Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

B.ED. Sem-4 Viva Saurashtra University 2021 Date declared to be before 30/06/2021

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એડ.સેમેસ્ટર-૦૪ ના વાઈવા પરીક્ષા યોજવા બાબત.

સ્નાતક કોર્સના બી.એડ.સેમેસ્ટર-૦૪ ના વાઈવા પરીક્ષા

સંબંધિત કોલેજ દ્વારા ઓનલાઈન લેવા માટે આયોજન કરવાનું રહેશે. 

વાઈવા પરીક્ષા દરમ્યાન કોલેજના પ્રિન્સીપાલે ચેરમેન તરીકે કામ કરવાનું રહેશે. જો કોલેજ માં પ્રિન્સીપાલ એપોઇન્ટ થયેલ ના હોય તેવા સંજોગોમાં ચેરમેન તરીકે બાહ્ય પરીક્ષક કાર્ય કરશે જે માટે કોલેજે બીજી કોલેજના પ્રિન્સીપાલ અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ને બોલાવવાના રહેશે. 

પરીક્ષકો તરીકે યુનિવર્સિટી માન્ય સ્થાનિક પ્રાધ્યાપકોની નિયુક્તિ કરીને તા.૨૦/૦૬/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ દરમ્યાન પૂર્ણ કરીને વાયવા, વાર્ષિક પાઠ તથા ઇન્ટર્નશીપના ગુણ તુરંત યુનિવર્સિટીમાં ઓફલાઈન જમા કરવાના રહેશે.  

કોલેજોએ નીચેની સુચનાઓને ધ્યાનમાં લઇને વાઈવા યોજવાના રહેશે.


૧. દરેક વિદ્યાર્થીઓના વાઈવા ઓનલાઈન લેવાના રહેશે અને વાઈવા દરમિયાન વિદ્યાર્થીઓના ઇન્ટર્નશીપ

જરનલનું ઈવેલ્યુએશન કરવાનું રહેશે.


૨. વાઈવા પરીક્ષાની તારીખ અને સમયની જાણ દરેક વિદ્યાર્થીને સમયસર થાય તેની વ્યવસ્થા સંસ્થાએ કરવાની

રહેશે.


3. પરીક્ષા પૂરી થયા બાદ જો કોઈ ફરિયાદ આવશે તો કોલેજ પાસેથી વિદ્યાર્થીઓના ઇન્ટર્નશીપ જરનલ મંગાવવામાં આવશે.

VIVA ની તૈયારી માટેના નમૂનારૂપ પ્રશ્નો ક્લિક 

બી.એડ̖. વાઈવા માં પૂછાઇ શકે તેવા માર્ગદર્શક પ્રશ્નો


ક્રમ: ૧ પાઠ આયોજન (પ્રાયોગિક કાર્ય) અંગે : કુલ ગુણ: ૧૦

1.       પાઠ આયોજનનું મહત્વ જણાવો.

2.       માઇક્રો પાઠ એટ્લે શું?

3.       માઇક્રો પાઠમા આપ ક્યા ક્યા કૌશલ્ય શીખ્યા?

4.       સેતુ પાઠ એટલે શું?

5.       માઇક્રો પાઠ અને સેતુ પાઠ નો તફાવત આપો?

6.       માઇક્રો પાઠનો મુખ્ય હેતુ શું હોય છે?

7.       સેતુ પાઠનો મુખ્ય હેતુ શું હોય છે?

8.       માઇક્રો પાઠ અને સેતુ પાઠના ફાયદા જણાવો.

9.       આપે બી.એડ̖. અભ્યાસ દરમિયાન ક્યા ક્યા પાઠ આપ્યા?

10.   આપે બી.એડ̖. અભ્યાસ દરમિયાન ક્યા ક્યા પાઠ કેટલી સંખ્યામાં આપ્યા?

11.   છૂટો પાઠ એટલે શું?

12.   પાઠ આયોજનના સોપાન જણાવો.

13.   એકમ પાઠ એટલે શું?

14.   એકમ પાઠ અને છૂટા પાઠ વચ્ચેનો તફાવત જણાવો.

15.   નિદાન અને ઉપચાર ની સંકલ્પના જણાવો.

16.   બ્લૂ પ્રિન્ટ એટલે શું?

17.   બ્લૂ પ્રિન્ટ શા માટે જરૂરી છે?

18.   આદર્શ પ્રશ્ન પત્ર કેવું હોય?

19.   છૂટા પાઠનું અંતિમ સોપાન જણાવો.

20.   હર્બર્ટ ના પાઠ આયોજન સોપાન જણાવો.

 

21.   કોઈ મુદ્દાનું વિષયાભિમુખ કરી બતાવો.

22.   કા. પા. કાર્ય કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

23.   કેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ?

24.   કોઈ મુદ્દાને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી બતાવો.

25.   હેતુ કથન શા માટે કરવામાં આવે છે?

26.   વર્ગ દરમિયાન થતી વિવિધ શિક્ષક પ્રવૃત્તિઓ કહો.

27.   વર્ગ શિસ્ત પ્રશ્નો નિવારવા આપ શું કરશો?

28.   પાઠ અવલોકન કેમ જરૂરી છે?

29.   આપે બી.એડ̖. દરમિયાન ક્યા પાઠના કેટલા અવલોકનો કર્યા?

30.   પાઠ અવલોકન દ્વારા આપને શું શીખવા મળ્યું?

31.   અવલોકન બાદ આપે કરેલા કોઈ સૂચનો જણાવો.

32.   તમારા અધ્યાપનમાં તમારા ધ્યાને આવેલી ખામીઓ અને સારી બાબતો જણાવો.

33.   બી.એડ̖. દરમિયાન તમારા અધ્યાપનમા આવેલ પરીવર્તન જણાવો.

34.   આપે બે જુદા જુદા એકમ પાઠ આપ્યા. બંને માં શું તફાવત હતો?

35.   બ્લ્યુ પ્રિન્ટ આધારે તૈયાર થતાં પ્રશ્નપત્ર ના લક્ષણો જણાવો.

36.   બ્લૂ પ્રિન્ટના ત્રણ પરિમાણ જણાવો.

37.   પાઠ આયોજનમાં આપે રેચલ કોઈ બે વિશિષ્ટ હેતુઓ જણાવો.

38.   આપના પાઠ આયોજનની પદ્ધતિ અને પ્રયુક્તિઓ જણાવો.

39.   પાઠના અંતે મૂલ્યાંકન કઈ કઈ રીતે કરી શકાય?

40.   તમે કઈ કઈ શાળામાં છૂટા પાઠ આપવા ગયા હતા?

41.   બી.એડ̖. અભ્યાસમાં કુલ કેટલા ગુણનું પ્રાયોગિક કાર્ય હોય છે?

42.   પ્રશ્નોના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.

43.   હેતુઓના પ્રકાર અને એક-એક ઉદાહરણ આપો.


 

ક્રમ:૨ અભ્યાસ દરમિયાન-સહ અભ્યાસ ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગીદારી :૧૦ ગુણ

1.       કોઈ પાંચ સહ અભ્યાસીક પ્રવૃત્તિના નામ આપો.

2.       સહ-અભ્યાસિક પ્રવૃત્તિનું મહત્વ જણાવો.

3.       બી.એડ̖. અભ્યાસ આપે કરેલ કોઈ પાંચ સહ-અભ્યાસિક પ્રવૃત્તિના નામ આપો.

4.       આપની કોલેજમાં કઈ કઈ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઑ થાય છે?

5.       આપમાં રહેલ વિશિષ્ટ આવડત કે કળા જણાવો.

6.       આપ કોઈ પ્રવૃત્તિમાં નેતા બન્યા છો? જો હા તો શું કામગીરી કરી?

7.       આપે ક્યા પુસ્તકો વાંચ્યા છે?

8.       આપે ક્યા પુસ્તકની સમિક્ષા કરી?

9.       પુસ્તક સમીક્ષાના વિવિધ મુદ્દા જણાવો.

10.   આપે કરેલ પુસ્તક સમીક્ષાના મુખ્ય અંશો જણાવો.

11.   પુસ્તકોનું મહત્વ જણાવો.

12.   આપ કઈ રમતમાં રસ ધરાવો છો?

13.   આપે કઈ સ્પોર્ટ્સ ઇવેંટ માં ભાગ લીધો હતો?

14.   વિશ્વ યોગ દિવસ ક્યા દિવસે હોય છે?

15.   જીવનમાં યોગનું મહત્વ જણાવો.

16.   આઉટડોર અને ઇનડોર રમતો ના પાંચ પાંચ નામ આપો.

17.   શૈક્ષણિક સાધન એટલે શું?

18.   TLM  નું પૂરું નામ આપો.

19.   આપે ક્યૂ શૈક્ષણિક સાધન બનાવ્યું?

20.   શૈક્ષણિક સાધનના વિવિધ પ્રકાર જણાવો.

21.   આપના સાધનની ઉપયોગિતા/ફાયદા  જણાવો.

22.   આપના સાધનની મર્યાદા જણાવો.

23.   આપે પાઠ દરમિયાન ઉપયોગમાં લીધેલ શૈક્ષણિક સાધનોના નામ આપો.

24.   શૈક્ષણિક સાધન અસરકારક છે કે નહીં? આપના મંતવ્યો આપો.

25.   આપે ક્યા વિષય પર એન્કરિંગ સ્ક્રીપ્ટ કે ડ્રામા સ્ક્રીપ્ટ તૈયાર કરેલ છે?

26.   કોઈ પણ કાર્યક્રમની આયોજન રૂપરેખા જણાવો.

27.   શૈક્ષણિક પ્રવાસનું આયોજન જણાવો.

28.   શૈક્ષણિક પ્રવાસનું મહત્વ જણાવો

 

29.   પ્રાર્થના કાર્યક્રમનુ આયોજન જણાવો.

30.   આપની કોલેજમાં થતી પ્રાર્થના જણાવો.

31.   આપની કોલેજની તમને ગમેલી બે સહ-અભ્યાસિક પ્રવૃત્તિ જણાવો.

32.   આપની કોલેજમાં વાર્ષિક કેલેન્ડર તૈયાર થાય છે?

33.   વર્ષ દરમિયાન આપે કઈ કઈ પ્રવૃત્તિની જવાબદારી લીધી હતી?

34.   આપ કોઈ સ્પર્ધામાં વિજેતા થયા હતા? જો હા તો કઈ?

35.   આપની કોલેજમાં ક્યા ક્યા ઉત્સવોની ઉજવણી થઈ?

36.   આપની કોલેજમાં ક્યા ક્યા કોલેજ બહારના સ્થળો/સંસ્થા/મેળા/ઇવેંટ વગેરેની મુલાકાત થઈ?

37.   આપની કોલેજમાં વિવિધ પ્રવૃત્તિના આયોજન માટે ક્યા ક્યા સાધનો-સામગ્રી-સાહિત્ય-સુવિધા ઉપલબ્ધ છે? તમે તેમાથી કોઈનો ઉપયોગ કર્યો? કઈ રીતે? કઈ સ્પર્ધામાં?

38.   આપના મતે કોઈ સ્પર્ધામાં આયોજનમાં રહેલ ખામી જણાવી તમારા સૂચનો જણાવો.

39.   મોનો એક્ટિંગ એટલે શું?

40.   આપે કોઈ કાર્યક્રમનુ એંકરિંગ કર્યું હતું? કઈ કઈ બાબતો ધ્યાને લેવી જોઈએ?

41.   આપના અભ્યાસક્રમના ક્યા ક્યા મુદ્દા આપણે સહ અભ્યાસિક પ્રવૃતિની પ્રેરણા આપે છે ?

42.   નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અભિનય ના મૂલ્યાંકન/નિર્ણાયક તરીકે કયા ક્યા પાસા ધ્યાનમાં રાખવા જોઈએ?

43.   કોલેજના પ્રાર્થના કાર્યક્રમમાં આપે શું રજૂ કરેલું?

44.   કોલેજમાં બુલેટિન બોર્ડ છે? આપે શું રજૂ કર્યું હતું?

45.   આપની કોલેજમાં કોઈ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું?

46.   આપની કોલેજમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો? જો હા તો આપે કઈ કૃતિમાં ભાગ લીધો હતો?

 

 


 

ક્રમ:૩ મનોવૈજ્ઞાનિક કસોટી :ગુણ : ૧૦

1.       મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું?

2.       મનોવૈજ્ઞાનિક કસોટીના પ્રકાર જણાવો?

3.       મનોવૈજ્ઞાનિક કસોટીનું મહત્વ જણાવો.

4.       આપે કઈ મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કર્યું હતું?

5.       મનોવૈજ્ઞાનિક કસોટીના રચયિતા કોણ હતા?

6.       ક્યા ધોરણના વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કર્યું હતું?

7.       મનોવૈજ્ઞાનિક કસોટી અહેવાલના સોપાન જણાવો.

8.       મનોવૈજ્ઞાનિક કસોટીના સંચાલન વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામા આવી હતી.

9.       કુલ કેટલા વિદ્યાર્થીઓ પણ મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવામાં આવ્યું હતું?

10.   મનોવૈજ્ઞાનિક કસોટીના ઉત્તરો માટે કેટલો સમય આપવામાં આવ્યો હતો?

11.   મનોવૈજ્ઞાનિક કસોટીની કોઈ બે કલમો જણાવો.

12.   મનોવૈજ્ઞાનિક કસોટીમાં ઉત્તરો કઈ રીતે આપવાના હતા?

13.   મનોવૈજ્ઞાનિક કસોટીના ઉત્તરોનું કઈ રીતે વિશ્લેષણ કરવાનું હતું?

14.   મનોવૈજ્ઞાનિક કસોટીના વિશ્લેષણ બાદ આ ક્યા તારણ પર આવ્યા?

15.   કસોટીની કલમો ક્યા સ્વરૂપે હતી?

16.   જો આપે કોઈ ગ્રાફ તૈયાર કર્યો હોય તો સમજાવો.

17.   જો આપે કોઈ સારણી તૈયાર કરી હોય તો સમજાવો.

18.   મનોવૈજ્ઞાનિક કસોટીમાં કુલ કેટલી કલમો હતી?

19.   મનોવૈજ્ઞાનિક કસોટીમાં કલમો કોઈ વિષયવસ્તુ કે વિભાગમાં વહેચયેલી હતી? કયા કયા?

20.   મનોવૈજ્ઞાનિક કસોટી જેનું માપન કરે છે તે વ્યાખ્યાયિત કરો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ક્રમ :૪ ઇન્ટર્નશિપની કામગીરીનું મૂલ્યાંકન (ક્રિયાત્મક સંશોધન સાથે) કુલ ગુણ : ૨૦

1.       ઇન્ટર્નશિપ એટલે શું?

2.       ઇન્ટર્નશિપનો ખ્યાલ ક્યા ક્ષેત્રમાથી આવેલ છે?

3.       ઇન્ટર્નશિપના મુખ્ય હેતુઓ જણાવો.

4.       ઇન્ટર્નશિપનો સમયગાળો જણાવો.

5.       આપે ઇન્ટર્નશિપ કઈ શાળામાં કરી?

6.       ઇન્ટર્નશિપ શાળાના આચાર્ય કોણ હતા?

7.       ઇન્ટર્નશિપ શાળાની ભૌતિક સુવિધાનું વર્ણન કરો.

8.       ઇન્ટર્નશિપ શાળામાં સ્ટાફ અંગે માહિતી આપો.

9.       ઇન્ટર્નશિપથી થતાં ફાયદા જણાવો.

10.   ઇન્ટર્નશિપમાં કઈ કઈ કામગીરી કરવાની હોય છે?

11.   ઇન્ટર્નશિપ દરમિયાન આપે ક્યા શૈક્ષણિક કાર્યો કર્યા? ક્યા વિષયના વર્ગો લીધા?

12.    ઇન્ટર્નશિપ દરમિયાન આપે ક્યા વહીવટી કાર્યો કર્યા?

13.   ઇન્ટર્નશિપ દરમિયાન આપે ક્યા વહીવટી દસ્તાવેજો જોયા અને તેની કામગીરી કરી?

14.   ઇન્ટર્નશિપ દરમિયાન આપે કઈ કઈ સહ અભ્યાસિક પ્રવૃતિ કરી?

15.   આપની ઇન્ટર્નશિપ શાળાના ગામનો તેમજ શાળાનો ટૂંકો ઇતિહાસ આપો.

16.   લૉગ બુક એટલે શું? આપે તૈયાર કરેલી? તેમાં શું નોંધ કરવી જોઈએ? તેનું મહત્વ લખો.

17.   હાજરી પત્રકમાં કઈ કઈ બાબતો હોય છે?

18.   એલસી એટલે શું તેમાં કઈ કઈ બાબતો હોય છે?

19.   જનરલ રજીસ્ટર  એટલે શું તેમાં કઈ કઈ બાબતો હોય છે?

20.   શિક્ષકને કઈ કઈ રજા મળે છે?

21.   શાળામાં વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ ની માહિતી આપો?

22.   વિદ્યાર્થીને કઈ કઈ શિષ્ય વૃત્તિ મળે છે?

23.   આપે શાળામાં બુલેટિન બોર્ડ માટે શું કામગીરી કરી?

24.   આપે શાળામાં પ્રાર્થના સભામાં શું કામગીરી કરી?

25.   આપે શાળામાં સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં શું કામગીરી કરી?

26.   શાળામાં મૂલ્યાંકન માળખા અંગે માહિતી આપો.

27.   શાળામાં કરેલ જાગૃતિ અભિયાન અંગે જણાવો.

 

28.   આપે ક્યા શાળા પ્રતિનિધિનો ઇન્ટરવ્યુ લીધેલ ? આપને શું જાણવા મળ્યું?

29.   ક્રિયાત્મક સંશોધન એટલે શું?

30.   ક્રિયાત્મક સંશોધનના સોપાન જણાવો?

31.   ક્રિયાત્મક સંશોધનનું મહત્વ જણાવો.

32.   આપે ક્યા વિષય અંતર્ગત ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ?

33.   આપના ક્રિયાત્મક સંશોધનનું શીર્ષક કહો.

34.   ઉત્કલ્પના એટલે શું?

35.   ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના જણાવો.

36.   આપે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા કઈ રીતે પસંદ કરી?

37.   આપને એ સમસ્યાના સંભવિત ક્યા ક્યા કારણો લાગ્યા?

38.   ક્રિયાત્મક સંશોધનના તારણો જણાવો.

39.   ક્રિયાત્મક સંશોધન સંદર્ભે અનુકાર્ય જણાવો.

40.   ક્રિયાત્મક સંશોધન દરમિયાન આપે કયા ક્યા વહીવટી પત્રકો જોયા અને ભરવાનો અનુભવ લીધો?

41.   આપની શાળાનો પ્રાર્થના કાર્યક્રમ જણાવો અને તેમાં આપની કામગીરી જણાવો.

42.   બુલેટિન બોર્ડ પર કેવી કેવી ક્રુતિ રજૂ થઈ શકે?

43.   શાળામાં સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ અમલમાં છે?

44.   મૂલ્યાંકન માં FA અને SA એટલે શું?

45.   ઇન્ટર્નશિપ દરમિયાન આપે કેટલા છૂટા પાઠ લીધા?

46.   ઇન્ટર્નશિપ દરમિયાન શીખવા મળેલ મહત્વની આબાબતો જણાવો.

47.   હસ્ત લિખિત અંક તૈયાર કરેલ હોય તો તેના વિષે જણાવો.

48.   ઇન્ટર્નશિપની શાળા અંગે આપના સૂચનો જણાવો .

49.   ઇન્ટર્નશિપ દરમિયાન આપે કરેલ કોઈ પાંચ વર્ગ અંદરની અને પાંચ વર્ગ બહારની પ્રવૃત્તિ જણાવો. 




B.ED. Sem-4 Viva Saurashtra University 2021  Official Letter

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment