માટેનું તો કોઈને જાહેરાત મૂકી અને કમાણી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. હા, ઘણા લોકો બ્લોગમાંથી જ લાખો રૂપિયા કમાય છે
BLOG બનાવવાની સેવા આપતી વેબસાઇટ
www.blogspot.com
www.blogsite.com
www.wordpress.com
www.rediffblogs.com
• www.weebly.com
• http://sixrevisions.com/tools/top-free-online-blogging/
http://sixrevisions.com/tools/top-free-online-blogging/
કેટલાક શૈક્ષણિક BLOG ના ઉદાહરણ
• https://learnabitgyan.blogspot.com/
• https://topgujaratiblog.wordpress.com/
• https://sorathnirasdhar.blogspot.in/
• https://sureshbjani.wordpress.com/
• http://rainbowgujarati.blogspot.com/
• http://tusharpsoni.blogspot.com
• https://bhattalpesh.blogspot.com
• http://sarvatragnanm.blogspot.com
• http://vigyan-vishwa.blogspot.com
• https://gsebsciencestream.blogspot.com
• http://aashishbaleja.blogspot.com
• http://sahityasafar.blogspot.com
BLOG સાથે સંબંધિત શબ્દો
- Blogging : બ્લોગ લખવાનું કાર્ય
- blogger : જે બ્લોગ બનાવે અને લખે તે
- blogpost : બ્લોગ પર લખલે આર્ટિક્લ, કે જે પોસ્ટ બને તે
- comments : બ્લોગ પોસ્ટ સામે જે પ્રતીભાવ આવે તે
- blog page : વેબસાઇટ ના પેજ ની જેમ જ બ્લોગ નું પેજ હોય
- Sidebar: બ્લોગ ની એક બાજુ કેબનને બાજુ ઊભી હરોળ માં કેટલીક વિગતો આપેલી હોય, વિવિધ લિન્ક હોય, પ્રોફાઇલ પરિચય હોય તે
- Article : જે લખાણ તૈયાર થાય તે
- Header: દરેક બ્લોગ નો સૌથી ઉપરનો ભાગ
- Subscribe: બ્લોગ અપડેટ માટે
- Widget: બ્લોગ માં વિશિષ્ટ સેવાઓ લેવા, સમય, visit counter, slideshow, કે html કોડ મૂકવા
BLOG ના ફાયદા
- વિષય સંબંધી ઊંડાણપૂર્વકની માહિતી, વિડીયો, ચાર્ટ, આકૃતિ, એનિમેશન, ચિત્રો, લિન્ક મૂકી શકાય
- તજજ્ઞોની મદદ
- વિશ્વની સાથે ચાલી શકે પોતાને update રાખી શકે
- સ્પર્ધાત્મક પરીક્ષા મટિરિયલ મૂકી શકાય
- વિદ્યાર્થીઓનો રસ વધારી શકાય
- જાહેરાત દ્વારા પૈસા કમાઈ શકાય
- વિદ્યાર્થીઓને ડાયરી લખવાની ટેવ પડે, એક બીજા સાથે ઓનલાઈન સંપર્ક કરી શકે
- શિક્ષણ સંસ્થા કે શિક્ષકનું ઓનલાઈન સામયિક
- ઇ-જર્નલ પર વિદ્યાર્થીઓ પોતાના લેખો લખી શકે
- વાલીઓને દૈનિક પ્રવૃત્તિથી વાકેફ રાખી શકાય
- વાલીની કોમેંટ્સ પ્રતીભાવ મેળવી શકાય
- વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કાર્ય આપી શકાય
- શિક્ષક-વિદ્યાર્થીઓ જૂથમાં વિચારોની આપ લે કરી શકે
- સર્વેક્ષણ કરવા
- સૂચનાઓ-માહિતી પ્રત્યાયન કરવા
- ઉપયોગી માહિતી-વેબ સાઇટની લિન્ક મૂકી શકાય
BLOG ના ગેરફાયદા
- કૉપીરઈટ નો ભંગ થાય ધ્યાન રાખવું
- વિવાદસ્પદ કે પૂર્વગ્રહ યુક્ત લખાણ મૂકવું કે ખોટી માહિતી મૂકી શકે
- અફવા ફેલાય
- સ્વમાન ઘવાય તેવી કોમેન્ટ કરવી, લોકો અણગમતી કોમેન્ટ પણ લખે
- વિદ્યાર્થીઓ બિંનજરૂરી લાંબી ચર્ચામાં ઉતરે અને અભ્યાસમાં ધ્યાન ન આપે
- સામાજિક જીવન ન રહે માત્ર સ્ક્રીન પર બેઠા રહે
- શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય
- ખૂબ સમય ખાઈ જાય
- શરૂ કરવો સહેલો પણ સતત અપડેટ રાખવો મુશ્કેલ
બ્લોગ કરી રીતે બનાવશો?
વિડીયો જુઓ
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment