Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

સરકારી માધ્યમિક શાળામાં આચાર્યની-60 જગ્યાઓ મંજૂર કરવામાં આવી

રાજયની બિન આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્ય (વર્ગ-૨) ની ૬૦ નવી જગ્યાઓની વહીવટી મંજૂરી આપવા બાબત

સંદર્ભ : (૧) અત્રેની કચેરીના પત્ર ક્રમાંક:ઘ/માધ્ય/ઘ.૧/૨૦૨૦/૨૨૨૧૯/તા-૦૪/૧૨/૨૦૨૦
(૨) અત્રેની કચેરીના ક્રમાંક:મકવ/મ.૩/નવી બાબત/બિ.આ.વિ/૨૦૨૧/૨૨૬૦-૬૨, તા-૧૬/૧/૨૦૨૧
(3) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: પરચ/૧૨૨૦૨૦-૧૧૮૧-લ, તા-૧૬/૦૬/૨૦૨૧

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-૧ના અત્રેની કચેરીના માધ્યમિક શાખાના પત્ર પરત્વે સને-૨૦૧૯-૨૦ના નાણાંકિય વર્ષમાં મંજૂર થયેલ આદિજાતિ વિસ્તારમાં અને બિન આદિજાતિ વિસ્તારની કુલ-૧૧૮ સરકારી માધ્યમિક શાળાઓની મંજૂરી આપવામાં આવેલ જે પૈકી આદિજાતિ વિસ્તારની કુલ-૧૨ સરકારી માધ્યમિક શાળાઓને અને બિન આદિજાતિની ૫૫મ૫ - ૬૦ સરકારી માધ્યમિક શાળાઓને સને-૨૦૨૦-૨૧ના નાણાંકિય વર્ષમાં સરકારી શાળાઓ ચાલુ કરવા જણાવેલ છે. જે ધ્યાને રાખી બિન આદિજાતિ વિસ્તારની કાર્યરત સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય વર્ગ-૨ ની કુલ-૬૦ જગ્યાઓ મંજૂર કરવા માટે જરૂરી કાર્યવાહી માટે જણાવેલ. જે પરત્વે અત્રેની મહેકમ શાખા તરફથી શિક્ષણ વિભાગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવેલ. આમ, ઉક્ત બાબતો ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરેલ અને બિન આદિજાતિ વિસ્તારની ચાલુ થયેલ કુલ-૬૦ સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય વર્ગ-૨રની નવી જગ્યાઓ સંદર્ભ-૩ના શિક્ષણ વિભાગના ઠરાવથી મંજૂર કરવામાં આવેલ છે. ઠરાવ નકલ સામેલ છે. ઠરાવની યાદી મુજબ આપના જિલ્લાની સરકારી માધ્યમિક શાળાના મંજૂર મહેકમમાં આચાર્ય વર્ગ-૨ ની નવી મંજૂર જગ્યાની ગણતરી ધ્યાને લેવા અને તે અંગેની જાણ સંબધિત સરકારી માધ્યમિક શાળાઓને કરવા વિનંતી છે.

 નીચેની શરતોને આધિન વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

 
(૧) આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં
વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે.

(૨) પ્રસ્‍તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે.

(૩) આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો-વખત લાગુ પડતા ઠરાવો/પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પધ્ધતિથી કરવાનું રહેશે.

(૪) આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.
(૫) આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાંટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. બચત રહેતી રકમ
વર્ષ આખરે સરન્ડર કરવાની રહેશે

(૬) યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

(૭) વર્ગ-૧ અને વર્ગ-૨ ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઠરાવેલ રેશીયો મુજબ ભરવા કાર્યવાહી કરવાની રહેશે જે તે જગ્યાઓના પગાર-ધોરણો આર,.ઓ.પી.-૨૦૧૬ પ્રમાણે છે કે કેમ તે ખાતરી કરી લેવાની જવાબદારી કચેરીની રહશે
(૯) સીધી ભરતીથી નિમણૂંક પામનાર ઉમેદવારને નિયમિત નિમણૂંક મળ્યા બાદ નાણાં વિભાગના તા.૧૮/૩/૨૦૦૫ ના ઠરાવ ક્રમાંક:નપન/ર૦૦૩ /જીઓઆઈ/૧૦ (પા.ફા.) ની જોગવાઈ પ્રમાણે રાજ્ય
સરકાર દ્વારા તા.૧/૪/૨૦૦૫ થી દાખલ કરવામાં આવેલ નવી વર્ધીત પેન્શન યોજના હેઠળ આવરી
લેવાના રહેશે.

(૧૦) આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમોનુસાર જળવાય તે કમિશ્રરશ્રી શાળાઓની કચેરીએ જોવાનું રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય તો તેને અગ્રીમતા આપવાની
રહેશે.

(૧૧) આ જગ્યાઓ ઉપરની ભરતી સરકારશ્રીના જે તે જગ્યાના પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયમ ભરતી પધ્ધતિને અનુસરીને કરવાની રહેશે.

(૧ર) કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમોનુસાર ઉમેદવાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ/લાયકાત ધરાવતા હોવા જોઈએ.

(૧૩) રાજ્ય સરકાર દ્વારા વખતોવખત નિયત કાર્યભારણનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(૧૪) આ નવી મંજૂર કરેલ જગ્યાઓ જે-તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ જગ્યાઓ વખતો વખત ચાલુ રાખવાની થાય તો કમિશ્નરશ્રી શાળાઓની કચેરીએ જગ્યાઓ લંબાવવાની દરખાસ્ત મુદ્દત પૂરી થતા પહેલાંના એક માસ અગાઉ શિક્ષણ વિભાગ મારફતે નાણાકીય સલાહકારશ્રીને રજૂ કરી જગ્યા વધુ સમય ચાલુ રાખવાની મંજૂરી મેળવી લેવાની રહેશે.

આ અંગેનો ખર્ચ માંગણી ક્રમાંક - ૯,બજેટ સદર-૨ર૦ર-૦૨-૧૦૯-૦૧ હેઠળની યોજના:- ઇ.ડી.એન. -૧૯ ,કમિશ્નરશ્રી શાળાઓની કચેરી હેઠળ ઉધારવાનો રહેશે અને તે સદર હેઠળ થયેલ જોગવાઈમાંથી મેળવવાનો રહેશે.

જગ્યાઓ/શાળાઓની ની યાદી 





પરિપત્ર download કરો 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment