Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Social Networking: અર્થ ફાયદા અને ગેર ફાયદા

IITE B.ED. SEM-III
PAPER- CUS 4: ICT in Curriculum
Unit-3.2


Collaboration Tools: Social Networking: અર્થ


Social networking is the use of Internet-based social media sites to stay connected with friends, family, colleagues, customers, or clients. Social networking can have a social purpose, a business purpose, or both, through sites like Facebook, Twitter, LinkedIn, and Instagram.


Social networking revolves allows like-minded individuals to be in touch with each other using websites and web-based applications.


Social Media દ્વારા Social Networking માં ભાગ લઈ શકાય આ માટે Facebook, Twitter, Instagram, Snapchat, LinkedIn, and Pinterest વગેરેનો ઉપયોગ કરીએ છીએ.

Collaboration Tools: Social Networking: ઉદાહરણ 

 


Collaboration Tools: Social Networking: 
કેટલાક ઘટક શબ્દો

Your Public Profile: અહી તમારી કેટલીક સામાન્ય વ્યક્તિગત માહિતી, ફોટો, જન્મતારીખ, અભ્યાસ, રસના વિષયો કે શો, સરનામું, ઇ-મેઈલ હોય છે. કેટલાક પ્રોફાઇલ private પણ રાખે છે. 


Friends and Followers: આ સોસિયલ નેટવર્કનું હાર્દ છે. આ એ લોકો છે જે તમારી પ્રોફાઇલ, તમે મુકેલ પોસ્ટ, ફોટો, વિડીયો જોઈ શકે, કોમેન્ટ કરી શકે, Likes કે Dislikes કરી શકે છે. જુદી જુદી વેબસાઇટ આ માટે જુદા શબ્દ પણ વાપરી શકે છે જેમકે Linkdin માં Connections શબ્દ વપરાય છે.


Home Feed: દરેક સાઇટ પર એક હોમ પેજ હોય જ્યારે આપ લૉગ ઇન થાવ જેમાં લેટેસ્ટ અપડેટ જોઈ શકે જેમાં નવી ફ્રેડ રિકવેસ્ટ, નવી પોસ્ટ, કોમેન્ટ વગેરે જોવા મળે

Groups: વિવિધ વિષય કે મુદ્દા કે રસની બાબત પર ગ્રૂપ બનાવી શકાય છે 

Likes, Comments, and Shares: Social Networking માં સૌથી મહત્વનુ છે. મિત્રો પોસ્ટ વાંચે અને કોઈ ફિડબેક આપે જેમાં like, thumb, કોઈ ઇમોજી, icons, કોમેન્ટ, અને અન્ય મિત્રોને શેર પર કરે છે.


Hashtags: કોઈ શબ્દ કે શબ્દ સમૂહ જેની આગળ  #  મૂકવામાં આવે. જ્યારે અન્ય લોકો સર્ચ કરે ત્યારે તેની મદદથી તે જ મુદ્દા કે બાબત પર પોસ્ટ બતાવે

Tagging: તમારી પોસ્ટ માં અન્ય લોકોને પણ સાંકળવા કે ફોટો માં ચહેરા આધારે tag કરી શકાય છે

Collaboration Tools: Social Networking: ફાયદા

  1. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય, ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો, ફોટોગ્રાફ, પ્રેઝેટેશન વગેરે શેર કરી શકે છે.
  2. દુનિયાના કોઈ પણ ખૂણે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક બીજાના સંપર્કમાં રહી પ્રત્યાયન કરી શકે છે.
  3. શિક્ષક અને વિદ્યાર્થી પોતાના રસના વિષય કે મુદા પર ગ્રૂપ કે સમુદાય (Community) બનાવી પોતાના વિચારો રજૂ કરી શકે છે.
  4.  કેટલીક સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકાય છે જેમાં વ્યાખ્યાન, ડિબેટ, સેમિનાર વગેરે લાઈવ કરી શકાય.
  5. સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ વેપાર જાહેરાત, જોબ શોધવા, અન્ય પાસેથી માર્ગદર્શન મેળવવા, મિત્રો બનાવવા ઉપયોગ થઈ શકે

Collaboration Tools: Social Networking: ગેરફાયદા

  1. Cyber attack દ્વારા બ્લેક મેલિંગ, અંગત માહિતી ચોરવી, છેતરવું, સામાજિક સંબંધો બાંધી દગો દેવો વગેરે અનુચિત ઘટનાઓનો ભોગ બની શકે
  2. આની લત પડવાથી વ્યક્તિ સ્ટ્રેસ, ટેન્શન સાથે રહે છે અને સમય બગાડે છે. શારીરિક સ્વસ્થ્યના પ્રશ્નો ઊભા થાય છે.
  3. તમારા ફોટોનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી બદનામ કરવા, છેતરપિંડીના બનાવો બને છે.
  4. લાઈવ લોકેશન અને ફોટો શેરિંગ તકલીફમાં મૂકી શકે છે.
  5. વિદ્યાર્થીઓ વ્યવહારુ જ્ઞાનના બદલે સરળતાથી ઉપલબ્ધ આભાસી વિશ્વમાંથી જ્ઞાન મેળવે છે. જે લાંબાગાળે નુક્સાનકારક. વિદ્યાર્થીઓની શીખવાની શક્તિ અને સંશોધનવૃત્તિ ખિલતી નથી.
  6. ખોટી માહિતી, અફવા, અધૂરી માહિતી, પૂર્વગ્રહયુક્ત માહિતી અનેકની જિંદગી બરબાદ કરી શકે છે.


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment