OCTOBER-2021 CURRENT AFFAIRS IN GUJARATI |
- 82 વર્ષની વયે અવસાન પામેલા અભિનેતાનું નામ જણાવો તેમણે સ્વર્ગસ્થ રામાનંદ સાગર દ્વારા દિગ્દર્શિત લોકપ્રિય ટીવી-સિરિયલ રામાયણમાં રાવણની આઇકોનિક ભૂમિકા ભજવી હતી. અરવિંદ ત્રિવેદી
- પ્રાણ કિશોર શર્મા દ્વારા નિર્મિત કોમિક પુસ્તકના પાત્રનું નામ જણાવો જેને નમામી ગંગે કાર્યક્રમના માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે? ચાચા ચૌધરી
- ફિલ્મ નિર્માતા વિનોથરાજ પીએસ દ્વારા દિગ્દર્શિત તમિલ ફિલ્મનું નામ જણાવો જેને 94મા એકેડેમી એવોર્ડ્સ જેને ઓસ્કાર એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, ? કુઝંગલ (Pebbles)
- 26.10.21 થી 01.11.21 સુધી મનાવવામાં આવેલ તકેદારી જાગૃતિ સપ્તાહ 2021 ની થીમ શું હતી? સ્વતંત્ર ભારત @ 75: સ્વનિર્ભરતા અને અખંડિતતા
- કઈ ટીમે ફાઇનલમાં મોહમ્મડન સ્પોર્ટિંગને હરાવી ડ્યુરાન્ડ કપ ફૂટબોલ ટ્રોફી જીતી? એફસી ગોવા
- ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? શક્તિકાંત દાસ
- કન્નડ અભિનેતાનું નામ જણાવો જેનું 29 ઓક્ટોબર, 2021 ના રોજ 46 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું? પુનીત રાજકુમાર
- કયા રાજ્ય/યુટીએ મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે? દિલ્હી
- કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થા (DA)માં જુલાઈ 2021 થી કેટલો વધારો કરવામાં આવ્યો છે? હવે કુલ મોંઘવારી ભથ્થું 31% છે. : 3%
- ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરનાર ભૂતપૂર્વ ક્રિકેટરનું નામ જણાવો? રાહુલ દ્રવિડ
- 18મી આસિયાન-ભારત સમિટ કઈ તારીખે યોજાઈ હતી? 28મી ઑક્ટોબર
- કયા રાજ્યમાં, છ વ્યક્તિઓ નવા કોરોનાવાયરસ પ્રકાર AY.4 થી ચેપગ્રસ્ત મળી આવ્યા હતા? મધ્યપ્રદેશ
- 51મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? રજનીકાંત
- 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો? કંગના રનૌત
- 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે જીત્યો? મનોજ બાજપેયી અને ધનુષ
- ગોવામાં યોજાનારા 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કયા બે જાણીતા ફિલ્મ નિર્દેશકોને સન્માનિત કરવામાં આવશે? માર્ટિન સ્કોર્સીસ અને ઈસ્તવાન સાબો
- 113 દેશોમાંથી, ગ્લોબલ ફૂડ સિક્યુરિટી ઈન્ડેક્સ (GFSI) 2021 માં ભારતનું સ્થાન શું છે? 71મો
- કોને દવા અને રોગચાળાની જાગૃતિના ક્ષેત્રમાં યોગદાન માટે 22મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? ડૉ. રણદીપ ગુલેરિયા
- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી આવૃત્તિ કઈ ટીમે ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને જીતી? ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
- કયા ભારતીય ફૂટબોલરે બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેનો આંતરરાષ્ટ્રીય ગોલ રેકોર્ડ (77) તોડ્યો છે? સુનીલ છેત્રી
- ઇન્ડિયન પ્રીમિયર લીગની બે નવી ટીમો કઈ છે, જે આગામી સિઝનમાં IPL ટીમોની કુલ સંખ્યાને દસ પર લઈ જશે? અમદાવાદ, લખનૌ
- અમદાવાદ સ્થિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીના માલિક કોણ છે? CVC કેપિટલ પાર્ટનર્સ
- ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નામ શું છે? INS વિક્રાંત
- હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ શું છે અને તેના પાસપોર્ટ ધારકોને વિશ્વના 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી છે? 90
- ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 માં સતત 14મા વર્ષે $92.7 બિલિયનની નેટવર્થ સાથે કોણ ટોચ પર છે? મુકેશ અંબાણી
- ક્યા શહેરને ડિમેન્શિયા(એક માનસિક બીમારી)-ફ્રેન્ડલી સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? કોચી
- કયા રાજ્યને કુશીનગરમાં ત્રીજું આંતરરાષ્ટ્રીય વિમાનમથક મળ્યું છે? ઉત્તર પ્રદેશ
- ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિનું અનુમાન કેટલું જાળવી રાખ્યું છે? 9.5%
- કોણે FIH મેન્સ હોકી પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? હરમનપ્રીત સિંહ
- કોણે FIH મહિલા હોકી પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે? ગુરજીત કૌર
- RBI મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને ___ ટકા અને રિવર્સ રેપો રેટને ___ ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 4, 3.35
- કયું રાજ્ય તજની સંગઠિત ખેતી શરૂ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે? હિમાચલ પ્રદેશ
- વિશ્વના સૌથી મોટા ખાદી રાષ્ટ્રધ્વજનું ઉદ્ઘાટન 2જી ઓક્ટોબર 2021ના રોજ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવ્યું હતું? લદ્દાખ
- બોલિવૂડની કઈ અભિનેત્રીને ઉત્તર પ્રદેશની એક-જિલ્લા, એક-ઉત્પાદન યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે? કંગના રનૌત
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment