Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

IITE BED CUS 1: Experience Centered Curriculum અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમ

  CUS 1: Curriculum Development Principles

Experience Centered Curriculum અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમ: અર્થ

અનુભવ કેન્દ્રીય અભ્યાસક્રમ એટલે એવો અભ્યાસક્રમ જમા વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ અનુભવો પર ભાર મૂકવામાં આવે.

આ પ્રકારના અભ્યાસક્રમોમાં વિષયવસ્તુ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી શીખવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ ના માધ્યમથી અને પરિણામના આધારે જ્ઞાન મેળવે છે વિદ્યાર્થીઓ જ્ઞાનની સાથે કૌશલ્ય અને વિવિધ વલણ  પણ પ્રાપ્ત કરે છે

experienced centered curriculum





અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમ: લક્ષણો 

(i) માત્ર ચર્ચા દ્વારા થયેલ અધ્યયનની સરખામણીમાં પ્રવૃત્તિ દ્વારા અધ્યયન વધુ સ્થાયી હોય છે.

(ii) વિકસિત દેશોમાં અભ્યાસક્રમમાં પ્રવૃત્તિ કેન્દ્ર નું સ્થાન લઈ લીધું છે.  વિવિધ વિષયોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે.

(iv) વિદ્યાર્થીઓના રસ અને વલણ અનુસાર પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે.

(v)  શાળા વિવિધ પ્રવૃતિઓ ના માધ્યમથી એક વર્કશોપ નું સ્વરૂપ લઈ લે છે. .

(vi) પ્રોજેક્ટ કાર્ય,  પ્રયોગ અને શોધ દ્વારા શાળામાં એક અનોખું વાતાવરણ ઊભું થાય છે

અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમ: લાભ  

             1.            આ એક મનોવૈજ્ઞાનિક અભ્યાસક્રમ છે  જેમાં વિદ્યાર્થી પોતાના રસ અને વલણ અનુસાર ની પ્રવૃત્તિઓ મેળવતો  હોવાથી શિક્ષણ અર્થપૂર્ણ બને છે.

             2.            આ પ્રકારનો અભ્યાસક્રમ લવચીક અને પ્રગતિશીલ હોય છે.

             3.            આ અભ્યાસક્રમથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે.

 

4.            આ પ્રકારના અભ્યાસક્રમમાં સમૂહમાં કાર્ય કરવાની ભાવના અને સહકાર યુક્ત કામ કરવાની ભાવના વિકસે છે.  આ એક લોકશાહી પદ્ધતિ એ ઘડાયેલ અભ્યાસક્રમ છે.

             5.            તે વિદ્યાર્થીઓની જરૂરીયાત અને ક્ષમતા પર આધારિત છે.

             6.            તે વિદ્યાર્થીને સાંવેગિક સંતોષ પ્રદાન કરે છે.

 

7. તેનાથી શારીરિક દઢતા, જાગૃતિ અને પહેલ ની ભાવના વિકસે છે.

             8.            તે  શાળા અને સમાજ વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપે છે.

             9.            વિદ્યાર્થીમાં રહેલ રચનાત્મક અને સર્જનાત્મક આવે ને બહાર લાવવાનું કામ કરે છે.

             10.          આ અભ્યાસક્રમમાં શિક્ષક અને વિદ્યાર્થી સર્જનશીલ,  કલ્પનાશીલ અને સમૃદ્ધ બને છે. 

             11.          વિદ્યાર્થીઓ પોતાની પ્રગતિથી સજાગ હોય છે.

             12.          આ અભ્યાસક્રમ વિદ્યાર્થી પોતાના નવરાશનો સમય પણ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં ગાળે તેવી  તકો તેને મળે છે.  આજુબાજુનું ભૌતિક અને સામાજિક વાતાવરણ નો મહત્તમ ઉપયોગ થાય છે.

             13.          અભ્યાસક્રમથી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ કાર્ય ના લીધે વિદ્યાર્થીમાં સામાજિક,  નૈતિક,  સૌંદર્ય આત્મક અને લોકશાહી મુલ્યો નો પણ વિકાસ થાય છે.

             14.          આ અભ્યાસક્રમ કાર્યો અને શિક્ષણ,  કાર્ય અને જીવન,  શાળા અને સમાજ  વચ્ચે એક સેતુ નું કામ કરે છે.

અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમ: ગેરલાભ/મર્યાદા  

             1.            વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ના આયોજન માટે જરૂરી સાધનસામગ્રી દરેક વખતે પૂરી પાડવી શક્ય હોતી નથી.

             2.            આ પ્રકારના અભ્યાસક્રમના અમલીકરણમાં ખૂબ સમય લાગે છે.

             3.            અનુભવ કેન્દ્રીય અભ્યાસક્રમમાં વિષયવસ્તુ નો ક્રમ અને ગોઠવણી યોગ્ય હોતા નથી.  અને તે મુજબ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યનો પણ નિશ્ચિત ક્રમ હોતો નથી.

4. આ અભ્યાસક્રમ ના અમલીકરણ માટે વધુ નાણાંની જરૂર પડે છે.

             5.            આ પ્રકારના અભ્યાસક્રમને સફળતા પૂર્વક અમલ માટે હોશિયાર શિક્ષકો ની જરૂર પડે છે.

             6.            આ પ્રકારના અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન અઘરું છે.

             7. જરૂરી ક્ષેત્ર અભ્યાસ અને કાર્ય   યોગ્ય ભાર આપવામાં આવતો નથી  ત્યારે આ અભ્યાસક્રમ નિષ્ફળ જાય છે.

             8.            વિદ્યાર્થીઓ પોતાને રસ પડે તેવી પ્રવૃત્તિઓમાં જ સક્રિય ભાગ લે છે અને અન્ય પ્રવૃત્તિઓ ની અવગણના કરે છે.

 

             9.            ઘણી વખત પ્રવૃત્તિઓ પર સૈદ્ધાંતિક જ્ઞાન કરતાં  વધુ ભાર મૂકવામાં આવે છે આથી વિદ્યાર્થીઓમાં સૈદ્ધાંતિક  સમજ નબળી રહી જાય છે.

             10.          આ પ્રકારનો અભ્યાસક્રમ અસ્પષ્ટ હોય છે.  અધ્યાપન ના હેતુઓ સ્પષ્ટ હોતા નથી.

Video Lecture : Click Here

વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment