Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Meaning of assessment of learning, assessment for learning and assessment

Meaning of assessment of learning, assessment for learning and assessment


ITE B.ED.
SEM-III
PAPER- AE-1
Assessment and Evaluation in Learning

Unit-1
1.3 Meaning of assessment of learning, assessment for learning and assessment

Assessment Categories

Assessment ના ત્રણ પ્રકાર પાડી શકાય

before instruction (pre-test), શિક્ષણ પહેલા

during instruction (formative), શિક્ષણ દરમિયાન

after instruction (summative). શિક્ષણના અંતે

the difference is a matter of function and purposea matter of who: assessment of learning is a way to see what the students can do while assessment for learning is a way to see what the teachers should do in response


૧.૩ અધ્યયનનું આકલન (Assessment of Learning)

  • આકલનનો સામાન્ય પ્રકાર
  • વિદ્યાર્થીઓ શું જાણે છે જે નક્કી કરવા 
  • અધ્યાપન કાર્ય પૂર્ણ થયા બાદ કરવામાં આવે છે એટ્લે કે અધ્યયન થઈ ગયા બાદ 
  • પરિણામને ચોક્કસ ગ્રેડ, માર્કસ કે ટકા દ્વારા દર્શાવાય
  • વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જોડાયેલું હોવાથી ચોક્કસ અને વિશ્વાસનીય હોવું જોઈએ
  • આધ્યયનનું આકલનનો હેતુ  નિશ્ચિત સમય મર્યાદામાં થયેલ અધ્યયનનો સારાંશ મેળવવા, અધ્યેતાની ગુણવત્તા અંગે નિર્ણય લેવા આ ગુણવત્તાને ચોક્કસ અંક દ્વારા દર્શાવવા
  • આ એક સંકલનાત્મક મૂલ્યાંકન છે (summative)
  • નિર્ધારિત હેતુઓ સિદ્ધ થયા કે નહીં તેનો નિર્ણય કરવા જરૂરી
  • તે કોઈ એકમ કે સત્ર કે વર્ષના અંતે કરવામાં આવે
  • તેનો હેતુ વિદ્યાર્થી, વાલી, શિક્ષકો, રોજગારદાતા, અન્ય શૈક્ષણિક સંસ્થાને વિદ્યાર્થી સિદ્ધિના પુરાવા આપવા માટે હાથ ધરાય છે.
  • આ પરિણામ જાહેર હોય છે જેમાં ગુણ-ગ્રેડ વગેરે આપેલ હોય છે 

 

૧.૩ અધ્યયન માટે  આકલન (Assessment for Learning)

  • આ એક સરંચનાત્મક આકલન છે (Formative)
  • આ અધ્યયન દરમિયાન થાય છે અને એકથી વધુ વખત થાય છે નહીં કે અધ્યયનને અંતે
  • વિદ્યાર્થીઓ તેમને શું શીખવાનું છે, તેમની પાસે શું અપેક્ષા છે, તે સમજે છે  અને તેમને તેમના કાર્યને કઈ રીતે સુધારવું તે અંગે  સલાહ સૂચન અને પ્રતિપોષણ અપાય છે
  • દા.ત. આપણે રસોઈ બનાવતી વખતે વચ્ચે ચાખીએ જેથી કેવી રસોઈ બનશે તે ખ્યાલ આવે અને શું ઉમેરવાની જરૂર છે તે પણ ખ્યાલ આવે
  • વિદ્યાર્થીઓએ અધ્યયન પ્રક્રિયામાં ક્યાં તબક્કે પહોચ્યા છે ક્યાં પહોચવાનું છે અને ત્યાં પહોચવા શ્રેષ્ટ માર્ગ ક્યો છે આ ત્રણ બાબતો માટે વિદ્યાર્થીઓના અધ્યયનની માહિતી એકત્ર કરી તેનું અર્થઘટન કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન માટેનું આકલન
  • વિદ્યાર્થીઓના અધ્યયનમાં સુધારો કરવો પ્રાથમિકતા છે
  • વર્ગમાં શિક્ષક દ્વારા પૂંછવામાં આવતો પ્રશ્ન, સોંપવામાં આવતું કાર્ય. પ્રવૃતિઓ, ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક સાધનો વિદ્યાર્થીને તેનું જ્ઞાન પ્રદર્શિત કરવાની તક આપે છે. આના અવલોકન ના આધારે શિક્ષક અધ્યયનમાં સુધારા માટેના તત્કાળ નિર્ણય લે છે.
  • તે સત્રના અંતે નહીં પણ વચ્ચે વચ્ચે થાય છે,
  • દા. ત. એકમ કસોટીઓ, શિક્ષક નિર્મિત કસોટીઓ, સ્વાધ્યાય, પ્રોજેકટ, પ્રયોગો, ફિલ્ડ વર્ક, નિદાન કસોટીઓ વગેરે
  • તે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આંતર વ્યવહાર-સંવાદ અને ચિંતન દ્વારા થાય છે. અને તેના આધારે શિક્ષક વિદ્યાર્થીઓની જરૂરિયાત જાણે છે. અધ્યયન સાહિત્ય –સામગ્રીમાં ફેરફાર કરે છે-માર્ગદર્શન આપે છે –અધ્યાપન પદ્ધતિ પ્રયુક્તિમાં ફેરફાર કરે છે
  • આમ આ આકલન વિદ્યાર્થીને વધુ સારી રીતે શીખવા મદદ કરે છે

૧.૩ અધ્યયન તરીકે આકલન (Assessment as Learning)

  • તે નિદાનાત્મક આકલન છે.
  • અહી વિદ્યાર્થીઓ પોતાના વિષે શીખે છે પોતે કઈ રીતે શીખે છે તે જાણે છે તે સક્રિય છે.
  • વિદ્યાર્થીઓ નિયમિતરીતે પોતાના કાર્ય પર ચિંતન કરે છે અને આગળ શું અધ્યયન કરવાનું છે તે નક્કી કરે છે
  • પોતાના અધ્યયનની જવાબદારી લેતા શીખે છે
  • પોતાને આવા પ્રશ્ન પૂછે છે (આ સંકલ્પના/કૌશલ્ય શીખવાનો શું હેતુ છે? , આ વિષયાંગ વિષે મને કેટલી ખબર છે?, મને આ સમજાય છે? , મે નક્કી કર્યા મુજબ શીખી લીધું છે? આ શીખવા શ્રેષ્ટ રસ્તો શું છે? ) 
  • શિક્ષક વિદ્યાર્થીને સ્વ-આકલન કરતાં શીખવે છે
  • જાતે ધ્યેય નક્કી કરતાં એ તેના પર દેખરેખ રાખતા શીખવે છે
  • સારું અધ્યયન કાર્ય કોને કહેવાય તેના આદર્શ નમૂના રજૂ કરે છે.
  • વિદ્યાર્થી સાથે કામ કરે છે. અને શ્રેષ્ટ કાર્ય  કેમ થાય તે શીખવે છે. તેવું વાતાવરણ પૂરું પાડે છે.
  • વિદ્યાર્થીઓ આજીવન વિદ્યાર્થી બને છે
  • વિદ્યાર્થિની કચાશ જાણવા આ આકલન છે પછી ઉપચરાત્મક કાર્ય કરવામાં આવે છે. 

 

 

 

 

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment