IITE B.ED.
SEM-III
PAPER- AE-1
Assessment and Evaluation in Learning
Unit-1
1.4
1.4 Formative, Summative, Continuous and Comprehensive Evaluation
૧.૪ રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
તફાવત |
||
|
૧.૪ રચનાત્મક મૂલ્યાંકન |
૧.૪ સત્રાંત મૂલ્યાંકન Summative Evaluation
|
૧ |
•
અર્થ : •
અધ્યયન-અધ્યાપનના દરેક તબક્કે વિદ્યાર્થીઓની સિદ્ધિની
ચકાસણી કરવામાં આવે તેને રચનાત્મક મૂલ્યાંકન કહે •
અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન હાથ ધરાય •
Scriven (૧૯૬૭) દ્વારા આ શબ્દ આપવામાં આવ્યો
|
અર્થ: સત્રાંત મૂલ્યાંકન
ચોક્કસ સમયના અંતે કરવામાં આવે છે. એક સત્ર-એક વર્ષ-એક એકમ પૂર્ણ થયા બાદ તેને
સત્રાંત મૂલ્યાંકન કહે અધ્યયન-અધ્યાપન
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરાય
|
૨ |
•
મુખ્ય હેતુ: •
વિદ્યાર્થીઓના અધ્યયન પર નજર રાખવા, જરૂરી પ્રતિપોષણ આપવા અને
અધ્યયનને સુધારવા •
વિદ્યાર્થીઓમાં રહેલ કચાશ જાણવા અને તે મુજબ સુધારો કરવા
|
મુખ્ય હેતુ: અધ્યાપન કાર્ય પૂર્ણ થયા બાદ કોઈ સ્થાપિત ધોરણ સાથે તુલના દ્વારા
વિદ્યાર્થીઓનું સમગ્ર અધ્યયન અને ક્ષમતાનું મૂલ્યાંકન શૈક્ષણિક હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા તે વિદ્યાથીઓ અને શિક્ષક જાણી શકે છે
|
૩ |
•
આકલનની એક પ્રક્રિયા છે. •
શિક્ષક અને વિદ્યાર્થી બંને ને ઉપયોગી •
તે વિદ્યાર્થીઓને વધુ સારા દેખાવ માટે પ્રેરિત કરે •
તે શિક્ષકને વિદ્યાર્થીમાં રહેલ કચાશ જાણવામાં અને તેના
આધારે પોતાની અધ્યાપન વ્યૂહરચનામાં ફેરફાર કરવામાં મદદ કરે •
વિકસાત્મક
મૂલ્યાંકન
|
આકલનની એક નીપજ છે. શિક્ષક જ ઉપયોગ કરે
છે. તેમાં વિદ્યાર્થિની કુલ સિદ્ધિને વર્ગીકરણ, ગ્રેડ અને પ્રમાણપત્ર દ્વારા રજૂ કરાય છે. ઉપલા વર્ગમાં મોકલવા વિદ્યાર્થીને
પાસ-નાપાસ, યોગ્ય અયોગ્ય વગેરે વર્ગીકરણ માટે End Exam કે Annual
Exam પણ કહે સંકલનાત્મક મૂલ્યાંકન
|
૪ |
•
વિદ્યાર્થીને તાત્કાલિક પ્રતિપોષણ મળે છે તેમણે અધ્યયન
માટે પ્રેરણા પૂરી પાડે છે •
નિદાનાત્મક અભિગમ –diagnostic •
વિકાસાત્મક સ્વરૂપ –વિદ્યાર્થીઓનો વિકાસ અને શિક્ષકનો વિકાસ
|
વિદ્યાર્થીને ગુણ-કે ગ્રેડ પરિણામ મળે છે. નિર્ણયાત્મક અભિગમ – judgmental -અંતિમ સ્વરૂપ-માત્ર વિદ્યાર્થિની સિદ્ધિ ચકાસવાનો
|
૫ |
•
રચનાત્મક મૂલ્યાંકનની પ્રયુક્તિઓ- •
શિક્ષક નિર્મિત કસોટીઓ •
વર્ગ કાર્ય -સ્વાધ્યાય •
ગૃહકાર્ય •
મૌખિક પ્રશ્નો –વર્ગ ચર્ચા •
પ્રશ્નમંચ •
નિદાન કસોટીઓ •
અવલોકન •
સર્વેક્ષણ
|
સત્રાંત
મૂલ્યાંકનની પ્રયુક્તિઓ તજજ્ઞ દ્વારા
નિર્મિત પ્રમાણિત કસોટીઓ દ્વારા આકલન –એકમ કસોટીઓ –સિદ્ધિ કસોટીઓ સત્રાંત-વાર્ષિક
પરીક્ષાઓ –પ્રશ્ન સમૂહ ધરાવતું પ્રશપત્ર ફાઇનલ રિપોર્ટ પોર્ટફોલિયો
-પ્રોજેકટ કાર્ય અભિયોગ્યતા કસોટીઓ સેમિનાર
પ્રેસેંટેશન
|
૬ |
•
વિષયવસ્તુના નાના મુદ્દા માટે કસોટી તૈયાર કરાય છે •
ઓછી સંખ્યામાં કૌશલ્યો ચકાસી શકાય •
તે સતત અને નિયમિત પ્રક્રિયા •
તે મૂલ્યાંકન ને પ્રક્રિયા ગણે
|
સમગ્ર એકમ-વિષય માટે કસોટી તૈયાર કરાય મોટી સંખ્યામાં કૌશલ્ય ચકાસી શકાય તે સતત અને નિયમિત પ્રક્રિયા નથી તે મૂલ્યાંકન ને નીપજ ગણે
|
૭ |
•
Assessment for learning •
અનૌપચારિક •
શિક્ષક-સહપાઠી કે વિદ્યાર્થી ખુદ કરી શકે
|
Assessment of learning ઔપચારિક શિક્ષક-શાળા કે
અધિકૃત બોર્ડ-સરકાર કરી શકે
|
૧.૪ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
CCE -Continuous and
Comprehensive Evaluation
પરંપરાગત
મૂલ્યાંકનમાં શૈક્ષણિક બાબતોનું જ મૂલ્યાંકન થાય છે બિનશૈક્ષણિક બાબતોનું પણ
મૂલ્યાંકન થવું જોઈએ
બાળકના સર્વાંગી
વિકાસ શિક્ષણનું મુખ્ય લક્ષ્ય છે.
વર્ગખંડ અંદર
અને વર્ગ બહારની પ્રવૃત્તિઓમાં બાળક ભાગ લે છે તેનું મૂલ્યાંકન થવું જોઈએ.
આમ મૂલ્યાંકન
સતત અને સર્વગ્રાહી હોવું જોઈએ
સતત-continous ( વર્ષ કે સત્રના અંતે નહીં પણ સતત
–અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની સાથે)
સર્વગ્રાહી-comprehensive (માત્ર શૈક્ષણિક-વિદ્યાકીય
બાબત જ નહીં તેનું શારીરિક સ્વાસ્થ્ય, ચારિત્ર્યના ગુણો,
અભિરુચિ, કળા, વલણ,
સામાજિક ગુણ એટ્લે કે માત્ર જ્ઞાનાત્મક જ નહીં પણ ભાવાત્મક અને
ક્રિયાત્મક બાબતનો સમાવેશ)
મૂલ્યાંકન-evaluation
સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીની વિદ્યાકીય સિદ્ધિ (વિવિધ વિષયોની પરીક્ષા) અને બિનવિદ્યાકીય બાબતો જેવી કે શારીરિક સ્વાસ્થ્ય, રસ, વલણ, અભિરુચિઓ, વૈયક્તિક અને સામાજિક ગુણો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાહિત્યિક તથા અભ્યાસ વર્તુળો અને રમતો, ખેલકૂદ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટિંગ વગેરેનું સતત એકધારા વિકાસ માટે જરૂરી પ્રતિપોષણ અને અનુકાર્ય પૂરાં પાડતું નિયમિત અને સતત મૂલ્યાંકન.
CCE મૂલ્યાંકન યોજનાને નીચેના ચાર ભાગમાં વહેચી શકાય
૧. બૌદ્ધિક
બાબતોના અભ્યાસના વિષયોનું મૂલ્યાંકન
૨. શારીરિક
ક્ષમતા, સ્વાસ્થ્ય અને
ઉત્પાદક કૌશલ્યોનું મૂલ્યાંકન
૩. સામાજિક ગુણ, શક્તિઓ અને સમજણું મૂલ્યાંકન
૪. વિવિધ મૂલ્યો, વલણ, અભિરુચિ,
પસંદગી અને દ્રષ્ટિકોણનું
મૂલ્યાંકન
ફાયદા:
- શિક્ષણના દરેક પાસા અને વ્યાપ ને આવરી લે છે
- દરેક ક્ષેત્રનું માપન કરે છે
- તે વ્યક્તિગત, વ્યાવસાયિક અને વિદ્યાકીય માર્ગદર્શન પૂરું
પાડે છે
- તે અધ્યેતાની સારી બાબતો અને નબળાઈ દર્શાવે છે
- વિદ્યાર્થીને અભ્યાસ છોડી જતાં રોકે છે. અપવ્યય અટકે છે.
- તે અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ છે
- તે તાત્કાલિક પ્રતિપોષણ આપે છે નિદાન અને ઉપચાર માટે
- તે પરિક્ષાનો ભાર અને માનસિક તાણ ઘટાડે છે. પરિક્ષાલક્ષી જ અધ્યાપન અટકે છે.
- અબળકના વ્યક્તિત્વના સમગ્ર પસાની જાણકારી મળે છે
- શિક્ષક દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં સર્જનાત્મકતા લાવવા માટે
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment