Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે?

રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે?

રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે?


  • ભારતના વડા અને ભારતના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતીય બંધારણની કલમ 52 જણાવે છે કે ભારતના એક રાષ્ટ્રપતિ હશે.
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામાન્ય લોકો ભાગ લેતા નથી. આ ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ નામની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવે છે. જેમાં સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ હેઠળ, એક મતદાર માત્ર એક જ મત આપે છે. 
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 1971ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તીના પ્રમાણમાં ગણવામાં આવે છે. ઇલેક્ટોરલ કૉલેજમાં રાષ્ટ્રપતિને ચૂંટવા માટે 5,49,442 મતનું મૂલ્ય પૂરતું છે. ઈલેક્ટોરલ કોલેજમાં 4,896 ધારાસભ્યો છે. તેમાં 776 લોકસભા અને રાજ્યસભા સભ્યો અને 4,120 ધારાસભ્યો સામેલ છે. જો કે આ વખતે આ સંખ્યા 4,809 હશે, તેની પાછળનું કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં એક પણ ધાાસભ્ય નથી, જ્યાં પહેલા 87 ધારાસભ્યો હતા. નામાંકિત સભ્યો અને MLC મત આપવા માટે પાત્ર નથી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ઉથલપાથલને કારણે જુલાઈ-2022 માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદ સભ્યના મતનું મૂલ્ય 708 થી ઘટીને 700 થઈ શકે છે.
  • આ ફોર્મ્યુલા પ્રમાણે અત્યારે ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધારે 208 છે જ્યારે સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર 7 છે. ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય 147 છે. એક ધારાસભ્યના મતના મૂલ્યની રીતે ગુજરાત સમગ્ર દેશમાં આઠમા સ્થાને છે જ્યારે કુલ મતોમાં દસમા સ્થાને છે.
    રાજ્યોના ધારાસભ્યોના મતના મૂલ્ય માટે 1971ની વસતી ગણતરી ધ્યાનમાં લેવાય છે. રાજ્યની કુલ વસતીને ધારાસભ્યોની સંખ્યાથી ભાગવામાં આવે છે. ત્યાર બાદ જે આંકડો મળે તેને ફરી 1000થી ભાગવામાં આવે છે. એ વખતે જે આંકડો મળે તે રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય છે.
    સરળ શબ્દોમાં કહીએ તો રાજ્યસભાના 243 અને લોકસભાના 543 મળીને થતા 786 સંસદસભ્યોના કુલ મતોનું જેટલુ મૂલ્ય થાય તેની લગભગ સમકક્ષ જેટલું જ રાજ્યોની વિધાનસભાના કુલ 4120 ધારાસભ્યોના મતોનું મૂલ્ય થાય છે. એક સંસદસભ્યના મતનું મૂલ્ય 708 છે જ્યારે રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ અલગ છે.
  • રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોના મતનું મૂલ્ય ચૂંટણી પહેલા ઉમેરવામાં આવે છે. આ કુલ મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. ભાગ્યા પછી જે નંબર આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે
  • આ ચૂંટણીમાં મશીનનો ઉપયોગ નથી થતો. મતદાન ગુપ્ત મતદાન હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ભારતીય બંધારણના ૫૫ મી કલમ અનુસાર કરવામાં આવે છે
  • બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ફરીથી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી લડી શકાય છે. રાજકીય જીવન સમાપ્ત થવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. તેઓ ઇચ્છે તો કોઈ પણ પ્રકારનું રાજકીય જીવન જીવી શકે છે. પરંતુ દેશના સર્વોચ્ચ પદ પર રહ્યા પછી, સ્વાભાવિક છે કે તેઓ સાંસદ કે ધારાભ્ય કે રાજ્યપાલ બનવાનું પસંદ નહીં કરે. કેમ કે આ બધાં તો રાષ્ટ્રપતિ કરતાં નીચાં પદ છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે છે

  • ભારતના નાગરિક હોવા જોઈએ. 
  • ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. 
  • લોકસભાના સભ્ય થવાની પાત્રતા હોવી જોઈએ. 
  • ઇલેક્ટરોલ કૉલેજના સભ્યોમાંથી 50 પ્રસ્તાવક અને 50 સમર્થન આપનારા હોવા જોઈએ. અત્યારે સંસદસભ્યોના કુલ મતોનું મૂલ્ય 5,49,408 છે જ્યારે ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય 449474 છે. આમ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ મતનું મૂલ્ય આ વખતે 10, 98,882 છે. આમ, રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ પણ ઉમેદવારને કુલ મતોના અડધા એટલે કે 5,49,442 મૂલ્યના મતો મળવા જરૂરી છે.

સિંગલ ટ્રાન્સફરેબલ વોટ

આ ચૂંટણીમાં એક ખાસ રીતે મતદાન થાય છે, જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે કે, મતદાર માત્ર એક જ મત આપે છે, પરંતુ તે તમામ ઉમેદવારો વચ્ચે પોતાની પ્રાથમિકતા નક્કી કરે છે. એટલે કે, તે બેલેટ પેપર પર જણાવી દે છે કે તેની પ્રથમ પસંદગી કોણ છે અને કોણ બીજી, ત્રીજી છે. જો વિજેતા પ્રથમ પસંદગીના મતો દ્વારા નક્કી ન થાય, તો મતદારની બીજી પસંદગી ઉમેદવારના ખાતામાં નવા એક મત તરીકે ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી તેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કહેવામાં આવે છે.
કેવી રીતે નક્કી થાય છે મૂલ્ય?

MLAના મતોનું મૂલ્ય

ધારાસભ્યના કિસ્સામાં, ધારાસભ્ય જે રાજ્યના છે તેની વસ્તી જોવામાં આવે છે. આ સાથે જે તે રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મૂલ્યની ગણતરી કરવા માટે રાજ્યની વસ્તીને ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યાને પછી 1000 વડે ભાગવામાં આવે છે. હવે જે આંકડો મળે છે, તે રાજ્યના ધારાસભ્યના મતનું વજન છે. જ્યારે 1000 વડે ભાગવામાં આવે અને જો શેષ 500થી વધુ હોય તો મૂલ્યમાં 1નો ઉમેરો કરવામાં આવે છે.

સાંસદના મતનું મૂલ્ય

સાંસદોના મતોના મૂલ્ય માટેનું ગણિત અલગ છે. સૌ પ્રથમ તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના મતોનું વજન ઉમેરવામાં આવે છે. હવે આ સામૂહિક વજનને રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યા એ સાંસદના મતનું વજન છે. જો આ વિભાજન બાકીના 0.5થી વધુ હોય તો, તો વેઇટેજમાં એકનો વધારો થાય છે.

મતોની ગણતરી

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવાથી જીત નક્કી થતી નથી. રાષ્ટ્રપતિ તે બને છે જેને મતદારો એટલે કે સાંસદો અને ધારાસભ્યોના મતોના કુલ મૂલ્યથી અડધાથી વધુ હાંસલ કરે છે. એટલે કે, આ ચૂંટણીમાં પહેલેથી જ નક્કી થઈ જાય છે કે, જીતનારને કેટલા વોટ અથવા મૂલ્ય મેળવવું પડશે. હાલમાં પ્રેસિડેન્ટની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજના સભ્યોના મતોનું કુલ મૂલ્ય 10,98,882 છે. તો જીતવા માટે ઉમેદવારને 5,49,442 મૂલ્ય મેળવવું પડશે. જે ઉમેદવારને આ ક્વોટા પ્રથમ મળે છે, તે પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાય છે. પરંતુ તમે સૌથી પહેલાનો શું અર્થ છે?

રાષ્ટ્રપતિને પદ પરથી કઈ રીતે હઠાવી શકાય?


મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને એમના પદ પરથી હઠાવી શકાય છે. તેના માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોને 14 દિવસની નોટિસ આપવાની હોય છે. એના પર ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોની સહી થવી જરૂરી હોય છે. પછી ગૃહ એના પર વિચાર કરે છે. જો બે તૃતીયાંશ સભ્ય એને માની લે તો પછી તે બીજા ગૃહમાં જશે. બીજું ગૃહ એની તપાસ કરશે અને ત્યાર બાદ બે તૃતીયાંશ સમર્થનથી તે પણ પાસ કરી દેવાય તો પછી રાષ્ટ્રપતિને પદ પરથી દૂર થયેલા માનવામાં આવશે. નીલમ સંજીવ રેડ્ડી એક એવા રાષ્ટ્રપતિ બન્યા હતા જેમને વિના વિરોધે ચૂંટવામાં આવ્યા હતા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકલા એવા રાષ્ટ્રપતિ હતા જેમને બે વાર ચૂંટવામાં આવ્યા.

 ભારતમાં કેટલા રાષ્ટ્રપતિ બન્યા અને એમનાં નામ શાં છે?


NameStarting dateClosing dateProfiles
1. Dr. Rajendra PrasadJanuary 26th, 1950May 13th, 1962He was the first President of republic India.
2. Dr Sarvepalli RadhakrishnanMay 13th, 1962May 13th, 1967He was the 2nd President of India.
3. Dr Zakir HussainMay 13th, 1967May 3rd, 1969He was the 3rd President of India.
4. Varahagiri Venkata GiriMay 3rd, 1969July 20th, 1969He was acting President because of Hussain’s death.
5. Mohammad HidayatullahJuly 20th, 1969August 24th, 1969He was acting President till Giri’s presidency.
6. Varahagiri Venkata GiriAugust 24th, 1969August 24th, 1974He was the 4th President of India.
7. Fakhruddin Ali AhmedAugust 24th, 1974February 11th, 1977He was the 5th President of India.
8. Basappa Danappa JattiFebruary 11th, 1977July 25th, 1977He was a chief minister of the Mysore but got elected as President, After the death of Ahmed.
9. Neelam Sanjiva ReddyJuly 25th, 1977July 25th, 1982Reddy was the 6th President of India unopposed.
10. Giani Zail SinghJuly 25th, 1982July 25th, 1987He was the 7th President of India and was also a member of the Congress party.
11. Ramaswamy VenkataramanJuly 25th, 1987July 25th, 1992He was the 8th President of India. He was also a lawyer and a professional politician.
12. Shankar Dayal SharmaJuly 25th, 1992July 25th, 1997He was the 9th President of India, and he was also a member of the National Congress party of India.
13. Kocheril Raman NarayananJuly 25th, 1997July 25th, 2002He was the 10th President of India and the best diplomat in India.
14. Dr. A.P.J. Abdul KalamJuly 25th, 2002July 25th, 2007He was the 11th President of India, and he was a great scientist. He worked in ISRO and DRDO organizations.
15. Pratibha PatilJuly 25th, 2007July 25th, 2012She was the 12th President of India, and she was the first woman to Be President.
16. Pranab MukherjeeJuly 25th, 2012July 25th, 2017He was the 13th President of India, and he was also a senior leader of the National Congress party.
17. Shri Ram Nath KovindJuly 25th, 2017WorkingHe is the 14th President of India, and he is also ex-governor Of Bihar.


No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment