Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

અગ્નિપથ યોજના શું છે? ભારતીય સેનામાં માત્ર ચાર વર્ષની નોકરીની એ યોજના જેમાં યુવાનો બનશે 'અગ્નિવીર'

અગ્નિપથ યોજના શું છે? What is Agneepath Scheme?

અગ્નિપથ યોજના શું 
છે?

What is Agneepath Scheme? 



સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, "'અગ્નિપથ' એ આર્મી, એરફોર્સ અને નેવીમાં ભરતી માટે સમગ્ર ભારતમાં મૅરિટ આધારિત ભરતી યોજના છે. આ યોજના યુવાનોને સશસ્ત્ર દળોની નિયમિત કૅડરમાં સેવા કરવાની તક પૂરી પાડશે."

"અગ્નિવીરોની તાલીમ અવધિ સહિત 4 વર્ષના સેવા સમયગાળા માટે સારા નાણાકીય પૅકેજ સાથે ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ પછી, કેન્દ્રિય અને પારદર્શક સિસ્ટમના આધારે 25 ટકા જેટલા અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે."
"100 ટકા ઉમેદવારો નિયમિત કૅડરમાં ભરતી માટે સ્વયંસેવક તરીકે અરજી કરી શકે છે."
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.

રક્ષા મંત્રીએ કહ્યું કે અગ્નિપથ યોજના ભારતની સેનાને વિશ્વ કક્ષાની સેના બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.ભારતમાં મોટી સંખ્યામાં લોકોને સૈન્યમાં રોજગાર મળે છે. ભારતીય સેનામાં 14 લાખ લોકોને નોકરી મળી છે. ભારતના યુવાનોમાં સેનામાં જોડાવાની ઇચ્છા ઘણા સમયથી પ્રબળ રહી છે. 
દર વર્ષે ભારતીય સેનામાંથી 60,000 જવાનો નિવૃત્ત થાય છે. સેના આ ખાલી જગ્યાઓ પર ભરતી માટે 100થી વધુ રાઉન્ડનું આયોજન કરતી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે. રક્ષા મંત્રીએ યુવાનોને અગ્નવીર બનવા અપીલ કરી હતી. ચાર વર્ષની સેવા બાદ રાખવામાં આવેલા 25 ટકા સૈનિકો અગ્નિવીર કહેવાશે. 

આ દરમિયાન નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45000 યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સેનાના અગ્નિવીરોમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે. અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ જાળવી રાખવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે. તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે. આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.

અગ્નિપથ યોજનાની મુખ્ય બાબતો 

આ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે. 

  • નવા અગ્નિવીરોની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હશે.
  • ભરતીની ઉંમર 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
  • ભરતી ચાર વર્ષ માટે થશે
  • ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
  • ચાર વર્ષના સૈનિકનું નામ અગ્નિવીર રાખવામાં આવશે.
  • પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
  • ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે
  • ચાર વર્ષની નોકરીમાં છ-નવ મહિનાની તાલીમ આપવામાં આવશે.
  • સેના માં નિવૃત્તિ પછી પેન્શન મળશે નહીં, પણ એકસાથે રકમ આપવામાં આવશે.

અગ્નિવીરોનો પગાર કેટલો હશે?

પ્રથમ વર્ષમાં અગ્નિવીરોને લગભગ રૂ. 4.76 લાખનું સેલરી પેકેજ મળવાપાત્ર છે. તે દર વર્ષે વધશે. ચોથા
વર્ષે પગાર વધીને લગભગ રૂ. 6.92 લાખ થશે.
અનિલ પુરીએ જણાવ્યું કે, સૈનિક તરીકેની ચાર વર્ષની કારકિર્દીમાં પહેલા વર્ષે અગ્નિવીરોને વાર્ષિક ૪.૭૬ લાખ રૂપિયાનું પેકેજ મળશે, જે ચોથુ વર્ષ પૂરું થતા સુધીમાં વધીને ૬.૯૨ લાખ થશે. એટલે કે અગ્નિવીરનો પહેલા વર્ષે માસિક પગરા રૂ. ૩૦,૦૦૦ હશે, જેમાંથી રૂ. ૨૧,૦૦૦ તેના હાથમાં આવશે. બાકીની રકમ એક અલગ ભંડોળમાં જમા થશે અને તેટલી જ રકમનું યોગદાન સરકાર આપશે. ત્યાર પછી બીજા, ત્રીજા અને ચોથા વર્ષે અગ્નિવીરોનો પગાર અનુક્રમે રૂ. ૩૩,૦૦૦, રૂ. ૩૬,૫૦૦ અને રૂ. ૪૦,૦૦૦ થઈ જશે. પ્રત્યેક અગ્નિવીરને સેવા નિધિ પેકેજ તરીકે રૂ. ૧૧.૭૧ લાખની રકમ મળશે, જે કરમુક્ત હશે.

જોકે, અગ્નિવીરોને ગ્રેજ્યુઈટી અને પેન્શનના લાભ નહીં મળે. તેમને આર્મ્ડ ફોર્સીમાં કામગીરી દરમિયાન રૂ. ૪૮ લાખનું જીવન વીમા કવચ મળશે. સેવામાં ચાર વર્ષ પૂરા કર્યા પછી અગ્નિવીરોને 'અગ્નિવીર સ્કીલ સર્ટિફિકેટ' આપવામાં આવશે, જે તેમને સૈન્યની સેવા પછી અન્ય નોકરી મેળવવામાં મદદરૂપ થશે. વધુમાં સૈન્યની જરૂરિયાત અને નીતિના આધારે અગ્નિવીરોને આર્મ્ડ ફોર્સીસમાં કાયમી ભરતી માટે અરજી કરવાની તક અપાશે.

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, નવી પ્રક્રિયા આપણી ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન લાવશે. જોકે, સૈનિકોની ભરતી માટેના ફિઝિકલ, મેડિકલ અને વ્યાવસાયિક માપદંડો તથા ધારાધોરણો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. હાલમાં, સૈન્યમાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ પ્રારંભિક ૧૦ વર્ષની મુદત માટે યુવાનોની ભરતી થાય છે, જેને ૧૪ વર્ષ સુધી લંબાવી શકાય છે. નવી ભરતી પ્રક્રિયા પાછળ સરકારનો આશય પગાર અને પેન્શનનો બોજ ઘટાડવાનો છે.

                                         અગ્નિપથ યોજના શું છે?
  1. આ યોજના હેઠળ, છોકરાઓ અને છોકરીઓ બંનેને ત્રણેય સેવાઓમાં ભરતી થવાની તક મળશે. અગ્નિવીર માટે અરજી કરવા માટે ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સાથે યુવાનોને 10 કે 12મું પાસ થતાં જ સારી કારકિર્દી મળશે. તેમની પાસે વધુ સારો પગાર, તાલીમ અને ભવિષ્યનો માર્ગ હશે.
  2. અગ્નિવીર (Mission Agneepath Scheme) માટે મેડિકલ અને ફિઝિકલ ફિટનેસના નિયમો એ જ રહેશે, જે અત્યાર સુધી અન્ય સૈનિકો માટે હતા. 10 અને 12 પાસ યુવાનોને અગ્નિવીર તરીકે અલગ-અલગ જગ્યાઓ પર ભરતી માટે તક આપવામાં આવશે.
  3. પ્રથમ વર્ષમાં અગ્નિવીરોને વાર્ષિક રૂ. 4.76 લાખનું પેકેજ મળશે. ચોથા વર્ષના અંત સુધીમાં આ રકમ વધીને 6.92 લાખ રૂપિયા થઈ જશે.
  4. સેવાના અંતે 11.7 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. આ સિવાય સેવા દરમિયાન શહીદ થવા પર પરિવારના સભ્યોને 1 કરોડ રૂપિયા મળશે. બીજી તરફ, સેવા દરમિયાન અપંગતા અથવા ગંભીર ઈજાના કિસ્સામાં, 44 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવશે.
  5. સર્વિસ ફંડ પેકેજ પર કોઈ ટેક્સ લાગશે નહીં.
  6. અગ્નિવીર (Agneepath Scheme) તરીકેનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર સૈનિકોને અન્ય સંસ્થાઓમાં રોજગારીની તકો મળશે અને તેમને પ્રાથમિકતા પણ આપવામાં આવશે. આ સિવાય 25 ટકા અગ્નિવીરોને પણ સેનામાં લાંબા ગાળાની સેવા માટે પસંદ કરવામાં આવશે.
  7. અગ્નિવીરોની પ્રથમ ભરતી 90 દિવસમાં થશે.
  8. આ વર્ષે પ્રથમ બેચમાં કુલ 46,000 અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આગામી વર્ષોમાં આ સંખ્યા વધુ વધી શકે છે.
  9. અગ્નિવીરોની ભરતી માટે સેનાની રેલી યોજાશે. આ ઉપરાંત ત્રણેય સેનાઓ દ્વારા કેટલીક સંસ્થાઓની મુલાકાત લઈને કેમ્પસ ઈન્ટરવ્યુ પણ લેવામાં આવશે. ખાસ કરીને ITI કરતા યુવાનોને વિશેષ તકો મળશે.
  10. તેમની નિવૃત્તિ પછી પણ તેમને બીજી નોકરી મેળવવાનું સરળ બનાવવા માટે ‘અગ્નવીર કૌશલ્ય પ્રમાણપત્ર’ જારી કરવામાં આવશે.

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment