પ્રાથમિક શિક્ષકો તેમજ વિદ્યાસહાયકો ના બદલીના નવા નિયમો જાહેર
2 લાખથી વધુ શિક્ષકો માટે ખુશખબર, રાજ્ય સરકારે બદલીના નિયમોમાં કર્યો ફેરફાર
રાજ્ય સરકારે વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના
નિયમોમાં ફેરફાર કર્યો છે.
નવા નિયમો અનુસાર રાજ્યમાં જે જિલ્લામાં 40 ટકા
શિક્ષકોને ફેરબદલીનો લાભ અપાતો હતો, તેના સ્થાને હવે 100 ટકા જગ્યા પર
ફેરબદલીનો લાભ અપાશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ફેર અને જિલ્લા
આંતરિક અરસપરસ બદલીમાં શિક્ષકો માટે વતન જોગવાઈને પણ દૂર કરવામાં આવી છે.
તેમજ હવે એક જ જગ્યાએ 10 વર્ષના બદલે પાંચ વર્ષ બાદ પણ શિક્ષક બદલી માટે
અરજી કરી શકે છે.
આ ઉપરાંત જે શિક્ષકોના પતિ કે પત્ની સરકારી શાળામાં
પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હશે તેમને પ્રતિનિયુક્તિ મુકી શકાશે.
આ
ઉપરાંત પતિ અને પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત
સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં
પણ મળવાપાત્ર થશે. અને બદલીઓના કિસ્સામાં જેમને ફરિયાદ હોય તેમની બદલીઓના
કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની પણ રાજ્ય સરકાર દ્વારા
રચના કરવામાં આવી છે.
શિક્ષણ
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ
ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ
શક્યાં નથી તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે
શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા
શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી
હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો તા.23/05/2012ના ઠરાવથી નિયત થયા હતા. માન્ય શિક્ષક સંગઠનો તેમજ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યા છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. તેમજ જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવેલ છે એટલે કે 'વતન' શબ્દ દૂ૨ ક૨વામાં આવ્યો છે. તે ઉપરાંત શિક્ષક સંઘો અને તેમના પ્રતિનિધિઓ સાથે પુરતી ચર્ચા વિચારણાને અંતે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શિક્ષકો વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા છે તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો બે વધઘટ બદલી કેમ્પ સુધી મૂળ શાળા ઇચ્છે તો માંગી શકે.
આ ઉપરાંત નવા નિયમોમાં 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.
શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત / ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક / મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી કોર્ટ કેસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.

પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો
🔹 શિક્ષક મહેકમ માટેની વિદ્યાર્થી સંખ્યા ૩૦ જૂન ગણાશે, ( પહેલા ૩૧ ઓગસ્ટ હતી.
🔹 ધોરણ ૬ થી ૮ માં વિકલ્પ માટે TET-2 પરીક્ષા અને ૩ વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય, વિકલ્પને બદલી ગણીને વિકલ્પ સ્વીકાર્યા બાદની બદલી માટે વિકલ્પના હુકમને ધ્યાને લઈને સીનીયોરીટી નક્કી કરાશે, જેમાં ૩ વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય.
( અગાઉ TET-2 પરીક્ષા ફરજીયાત ન હતી,બદલી માટે અગાઉની જે શાળામાંથી વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળામાંથી સિનીયોરીટી ગણાતી હતી.)
🔹 જિલ્લા આંતરિક અને જિલ્લાફેર અરસપરસમાં વતનની જોગવાઈ દૂર કરાઈ.અગાઉ વિકલ્પ અસ્વિકાર કરનાર અરજી કરી શકશે.(અગાઉ બદલી બંને શિક્ષકો ના સેવાપોથીમાં નોંધાયેલ જિલ્લામાં જ બદલી થઈ શકતી હતી, ફરીથી વિકલ્પ અરજી કરી શકાતી ન હતી)
🔹 ૧૦ વર્ષના બોન્ડવાળા જિલ્લાના શિક્ષકો ૫ વર્ષે બદલી કરાવી શકશે, જેમાં જે શિક્ષક બદલી કરાવીને બોન્ડવાળા જિલ્લામાં જાય, ત્યાં બદલીથી આવેલ શિક્ષકે બાકીના પાંચ વર્ષ બદલી કરી શકશે નહીં, અને તે બાબતનું લેખિત બોન્ડ આપવું પડશે, ચાલુ વર્ષે ઓનલાઈન અરજી ડિસેમ્બર ૨૦૨૨માં કરી શકશે. (અગાઉ ૧૦ વર્ષ સુધી બદલી થઈ શકતી ન હતી).
🔹 શાળા મર્જ થાય તો જે શાળામાંંથી આવ્યા હોય તે શાળા તે શાળાની દાખલ તારીખને ધ્યાને લેેવાશે.
🔹 જિલ્લા વિભાજનના કિસ્સામાં જ્યાં સુધી પ્રતિક્ષાયાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેરથી જગ્યા ભરાશે નહિં. (અગાઉ કોઈ ચોક્ક્સ જોગવાઈ ન હતી)
🔹 સીઆરસી/બીઆરસી બદલીમાં પ્રતિનિયુક્તિ પૂર્ણ કરનારને મૂળ શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી, જ્યારે રાજીનામું/પ્રતિનિયુક્તિ રદ કિસ્સામાં નવી શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી
🔹જિલ્લાફેર બદલીમાં જે મહિનામાં બદલી કેમ્પ યોજાય, તે મહિનાની પહેલી તારીખે ખાલી પડેલ તમામ જગ્યાઓ જિલ્લાફેરથી ભરીશે.(અગાઉ ૪૦% જગ્યા જ જિલ્લાફેરથી ભરાતી હતી.
🔹 દંપતિ કિસ્સામાં પ્રતિનિયુક્તિ કિસ્સામાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ શિક્ષકની માંગણી બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિ આપવામાં આવશે,જેમાં શિક્ષકને નિવૃત્તિના બે વર્ષ અગાઉ મૂળ જિલ્લામાં પરત લાવવાના રહેશે.
🔹 જીલ્લાફેર બદલીની અરજીઓની પ્રતિક્ષા યાદી દરેક જિલ્લાએ બનાવવાની રહેશે અને જે જિલ્લાની પ્રતિક્ષાયાદી પૂર્ણ થશે તેની જાણ નિયામકશ્રીને કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઇન માધ્યમથી જિલ્લા ફેર અરજીઓ રહેશે, જેમાં શિક્ષકોએ નિયત સમયમાં ઓનલાઈન ૩ જિલ્લા પસંદ કરવાના રહેશે.
જે જિલ્લામાં પ્રતિક્ષા યાદી છે તેવા જિલ્લામાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment