Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

RTE Admission 2021-22 Gujarat_ Admission form_ RTE પ્રવેશ માટેનો કાર્યક્રમ ૨૦૨૧-૨૨

RTE Admission 2021-22 Gujarat-Admission form

RTE પ્રવેશ માટેનો કાર્યક્રમ ૨૦૨૧-૨૨ 

આર.ટી.ઈ.એકટ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ-૧ માં ઓનલાઈન પ્રવેશ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની માર્ગદર્શક સૂચનાઓ 

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને તથા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમ- ૨૦૧૨માં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૧માં ૨૫ ટકા મુજબ પ્રવેશ આપવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવા શિક્ષણ વિભાગ દ્વારા તા.૪/૮/૨૦૨૦ના ઠરાવથી જોગવાઈ કરવામાં આવેલ છે.

આથી શૈક્ષણિક વર્ષઃ૨૦૨૧-૨૨ માં આર.ટી.ઈ.હેઠળ ધોરણ-૧ માં વિનામૂલ્યે પ્રવેશની કાર્યવાહી માછે નીચે મુજબ સૂચનાઓ આપવામાં આવે છે.

= વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખઃ

૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ છે. 

=ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે ડોક્યુમેન્ટની જરૂર છે તેની વિગતો વેબપોર્ટલ પર આવશ્યક દસ્તાવેજની લિંકમાં દર્શાવેલ છે. આ ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને જરૂરી સમય મળી રહે તે માટે તા.૨૧/૦૬/૨૦૨૧ થી તા.૨૪/૦૬/૨૦૨૧ સુધી સમયગાળો આપવામાં આવેલ છે. 

= સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ફોર્મ જમા કરાવવાની પ્રકિયા Covid-19 વૈશ્વિક મહામારીના કારણે રદ કરેલ નો, ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવી,  જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (કેટેગરી ક્રમાંકઃ ૮,૯,૧૧,૧૨ અને ૧૩ માટે)વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. 

= હાલની Covid -19ની વૈશ્વિક મહામારીના કારણે રીસીવીંગ સેન્ટર બંધ રાખવામાં આવેલ છે. જેથી, વાલીઓને મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન શરૂ કરવામાં આવેલ છે. સદર હેલ્પલાઈન નંબર પર વાલીઓને પ્રવેશ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવું, ઓનલાઈન અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અપલોડ કરવા તેમજ પ્રવેશ સબંધિત આનુસાંગિક માર્ગદર્શન આપવાનું રહેશે.

RTE Admission Advertisement 2021-22 

RTE Admission Advertisement 2021-22

RTE Admission Advertisement 2021-22

RTE Admission Gujarat : Important Dates 

RTE Admission Gujarat : Important Dates


ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

ક્રમદસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્‍ય ગણવામાં આવશે. 
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રજુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણાશે.
(તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો)
ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્‍ય ગણવામાં આવશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ







No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment