Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Examination Reforms-Choice Based Credit System IITE BED AE-1 Paper

 

CBCS: Choice Based Credit System: પ્રસ્તાવિક :Why??? 

ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અનુદાન, ગુણવત્તા અને વ્યવસ્થાપણ , નીતિ માટે UGC (University Grants Commission) વિવિધ નીતિ નિયમો ઘડે છે.

2016 થી UGC દ્વારા CBCS સમગ્ર દેશની યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવ્યું.

સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીમાં જુદું જુદું પરીક્ષા-મૂલ્યાંકન-અભ્યાસક્રમ માળખું હતું

મોટા ભાગની યુનિવર્સિટીમાં વાર્ષિક પદ્ધતિ અને –ગુણ-ટકા પ્રમાણે પરિણામ અપાતું

જ્યાં ગ્રેડિંગ સિસ્ટમ હતી ત્યાં પણ ગુણ ને ગ્રેડ માં પરીવર્તન કરવાની પદ્ધતિ વચ્ચે તફાવત હતો

ટીચર-centric approach છે

Interdisciplinary Mobility allow નથી

બહુ-વિદ્યાકીય અભિગમ પણ નથી

વિદ્યાર્થીઓ પાસે પાંદગીની તક નથી

અધ્યેતાને કોર્સ અધવચ્ચે છોડી પાછું વળવાની છૂટ નથી

અભ્યાસક્રમમાં latest knowledge આપવાનો scope નથી

કોર્સ કે યુનિટના અધ્યયન હેતુ કે ધ્યેય કહેવામા આવતા નથી


CBCS: Choice Based Credit System: શું છે?

Choice Based Credit System

Choice based credit system (CBCS), in the laymans terms, is where the students can choose the prescribed courses, as the core, and elective or soft skill courses, from a range of options, rather than to simply consume what the curriculum offers. They can learn at their own pace and the assessments are graded based on a credit system. It provides an opportunity for students to have a choice of courses or subjects within a programme resembling a buffett, against the mostly fixed set of subjects now being offered (except for the limited choice of electives in professional degrees and postgraduate programmes) with the flexibility to complete the programme by earning the required number of credits at a pace decided by the students.

CBCS: Choice Based Credit System: ઘટકો  

  • Academic Year: બે સેમેસ્ટર મળીને એક એકેડેમીક વર્ષ ગણાશે (one odd + one even)
  • Semester: વર્ષમાં બે સેમેસ્ટર, પ્રતિ સેમેસ્ટર 15-18 સપ્તાહ કાર્ય. અંદાજે 90 કામના દિવસ, વર્ષ ના બદલે વર્ષમાં બે છ-છ મહિનાના બે સેમેસ્ટર, 15-18 અઠવાડિયાનું એક સેમ, મૂલ્યાંકન સેમેસ્ટર પદ્ધતિથી તેથી કોર્સ આખો વર્ષ યાદ રાખવો પડતો નથી., પ્રથમ સેમ જૂન થી નવે-ડિસે., બીજું સેમ જાન્યુ-જૂન



  • Choice Based Credit System (CBCS): વિદ્યાર્થીને વિવિધ કોર્સ(પેપર) પસંદગીની તક આપતી ક્રેડિટ આધારિત પદ્ધતિ (core, elective or minor or soft skill courses).
  • Credit: અભ્યાસકાર્ય ને માપવા માટેનો એકમ, પ્રતિ અઠવાડીયા કેટલા કલાક કાર્ય જરૂરી છે તે દર્શાવે. એક ક્રેડિટ બરાબર દર અઠવાડિયે એક કલાકનું કાર્ય અથવા પ્રતિ અઠવાડિયે બે કલાકનું પ્રેક્ટિકલ કે ફિલ્ડ વર્ક ગણવું
  • Credit Based Semester System (CBSS): વિદ્યાર્થીને કોર્સ પૂર્ણ થયે કુલ ક્રેડિટ આપવામાં આવે છે.
  • Credit Point/ EGP (Earned Grade Point): grade point અને Credit ના ગુણાકાર કરતાં ક્રેડિટ પોઈન્ટ મળે છે.
  • Letter Grade: વિદ્યાર્થીના દેખાવના આધારે કે ગુણ ને શાબ્દિક લેટર દ્વારા દર્શાવવો જેમ કે O, A+, A, B+, B, C, P and F.
    grading system
  • Grade Point: દરેક ગ્રેડ ને આપવામાં આવેક અંક એટ્લે ગ્રેડ પોઈન્ટ સામાન્ય રીતે 10 પોઈન્ટ સ્કેલ માં હોય છે.  
  • Semester Grade Point Average (SGPA): દરેક સેંસેસ્ટર ના અંતે જે તે સેમેસ્ટરમાં મેળવેલ કુલ ગ્રેડ પોઈન્ટ અને તેને તે સેમ ના કુલ ક્રેડિટ સાથે ભાંગતા મળતો અંક
  • Cumulative Grade Point Average (CGPA): બધા સેમેસ્ટરના મળી કુલ દેખાવ દર્શાવે. કુલ ગ્રેડ પોઈન્ટ ને કુલ ક્રેડિટ પોઈન્ટ વડે ભાંગતા મળતો અંક.
  • Transcript or Grade Card or Certificate: પ્રમાણપત્રમાં  પેપર code, title, number of credits, grade secured, SGPA, CGPA  દર્શાવેલ હોય
  • Programme: પ્રોગ્રામ એટ્લે જેને પૂર્ણ કરીયે તો ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રાપ્ત થાય

   

વિષય માળખું-પસંદગી: Course 

પ્રોગ્રામ માં કોર્સ એટ્લે પેપર. દરેક પેપરના અધ્યયન હેતુ અને નિષ્પતી દર્શાવવા, એક પેપરમાં lectures/ tutorials/laboratory work/ field work/ outreach activities/ project work/ vocational training/viva/ seminars/ term papers/assignments/ presentations/ self-study etc. નો સમાવેશ થશે

વિદ્યાર્થીને વિષય પસંદગીની તક-રસ મુજબ

વિષયો જુદા જુદા ગ્રૂપમાં વર્ગીકૃત

CC-Core Courses –કોર્સના હાર્દરૂપ મુખ્ય વિષયો જે બધા વિદ્યાર્થીએ ભણવાના

EC-Elective Courses-પસંદગીયુક્ત વિષય-વિદ્યાર્થીને કેટલાક વિષયમાંથી એક વિષય પસંદ કરવો

GC-Generic Courses (AEC-Ability Enhancement Courses)-કૌશલ્ય વર્ધક કોર્સ,


Credit Transfer:

વિદ્યાર્થી એક સંસ્થા અધવચ્ચે છોડી બીજી સંસ્થામાં જાય તો જેટલા કલાક કાર્ય કર્યું હોય તેની ક્રેડિટ ગણી બીજી સંસ્થાને મોકલી દેવાય જેથી તે કોર્સ નવેસરથી અભ્યાસ કરવાનો રહેતો નથી. જ્યથી કામ બાકી છે ત્યથી અભ્યાસ કરવાનો રહે. વિદ્યાર્થીનો સમય અને શ્રમ બચે છે. સૌથી જમા પાસું.

 

Computation of SGPA and CGPA


Cumulative Grade Point Average (CGPA)


The UGC recommends the following procedure to compute the Semester Grade Point Average (SGPA) and Cumulative Grade Point Average (CGPA):

The SGPA is the ratio of sum of the product of the number of credits with the grade points scored by a student in all the courses taken by a student and the sum of the number of credits of all the courses undergone by a student, i.e

SGPA (Si) = Σ(Ci x Gi) / ΣCi

where Ci is the number of credits of the ith course and Gi is the grade point scored by the student in the ith course.

The CGPA is also calculated in the same manner taking into account all the courses undergone by a student over all the semesters of a programme, i.e.

CGPA = Σ(Ci x Si) / Σ Ci

where Si is the SGPA of the ith semester and Ci is the total number of credits in that semester.

The SGPA and CGPA shall be rounded off to 2 decimal points and reported in the transcripts.

 

CBCS: Choice Based Credit System: ફાયદા  

  1. અધ્યયન-અધ્યાપન શિક્ષક કેન્દ્રી માંથી વિદ્યાર્થી કેન્દ્રી બને છે.
  2. વિદ્યાર્થીને પોતાની રસ રુચિ અને ક્ષમતા મુજબ વિષય પસંદ કરવાની તક મળે છે આમ તેને સ્વયતતા મળે છે. cafeteria approach
  3. વિદ્યાર્થી વિવિધ વિદ્યાશાખાના વિષય  એક સાથે પસંદ કરી શકે છે જેમ કે economics-microbiology, physics-accounts, English-chemistry, etc. વિદ્યાર્થી દરેક સેમેસ્ટર વિષય બદલી શકે છે. 
  4. CCE આવે છે. જેથી પરાવર્તમાન પરીક્ષા પદ્ધતિની ગોખણપટ્ટી અને યાદ શક્તિ પર ભાર આપે છે તે દૂર થાય છે અને lectures/ tutorials / laboratory work/ field work/ outreach activities/ project work/ vocational training/viva/ seminars/term papers/assignments/ presentations/ self-study ધ્યાનમાં લેવાય છે.  
  5. વિષયના મહત્વ મુજબ અભ્યાસ કલાકો ફાળવવા આવે અને તે મુજબ સમયપત્રક બને છે.
  6. ગુણ ના સ્થાને ક્રેડિટ આધારિત ગ્રેડ આપવામાં આવે છે. જે વિષય શીખવા આપેલ સમય ના આધારે છે. વર્ગ અધ્યયન ઉપરાંત સ્વાધ્યાય, ફિલ્ડ વર્ક, પરીક્ષા તૈયારી કલાકો પણ ધ્યાનમાં લેવાય છે.
  7. આ સિસ્ટમ રોજગાર લક્ષી યુવાનો તૈયાર કરે છે જેમની પાસે બહુવિદ્યાકીય જ્ઞાન હોય અને સર્વાંગી વિકાસ હોય. Vocational skills based papers  
  8. વિદ્યાર્થી જુદા જુદા સમયે જુદી જુદી સંસ્થામાં એક સાથે અભ્યાસ કરી શકે છે.
  9. સમગ્ર દેશમાં એક સરખી ક્રેડિટ અને ગ્રેડિંગ સિસ્ટમ હોવાથી સંસ્થા કે અન્ય યુનિવર્સિટીમાં ટ્રાન્સફર વખતે કોઈ સમસ્યા પડતી નથી. એક યુનિ માં કરેલ કાર્ય બીજી યુનિ માં ફરીથી કરવાનું રહેતું નથી. આમ સંસ્થા વચ્ચે પારદર્શિતા અને સુસંગતતા જળવાઈ રહે છે.
  10.   એક સેમ માં વિદ્યાર્થી બીમાર થાય કે બધા વિષયની તૈયારી ન કરી શકે તો તે વિષયો આગળના સેમ માં આપી શકે છે. જો તે કોઈ એક અથવા વધુ વિષયમાં નાપાસ થયા હોય તો પણ તે બીજો વિષય પસંદ કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે આમ વિષય પુનરાવર્તન કર્યા વિના પણ જરૂરી  ક્રેડિટ મેળવી શકે છે.  પોતાની ગતિએ અભ્યાસ.
  11. CBCS ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે.
  12. CBCS દ્વારા MOOC (Massive Open Online Course) ની ક્રેડિટ ને પણ જોડી શકાય.


CBCS: Choice Based Credit System: ગેરફાયદા  

  1. ચોકસાઇપૂર્ણ ગુણ ન હોય અને માત્ર ગ્રેડિંગ સિસ્ટમ હોય ત્યારે વિદ્યાર્થીના અધ્યયન અને પ્રતિભાનો સંપૂર્ણ અંદાજ આવતો નથી.
  2. અધ્યાપક માટે કાર્યબોજ વધે છે અને વિષયોને ન્યાય ન મળે.
  3. શિક્ષક અને વિદ્યાર્થી માટે સમયપત્રક અંગે કંફ્યૂઝન થાય છે. અનેક વિષય અને દરેક વિદ્યાર્થીને પણ અલગ અલગ વિષય.
  4. ગ્રેડિંગ આવતા મેરીટ કલ્ચર બંધ થાય તેથી એડમિશન માટે પ્રવેશ પરીક્ષાઓ લેવી પડે જે વધુ ખતરનાક એવા ટ્યુશન કલ્ચર ને જન્મ આપે.
  5. વિદેશમાં સફળ સિસ્ટમ આપના દેશમાં સીધી લાગુ કરવી મુશ્કેલ. પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને અધ્યાપકો નથી.
  6. વિષય પસંદગી હોવાથી વિદ્યાથી એક વિષય પર નિપુણતા ન મેળવે તેવું બને.
  7. આંતરિક મૂલ્યાંકન ને વધુ મહત્વ મળે તો મુખ્ય ભણવાની બાબત પર વિદ્યાર્થી ધ્યાન ન આપે.
  8.   શિક્ષક અને વિદ્યાર્થી અભ્યાસ ઉપરાંત પરીક્ષા પેપર સેટિંગ, પેપર તપાસની, સેમિનાર, પેપર પ્રેસેંટેશન, પ્રોજેકટ સબમિશન, દરેક સત્ર પરીક્ષા આયોજન, આંતરીક પરીક્ષાઓનું આયોજન, ગુણાંકન માં જ વ્યસ્ત રહે.
  9. એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં ગમે ત્યારે ફેરબદલની છૂટ અનેક સમસ્યાઓ ઊભી કરે. વિદ્યાર્થીઓ નબળી સંસ્થાઓમાં જવા પ્રેરાય.
  10. આપેલ ક્રેડિટ અને સમય પહેલા હોશિયાર વિદ્યાર્થી વહેલા કાર્ય પૂર્ણ કરે તો ત્રણ ના બદલે અઢી વર્ષમાં ડિગ્રી પૂર્ણ કરવાની જોગવાઈ નથી.

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment