સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્કૂલ ઓફ એકસલન્સ શાળાઓમાં ધો. ૬ થી ૮ ના ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયના ૧૧ માસના કરાર આધારિત શિક્ષકોની જગ્યાના કરાર બાબત
સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓમાં ધો. ૬ થી ૮ ના ગણિત-વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન વિષયના અંદાજીત ૨૫૨ (૮૪ × ૩) શિક્ષકોની જગ્યાઓ ટૂંકા સમયગાળાના ૧૧ માસના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) ભરતી પ્રક્રિયા માટે નીચે મુજબની શૈક્ષણિક, વ્યવસાયિક લાયકાત તથા અનુભવ ધરાવનાર ઉમેદવાર પાસેથી ઓન લાઈન (ONLINE) અરજી મંગાવવામાં આવે છે. આ જાહેરાતના સંદર્ભમાં માત્ર ઓન લાઈન (ON LINE) અરજીઓ જ સ્વીકારવામાં
આવશે. આ જગ્યા પરની કરાર આધારિત નિમણૂક ૧૧ માસના કરાર આધારિત (કોન્ટ્રાક્ટ બેઝ) ટૂંકા સમયગાળા માટેની છે.
ઉમેદવારોએ ઓનલાઈન (ON LINE) અરજી, http.//www.ssagujarat.org વેબસાઈટ પર જઈ Recruitment પર ક્લીક કરી, કરવાની રહેશે. ઓન લાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા વેબસાઈટ પર મુકેલ છે, જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓન લાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. ઈન્ટરવ્યૂ સમયે આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
ઓન લાઈન (ON LINE) અરજી કરવાનો સમયગાળો: ૨૦ મે, ૨૦૨૧ (બપોરે ૧૫:૫૯ કલાકથી શરૂ) થી ૩૧ મે, ૨૦૨૧ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા, સેક્ટર-૧૩, ગાંધીનગર
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment