Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

B.Ed. Admission 2024-25 GCAS PORTAL (UG PG PH.D. Courses Admission)

ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની ૧૪-સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/કોલેજમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યાશાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ - જીકેસ (GCAS)ની રચના કરવામાં આવેલ છે.

  1. ગુજરાત રાજ્યની ૧૪-સરકારી યુનિવર્સિટી કે યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા/કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના ડીગ્રી કોર્સીસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ જીકેસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
  2. જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  3. વિદ્યાર્થીએ https://gcas.gujgov.edu.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  4. વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઈમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે.
  5. . રજિસ્ટ્રેશનની વધુ જાણકારી માટે:
  6. https://gcasstudent.gujgov.edu.in/applicants/QuickRegistration.aspx
  7. વિદ્યાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile) ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.
  8. વિદ્યાર્થી જે ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી (Choice) કરવાની રહેશે.
  9. જીકૅસ પોર્ટલની રેજીસ્ટ્રેશન ફી (Payment) ₹ ૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.
  10. ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ (final Submit) કરવાની રહેશે.
  11. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયાની વધુ જાણકારી માટે કરવાની રહેશે
  12. https://gcas.gujgov.edu.in/Content/general-instructions-196
    રજિસ્ટ્રેશન પ્રક્રિયા સંબંધિત કોઈપણ સહાયતા માટે ઈ-મેઈલ:- support-gcas@gujgov.edu.in

 B.Ed. Admission 2024-25 in Gujarat


B.Ed. Admission 2024-25

બી.એડ. પ્રવેશ (૨૦૨૪-૨૦૨૫)
પ્રવેશ માર્ગદર્શિકા

બી.એડ. પ્રોગ્રામ: ૨૦૨૪-૨૦૨૫ માં પ્રવેશ મેળવવા ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર ક્રમાંક : પરચ - ૨૦૨૪-૧૦૩- ખ૧ તા. ૧૬/૦૩/૨૦૨૪ ના અનુસંધાને દરેક વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે નીચે પ્રમાણે કાર્યવાહી કરવાની રેહશેઃ

સોપાન : ૧ GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રેહશે. તા. ૦૧/૦૪/૨૦૨૪ થી GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત થશે. GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેની લિંક: https://gcas.gujgov.edu.in

સોપાન : ૨ GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થી પોતાની પ્રાથમિક માહિતી તથા જરૂરી ડોક્યુમેન્ટ પોર્ટલ પર અપલોડ કરવાના રેહશે (ઉદા.એલ.સી., માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અને સહી વિગેરે...) તથા અભ્યાસ કરવો હોય તે કોલેજને પસંદગી આપવાની રેહશે; ઓનલાઇન ફી (૩૦૦ રૂ.) ભરવાની રેહશે તથા અરજી ફાઇનલ સબમીટ કરવાની રેહશે.

સોપાન : ૩ GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નજીકનાં હેલ્પસેન્ટર પર ડોક્યુમેન્ટસ વેરીફીકેશન કરાવવાના રેહશે.

સોપાન : ૪ જે-તે યુનિવર્સિટીના નિશ્ચિત કરવામાં આવેલ ધારાધોરણ પ્રમાણે (પ્રવેશ પરીક્ષા / પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ) દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તથા દરેક યુનિવર્સિટી દ્વારા એક સાથે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ એક સાથે જાહેર કરવામાં આવશે.

સોપાન : ૫ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બાબતે જો કોઈ ગ્રીવન્સ હોય તો તે અંગે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ દિન-૨ માં જે તે યુનિવર્સિટી / કોલેજ ગ્રીવન્સ સેલમાં જઇ રજુઆત કરવાની રેહશે.

સોપાન : ૬ ફાળવેલ ગ્રીવન્સ દિન-૨ બાદ યુનિવર્સિટી / કોલેજ દ્વારા ફાઇનલ મેરિટ લીસ્ટ અને એલોટમેન્ટ જાહેર કરવામાં આવશે.

સોપાન : ૭ વિદ્યાર્થીઓને જે કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મળેલ હોય તેમની સૂચના મુજબ ફી ભરવાની રહેશે.


  • બી.એડ. બે વર્ષનો રેગ્યુલર કોર્સ છે. (2024-25)

  • BAOU, અને IGNOU માં External હોય છે. જ્યારે IITE ખાતે Integrated બી. એડ. અભ્યાસક્રમ ચાલે છે. ગુજરાતની અન્ય તમામ યુનિવર્સિટી સાથે સલગ્ન કોલેજોમાં રેગ્યુલર બી.એડ. થાય છે. External બી.એડ. થતું નથી. 

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બી.એડ. કોલેજો વિષેની માહિતી માટે ગત વર્ષની બી.એડ. એડમિશન ની વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો. https://sauedu.in/List_College_List.aspx



  • Applicant must have an active Email Id and Mobile Number
  • Applicant can register only once, from the same email id.
  • Applicant must have latest Photo and Signature with maximum size of 50 K.B.
  • Applicant must have below documents with maximum size of 200 K.B. for complete application fill-up.
    • Latest Marksheet
    • School Leaving Certificate
    • Caste Certificate (If Applicable)
    • Non-Creamy Layer Certificate (If Applicable)
    • Differently Abled Certificate (If Applicable)
    • EWS Certificate (If Applicable)
    • Domicile Certificate (If Applicable)
  • Click Here To Download How to Apply/Register


  • અરજદાર પાસે સક્રિય ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબર હોવા જોઇએ.
  • અરજદાર એક જ ઇમેઇલ આઇડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે.
  • અરજદાર પાસે 50 K.B. ના મહત્તમ કદ સાથે નવીનતમ ફોટો અને સહી હોવી આવશ્યક છે.
  • સંપૂર્ણ અરજી ભરવા માટેઅરજદાર પાસે મહત્તમ 200 કે.બી.ની સાઇઝના દસ્તાવેજો હોવા જોઈએ
    • તાજેતરની માર્કશીટ
    • શાળા છોડવાનું પ્રમાણપત્ર
    • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
    • નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
    • દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
    • ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
    • નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  • Click Here To Download How to Apply/Register

DOWNLOAD

CLICK HERE TO APPLY

 

સામાન્ય સૂચનાઓ (ગુજરાતીમાં) 
General Instructions (English)
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) 

How to apply online? Video instructions






No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment