Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

પરીક્ષા સુધારણા: CBSE દ્વારા CCE નું નિર્મૂલન Examination Reforms-Scrapping of CCE by CBSE

     IITE B.ED.  SEM-III- PAPER- AE-1
Assessment and Evaluation in Learning Unit-4

Examination Reforms-Scrapping of CCE by CBSE

પરીક્ષા સુધારણા: CBSE દ્વારા CCE નું નિર્મૂલન

પરીક્ષા સુધારણા: CBSE દ્વારા CCE નું નિર્મૂલન Examination Reforms-Scrapping of CCE by CBSE
CBSE


CBSE-Central Board of Secondary Education

CCE-Continuous and Comprehensive Evaluation

CBSE જોડાયેલ શાળાઓ 1962 માં 309 હતી જ્યારે હાલ માં 26179 (Nov. 2021 મુજબ) તેમાં 240 વિદેશમાં છે.

CBSE દ્વારા 2017-18 થી Uniform Assessment system લાગુ કરી અને CCE બંધ કરી (6-9)

MHRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકર દ્વારા ધોરણ-10 ની બોર્ડ પરીક્ષા આપવી 2017-18 થી ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી

 પરીક્ષા સુધારણા: CBSE દ્વારા CCE નું નિર્મૂલન

2009 માં તત્કાલિન MHRD મિનિસ્ટર કપિલ સિબ્બલ દ્વારા CCE લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી. શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક બંને બાબતનો સમાવેશ કરવાનો હેતુ હતો

પરંતુ ઘણી શાળા પાસે આ લાગુ કરવા પૂરી માળખાકીય સુવિધા ન હતી સાથે ધો. 8 સુધી નાપાસ ન કરવાની નીતિ ના લીધે ધો. 9 માં જ્યારે ખૂબ બધા પ્રોજકેટ આવતા ત્યારે વિદ્યાર્થી માત્ર કોપી પેસ્ટ કરવા લાગ્યો

 

The new format is a "gradual movement towards quality education through standardization of teaching, assessment, examination and report card

"With the increase in CBSE affiliated schools from 309 in 1962 to 18,688 at present, a uniform system will ensure easy migration of students within the CBSE schools and also ease their difficulties while seeking admissions in new schools."

-said board chairperson R K Chaturvedi

ધોરણ-6 થી જ વિદ્યાર્થીઓ બોર્ડ પરિક્ષાની તૈયારી કરે તેવો હેતુ , આત્મવિશ્વાસ વધે


CBSE દ્વારા 2009-10 માં CCE લાવવામાં આવ્યું હતું. જેમાં ધો. 10 ની બોર્ડ પરીક્ષા વૈકલ્પિક કરી હતી વિદ્યાર્થી સીધો જ ધો. 11 માં જઈ શકે જેથી તેને પરિક્ષાની તાણ કે કામનું ભારણ ન લાગે CCE માં વિદ્યાર્થીનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે.

બીજો વિકલ્પ ‘On Demand Exam’ હતો જે આ પસંદ કરે તેમણે જ બોર્ડ પરીક્ષા આપવાની (March -2010માં )

2011 થી grade વાળી માર્કશીટ આપવામાં આવશે

CCE માં અભ્યાસકીય અને સહ-અભ્યાસકીય બાબતોનું મૂલ્યાંકન થશે.


બોર્ડ ને ફરિયાદો મળી કે શિક્ષણ નું સ્તર CCE ના લીધે કથળી રહ્યું છે. ધો. 11 માં અને આગળ આખો સિલેબસ વાંચવા ખૂબ દબાણ કરાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે.

આથી ધો. 10 બોર્ડ પરીક્ષા પરત લાવવામાં આવી.

2017-18 થી 100 ગુણના પેપર માં 80 ગુણ લેખિત પરીક્ષા અને 20 ગુણ જ ઇન્ટરનલ રહેશે અને 33% પાસ રહેશે

પાંચ મુખ્ય વિષય અને એક વધારાનો વિષય હશે.

આંતરિક ગુણમાં

10 ગુણ: Periodic Test (વર્ષમાં ત્રણ લેવાની સૌથી શ્રેષ્ઠ બેની average)

5 ગુણ: નોટબુક સબમિશન (નિયમિતતા, ગૃહ કાર્ય, સ્વચ્છતા)

5 ગુણ: Subject Enrichment Activity

 

Examination Reforms-Scrapping of CCE by CBSE

મર્યાદાઓ 

CCE નો મૂળ હેતુ શુદ્ધ હતો કે વિદ્યાર્થીઓ માત્ર માહિતી ગોખીને ભણી રહ્યા હતા તેમનામા રહેલ કળા કે અન્ય પ્રતિભા ને મૂલ્યાંકનમાં સ્થાન ન હતું. માત્ર જેને વધુ યાદ રહે છે એ જ હોશિયાર સાબિત થતો.

પરંતુ આ હેતુ કાગળ પર જ રહ્યો. જે પ્રોજેકટ અને assignment વિદ્યાર્થીમાં તર્કશક્તિ ને સર્જનશીલ વિચારણા વિકસાવવા આપવામાં આવતા હતા તે માત્ર કોપી પેસ્ટ બની ને રહી જતાં હતા.


શિક્ષકો સહ-અભ્યાસિક પ્રવૃત્તિમાં ગ્રેડ આપવા બ્લેકમેલિંગ કરતાં હતા, પૂર્વગ્રહ રાખતા હતા

ગ્રેડ સિસ્ટમ માં 91-99 ને એક સરખો જ ગ્રેડ મળતો હતો

મોટા ભાગની શાળાઓ બાળકોને ખૂબ ઊંચા ગ્રેડ આપતી હતી જેથી શાળાનું સ્તર ઊંચું દેખાય -10 CGPA હતો

આ વિદ્યાર્થીઓ ધો. 11 ના ભણતર નો ભાર વહન કરી શકતા ન હતા.

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment