Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

IITE BED CUS 1: Integrated Curriculum: સંકલિત અભ્યાસક્રમ

 IITE BED CUS 1: Curriculum Development Principles

 Integrated Curriculum:   સંકલિત અભ્યાસક્રમ

Integrated Curriculum


સંકલિત અભ્યાસક્રમ: અર્થ

સંકલિત અભ્યાસક્રમ એટલે બધા જ વિષયો અને અધ્યયન અનુભવ નું એકીકરણ કરવું.

સંકલિત અભ્યાસક્રમ બાળકને અધ્યયનને એક સર્વ સમાવેશક દ્રષ્ટિ જોવાનું અને કોઈપણ વિષયના બંધનો અને મર્યાદાથી દૂર હટીને અધ્યયન  કરવાની  તક આપે છે.

સંકલિત અભ્યાસક્રમ વિવિધ વિદ્યાશાખાના બંધનો તોડીને અધ્યયનને વધુ અર્થપૂર્ણ બનાવે છે

સંકલિત અભ્યાસક્રમ: લક્ષણો 

•             1.            પાયાના કૌશલ્યો વિષયવસ્તુ અને ઉચ્ચ કક્ષાની વિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

•             2.              આજીવન અધ્યયન (lifelong learning)ને પ્રોત્સાહન આપે છે

•             3.            વિદ્યાર્થીઓ કોઈ થીમમુખ્ય વિચાર અને અર્થપૂર્ણ સંકલ્પના, બનાવો શીખે છે.

4. વિવિધ વિદ્યાશાખાઓમાં વચ્ચે જોડાણ દર્શાવે છે.

•             5.            વિદ્યાર્થીઓએ શીખેલ કૌશલ્યને ઉપયોગ કરવાની તક આપે છે.

•             6.            વાસ્તવિક જીવનના અનુભવો મા વિદ્યાર્થીઓ સક્રિય ભાગીદારી દાખવે તે માટે પ્રોત્સાહિત કરાય છે.

•             7.            અધ્યેતા ઓનું ધ્યાન ખેંચી પ્રેરણા આપવામાં આવે છે અને પડકારો ફેંકવામાં આવે છે.

•             8.            વિષયવસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે.

•             9.            વિદ્યાર્થીઓમાં વલણકૌશલ્યો અને જ્ઞાન નવ વિકાસ કરવા વિવિધ અનુભવ આપવામાં આવે છે અને તેમને વિવિધ  જોડાણ કરવા મદદ કરવામાં આવે છે.

સંકલિત અભ્યાસક્રમ: લાભ  

•             1.            આ પ્રકારના અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ વિષયવસ્તુમાં રહેલા વિવિધ જોડાણ શીખે છે

2. શિક્ષકો પણ એકબીજાની સાથે મળીને કામ કરી શકે છે જેથી વધુ અસરકારક  અધ્યયન અનુભવ આપી શકાય છે.

3. વિદ્યાર્થી વાસ્તવિક જીવન સાથે વિષયવસ્તુને જોડે છે ઉપરાંત પોતે પણ સક્રિય રીતે તેમાં જોડાય છે.

4. સંકલનના કારણે વિદ્યાર્થીઓને માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે અને ઝડપથી નિપુણતા પ્રાપ્ત કરે છે.

5. સંકલિત અભ્યાસક્રમમાં એક જ કૌશલ્ય વિદ્યાર્થી અને એક વિષયનાં અનેક અનુભવો માં ફરી ફરી  મહાવરા દ્વારા શીખે છે.

6. વિદ્યાર્થીઓએ કૌશલ્ય નો ઉપયોજન કરવાની તક અભ્યાસક્રમમાં મળે છે.

•             7. સંકલિત અભ્યાસક્રમ અધ્યયન    ઊંડાણ અને પહોળાઈ બંનેને પ્રોત્સાહન આપે છે.

•             8.            સંકલિત અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે હકારાત્મક વલણ વિકસાવે છે.

•             9.            અભ્યાસક્રમ  લવચીક છે

•             10.          વિદ્યાર્થીઓના પૂર્વ અનુભવનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓ જે શીખે છે તે એક સર્વાંગી રીતે શીખે છે. holistic way .

સંકલિત અભ્યાસક્રમ: ગેરલાભ/મર્યાદા   

1. સંકલિત અભ્યાસક્રમ મુખ્યત્વે નીચલા ધોરણમાં વધુ અસરકારક છે કેમ કે ઉચ્ચ શિક્ષણમાં કોઈ એક વિદ્યાશાખા કરી એક વિષય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું યોગ્ય હોય છે.

2. એક શિક્ષક દરેક વિષય અંગે ઊંડું જ્ઞાન ન ધરાવતો હોય ત્યારે સંકલન મુશ્કેલ બને.

સંકલિત અભ્યાસક્રમ: ગેરલાભ/મર્યાદા   

3. કોઈ પણ વિષયના મૂળભૂત ખ્યાલની અવગણના થાય. અને ઘણા મહત્વ પાસા, મુદ્દા અને સંકલ્પના છૂટી જાય.

4. નિશ્ચિત વિષય આધારિત અધ્યાપન સંકલિત અભ્યાસક્રમ આધારિત અધ્યાપન કરતાં સોંઘું પડે.

5. વિદ્યાર્થી કોઈ વિશિષ્ટ વિષય શીખે તો તે બાબતે કારકિર્દી અંગે સ્પષ્ટ ચિત્ર મનમાં બને આવું સંકલિત અભ્યાસક્રમમાં ન બને. 

Video Lecture : Click Here
વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment