૨૦૨૦-૨૧ ના વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ-૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના નિયમો
સંદર્ભ :- શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:મશબ/૧૨૨૧/૭૪૧/છ તા.૧૯/૦૬/૨૦૨૧
રાજય સરકારશ્રી દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને અન્ય પ્રવાહની પરીક્ષાઓ તા.૦૧/૦૭/૨૦૨૧ થી યોજવાની જાહેરાત કરેલ હતી પરંતુ રાજયમાં કોરોના સંક્રમણથી રાજયની સ્થિતિને ધ્યાને લઈ તા.૦૨/૦૬/૨૦૨૧ ના રોજ સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા સરકારશ્રીએ નિર્ણય કરેલ હતો.
ધોરણ-૧૨ પરિણામ તૈયાર કરવાની ફોર્મુલા |
[A] ધોરણ-૧૦ ના બોર્ડના પરિણામમાં વિષયવાર મેળવેલ ૭૦ ગુણના આધારે ધોરણ-૧૨ માં વિદ્યાર્થીએ પસંદ કરેલ જૂથ મુજબના વિષયમાં ગુણાંકનની પધ્ધતિ.
(ક) ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ તૈયાર કરતી વખતે ધોરણ-૧૦ બોર્ડના પરિણામની ગણતરી કરેલ રીતની સમજ [પરિશિષ્ટ- ક]
જૂથ-૦૧ ના વિષય માટે :-
(૧) ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના જૂથ-૦૧ માંથી પસંદ કરેલ અંગ્રેજી (૦૦૬) (પ્રથમ ભાષા) અથવા અંગ્રેજી (૦૧૩) (દ્વિતીય ભાષા) ભાષાના ગુણ માટે ધોરણ-૧૦ ની અંગ્રેજી (૦૦૪) (પ્રથમ ભાષા) અથવા અંગ્રેજી (0૧૬) (દ્વિતીય ભાષા) માં મેળવેલ ગુણને ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહના જૂથ-૦૧ ના વિષયના ગુણ તરીકે ગણતરી કરવામાં આવશે.
જૂથ-૦૨ર ના વિષય માટે :-
(૧) ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના જૂથ-૦૨ માંથી પસંદ કરેલ કોઈ એક દ્વિતીય ભાષા અથવા કોમ્પ્યુટર વિષયના ગુણ માટે ધોરણ-૧૦ માં વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતીય ભાષા અથવા તૃતીય ભાષામાં મેળવેલ ગુણને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના જૂથ-૦૨ ના વિષયના ગુણ તરીકે ગણતરી કરવામાં આવશે.
જૂથ-૦૩ ના વિષય માટે :-
(૧) ગૃપ-& ના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ ના ગણિતના ગુણ ધોરણ-૧૦ માં ગણિતમાં મેળવેલ ગુણને ધોરણ-૧૨ ના ગણિતના ગુણ તરીકે ગણતરી કરવામાં આવશે.
(૨) ગૃપ-8 ના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ ના જીવવિજ્ઞાનના ગુણ ધોરણ-૧૦ માં વિજ્ઞાનમાં મેળવેલ ગુણને ધોરણ-૧૨ ના જીવવિજ્ઞાનના ગુણ તરીકે ગણતરી કરવામાં આવશે.
(3) ગૃપ-A/B ના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ ના ગણિતના ગુણ ધોરણ-૧૦ માં ગણિતમાં મેળવેલ ગુણને ધોરણ-૧૨ ના ગણિતના ગુણ તરીકે ગણવાના રહેશે અને ધોરણ-૧૨ ના જીવવિજ્ઞાનના ગુણ ધોરણ-૧૦ માં વિજ્ઞાનમાં મેળવેલ ગુણને ધોરણ-૧૨ ના જીવવિજ્ઞાનના ગુણ તરીકે ગણતરી કરવામાં આવશે.
(૪) ધોરણ-૧૨ રસાયણ વિજ્ઞાન અને ભૌત્તિક વિજ્ઞાનના ગુણ ધોરણ-૧૦ માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં મેળવેલ ગુણના સરેરાશ કરતાંથતા ગુણને ધોરણ-૧૨ ના રસાયણ વિજ્ઞાન અને ભૌત્તિક વિજ્ઞાનના ગુણ તરીકે ગણતરી કરવામાં આવશે.
પ્રાયોગિક પાસાના વિષયોનું ગુણાંકન :-
(૧) ધોરણ-૧૨ રસાયણ વિજ્ઞાન, ભૌત્તિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના પ્રાયોગિક પાસાના મૂલ્યાંકન માટે શાળા કક્ષાએ ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ માં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી દ્વારા કરેલ પ્રાયોગિક કાર્યને ધ્યાને લઈ વિષય શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવાનું રહેશે અને તે ગુણને ધોરણ-૧૨ રસાયણ વિજ્ઞાન, ભૌત્તિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના પ્રાયોગિક વિષયના ગુણ તરીકે ગણાવાના રહેશે અને તે મુજબના ગુણ શાળા દ્વારા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
(ખ) ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના પરિણામ તૈયાર કરતી વખતે ધોરણ-૧૦ બોર્ડના પરિણામની ગણતરી કરેલ રીતની સમજ [પરિશિષ્ટ- ખ] અને [પરિશિષ્ટ- ખ(૧)]
જૂથ-૦૧ ના વિષય માટે :-
(૧) ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના જૂથ-૦૧ માંથી પસંદ કરેલ અંગ્રેજી (૦૦૬) (પ્રથમ ભાષા) અથવા અંગ્રેજી (૦૧૩) (દ્વિતીય ભાષા) ભાષાના ગુણ માટે ધોરણ-૧૦ ની અંગ્રેજી (૦૦૪) (પ્રથમ ભાષા) અથવા અંગ્રેજી (૦૧૬) (દ્વિતીય ભાષા) માં મેળવેલ ગુણને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment