IITE BED CUS 1: Objective centered curriculum
હેતુ કેન્દ્રિત અભ્યાસક્રમ
હેતુ કેન્દ્રિત
અભ્યાસક્રમ: અર્થ
Objectives are statements that describe the end-points or
desired outcomes of the curriculum, a unit, a lesson plan, or learning
activity. They specify and describe curriculum outcomes in more specific terms
than goals or aims do.
હેતુ આધારિત અધ્યયન
અનુભવો કેન્દ્રમાં હોય તેવો અભ્યાસક્રમ.
Outcome Based Curriculum
Competency Based Curriculum
હેતુ કેન્દ્રિત
અભ્યાસક્રમ: લક્ષણો
1. વિદ્યાર્થીઓ શું શીખે,
સમજે, કરે કે જાણે તે અંગેના અપેક્ષિત વિધાનો હેતુ તરીકે રચવામાં
આવે છે.
2. હેતુ સિદ્ધિ માટે તેને
અનુરૂપ અધ્યયન પ્રવૃત્તિઓ કરાવાય છે.
3. હેતુ સિદ્ધ થયા કે નહીં
તેનું સ્પષ્ટ મૂલ્યાંકન કરવામાં આવે છે. ન્યૂનતમ ધોરણ રાખવામા આવે છે.
4. હેતુઓને અનુરૂપ વિષયવસ્તુ
આપવામાં આવે છે.
5. હેતુઓની રચના વર્તન
પરિવર્તનની ભાષામાં કરવામાં આવે છે.
હેતુ કેન્દ્રિત
અભ્યાસક્રમ: લાભ
1. સામાજિક અને રાષ્ટ્રીય
જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમ રચી શકાય છે.
2. અધ્યયન અને અધ્યાપન ની
ગુણવત્તા સુધારવા વ્યુહરચના રચવામાં સરળતા રહે છે. અધ્યાપન આયોજન સરળ રહે છે.
3. મૂલ્યાંકનમાં સ્પષ્ટતા
અને સરળતા રહે છે.
4. દરેક ક્ષમતા, કૌશલ્ય અંગેના હેતુ રચી વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ કરી
શકાય છે.
5. અધ્યયન અને અધ્યાપનમા
ચોકસાઇ આવે છે.
6. શિક્ષણ નીપજ લક્ષી બને
છે.
7. શિક્ષક હેતુ અનુસાર ઉચિત
પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ નો ઉપયોગ કરી હેતુ સિદ્ધિ માટે લવચીક પ્રયત્નો કરી શકે છે.
હેતુ કેન્દ્રિત
અભ્યાસક્રમ: ગેરલાભ/મર્યાદા
1. માત્ર હેતુ આધારિત અધ્યયન,
અધ્યાપન અને મૂલ્યાંકન યાંત્રિક બની શકે છે.
2. વ્યક્તિત્વ વિકાસ ના
કેટલાક પાસા અંગે હેતુ રચવા અને તેનું મૂલ્યાંકન શક્ય અને વ્યવહારુ નથી.
3. હેતુ રચના અને તે મુજબ
વિષયવસ્તુની ગોઠવણી મહેનત માંગે છે અને તે અનુસાર અધ્યાપન આયોજન અને અમલ પણ ચોકસાઇ
અને નિપુણતા માંગે છે.
4. વિદ્યાર્થીઓની
સર્જનાત્મકતાને સ્થાન મળતું નથી.
5. આ પ્રકારના અભ્યાસક્રમના
અમલીકરણ માટે શિક્ષકોને તાલીમ આપવી પડે છે.
Video Lecture : Click Here
વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment