પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૪-૨૫ પ્રથમ વર્ષ (D.EI.Ed ) ( પી.ટી.સી.)પ્રવેશ અંગેની જાહેરાત
અરજીની તારીખ:
તા.૨૮/૦૫/૨૦૨૪ થી તા ૧૧/૦૬/૨૦૨૪
અરજી ક્યાં કરવી: જે તે સંસ્થામાં
સંસ્થાની યાદી: અહી ક્લિક કરો
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
રાજયમાં એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત,તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે શિક્ષણ વિભાગના તા.૩૦/૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ ટીસીએમ/૧૪૧૨/૭૦૨/ન ની જોગવાઇ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે. પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીની gujarat-education.gov.in/primary ઉપર સંસ્થાઓની યાદી મુકવામાં આવેલ છે. આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનાનાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
તા.૨૮/૦૫/૨૦૨૪ થી તા ૧૧/૦૬/૨૦૨૪ (રવિવાર સિવાય) સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમ્યાન ૩.૨૫/- રોકડાથી જે અઘ્યાપન મંદિરમા પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર માંથી પ્રવેશ ફોર્મ મેળવી શકશે અને ભરેલ ફોર્મ તે અઘ્યાપન મંદિરમાં તા. ૧૧/૦૬/૨૦૨૪ સાંજે ૫-૦૦ કલાક સુધીમાં પરત આપવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે,એચ.એસ.સી.માર્કશીટ, ટ્રાયલુ સર્ટીફીકેટ,સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, શારીરિક ખોડ ખાપણનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના રહેશે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ તા.૦૧/૦૪/૨૦૨૪ પછીનું નોન ક્રિમીલેયર ( Non creamy layer) સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે અને તે અગાઉનું નોન- ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૫ સુધીની હોવી જોઈશે. 'આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત તા ૩૧/૦૩/૨૦૨૫ સુધીની હોવી જોઈશે.
(૧)પ્રવેશ માટે જરૂરી લાયકાતઃ- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહ, સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉતર બુનિયાદી પ્રવાહમાં ઉર્તિણ કરેલ હોવી જોઇશે.
( ૨) પ્રવેશ માટે લઘુતમ ગુણઃ- ઉમદવારે ધોરણ-૧૨માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ.
(૩) પ્રવેશનું માધ્યમઃ- ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે.
(૪) વયમર્યાદાઃ- જે ઉમેદવારો તા.૦૧/૦૭/૨૦૨૪ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચના) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે અને ૩૩ વર્ષની ઉમર સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે.
પ્રિ.પી.ટી.સી. (બાલ અધ્યાપન મંદિર)માં વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રવેશ અંગેની જાહેરાત
ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરોમાં બે વર્ષના પ્રિ.પીટીસી ( બાલ અધ્યાપન મંદિર) અભ્યાસક્રમમાં સને ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
૧. શ્રી બી.એમ.પટેલ બાલ ૨ અધ્યાપન મંદિર, ડાકોર રોડ, નડિયાદ, જી. ખેડા (બહેનો માટે
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment