બે ડિગ્રી એક સાથે કરી શકાશે -UGC Dual Degree Notification-Students Can Now Pursue Two Full-time Degree Courses Simultaneously
બે ડિગ્રી એક સાથે કરી શકાશે
UGC Dual Degree Notification
Students Can Now Pursue Two Full-time Degree Courses Simultaneously
- યુજીસીએ ડ્યુઅલ (બે) ડિગ્રી કોર્સ માટે 13/04/2022 ના રોજ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
- યુજીસી એક સાથે બે ડિગ્રીની મંજૂરી આપે છે UGC હવે વિદ્યાર્થીઓને એકસાથે બે પૂર્ણ-સમયના (Regular Mode) ડિગ્રી અભ્યાસક્રમોને કરવાની મંજૂરી આપેલ છે
Guidelines for Pursuing Two Academic Programmes Simultaneously
University Grants Commission Bahadur Shah Zafar Marg
New Delhi
April, 2022
The National Education Policy - NEP 2020 મુજબ શિક્ષણપદ્ધતિશાસ્ત્ર વધુ અનુભવગમ્ય, સર્વગ્રાહી, સંકલિત, પૂછપરછ-કેન્દ્રિત , શોધલક્ષી, વિદ્યાર્થી-કેન્દ્રિત, ચર્ચા-આધારિત, લવચીક, અને, આનંદપ્રદ હોવું જોઈએ. આ નીતિ મુજબ અભ્યાસક્રમ માળખામાં કલ્પનાશીલ અને લવચીક રીતે વિવિધ વિદ્યાશાખાની સર્જનાત્મક જોડ બને તે માટે એક વધુ અભ્યાસક્રમમાં પ્રવેશ અને અને ઈચ્છો ત્યારે અધવચ્ચે અભ્યાસ છોડવા માટેનીની નીતિ અમલમાં મૂકવા અંગેનું સ્વપ્ન જુવે છે. આમ પરંપરાગત જડ સીમાઓદૂર કરી આજીવન શિક્ષણ અને સમીક્ષાત્મક તેમજ બહુવિદ્યાકીય અભિગમ સાથે નવી શક્યતાઓ તરફ નિર્દેશ કરે છે.
ઉચ્ચ શિક્ષણની માંગ સામે regular mode માં મર્યાદિત સીટ હોવાથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ ઘણા અભ્યાસક્રમ Open and Distance Learning (ODL) મોડમાં શરૂ કર્યા છે. આ ઓનલાઈન કોર્સ વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ અંગે ઘેર રહીને કરી શકે છે. NEP 2020 મુજબ ઔપચારિક અને અનૌપચારિક શિક્ષક વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ માધ્યમથીભણી શકે તેના પર ભાર મૂકવામાં આવેલ છે આથી તને ધ્યાનમાં લઈ કમિશન દ્વારા એક સાથે બે ડિગ્રી અભ્યાસ માટે મંજૂરી આપવા અંગે વિચારણા હતી. જેને ધ્યાનમાં રાખી નીચે મુજબ માર્ગદર્શિકા UGC એ જાહેર કરી છે.
મુખ્ય હેતુઓ
NEP 2020 મુજબ નીચેની બાબતો ધ્યાનમાં લઈ અને ધ્યેય સાથે વિદ્યાર્થીને બે ડિગ્રી એક સાથે કરવા મંજૂરી આપવામાં આવે છે.
- શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ક્ષેત્રે દરેક વિદ્યાર્થીના સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપવા શિક્ષકો તેમજ માતાપિતાને સંવેદનશીલ કરીને દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓને ઓળખવી, અને પ્રોત્સાહન આપવું;
- કળા અને વિજ્ઞાન વચ્ચે, અભ્યાસક્રમ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે, વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્રવાહો વચ્ચે, વચ્ચેના ઉચ્ચ અને નીચા અભ્યાસક્રમ છે એ ભાવના દૂર કરવા માટે, અને શીખવાના વિવિધ ક્ષેત્રો વચ્ચેના બંધન માં હવે કોઈ સખત વિભાજન નહીં;
- તમામ જ્ઞાનની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે બહુ-વિદ્યાકીય ciences, social sciences, arts, humanities, and sports ના સમન્વય દ્વારા બહુવિધ શિક્ષા અને સર્વગ્રાહી શિક્ષણ;
- વ્યક્તિને રસના એક અથવા વધુ વિશિષ્ટ ક્ષેત્રોનો ઊંડા સ્તરે અભ્યાસ કરવા અને ચારિત્ર્ય, નૈતિક અને બંધારણીય મૂલ્યો, બૌદ્ધિક જિજ્ઞાસા, વૈજ્ઞાનિક સ્વભાવ, સર્જનાત્મકતા, સેવાની ભાવના વિકસાવવા સક્ષમ બનાવે.
- વિદ્યાર્થીઓને sciences, social sciences, arts, humanities, languages, as well as professional, technical, અને vocational subjects આપવા જેથી તેઓ વિચારશીલ, સંપૂર્ણ અને સર્જનાત્મક વ્યક્તિ બને.
- વિદ્યાર્થીઓને વધુ અર્થપૂર્ણ અને સંતોષકારક જીવન અને કાર્યની ભૂમિકાઓ માટે તૈયાર કરવા અને આર્થિક સ્વતંત્રતા માટે સક્ષમ કરવા.
જેને ધ્યાનમાં રાખી નીચે મુજબ માર્ગદર્શિકા UGC એ જાહેર કરી છે.
મુખ્ય માર્ગદર્શિકા નિયમો
- વિદ્યાર્થી એક સાથે બે રેગ્યુલર ડિગ્રી કરી શકશે. બંને અભ્યાસના સમય જુદા જુદા હોવા જોઈએ.
- વિદ્યાર્થી બે શૈક્ષણિક અભ્યાસક્રમ કરી શકશે જેમાં એક offline (ભૌતિક હાજર રહીને) અને બીજી ડિગ્રી Open and Distance Learning (ODL)/Online mode ( External કે ઓનલાઈન) કરી શકશે. અથવા બંને ડિગ્રી એક સાથે Open and Distance Learning (ODL)/Online mode માં કરી શકશે.
- Open and Distance Learning (ODL)/Online mode માં જે સંસ્થાઓ ને UGC/Statutory Council/Govt. of India દ્વારા માન્યતા આપવામાં આવી છે તે જ આવા અભ્યાસક્રમ offer કરી શકશે.
- આ માર્ગદર્શિકા અંતર્ગત જે પણ અભ્યાસક્રમ ચાલે તે UGC/Statutory Council/Govt. of India/professional councils ના નિયમો અનુસાર જ ચલાવી શકાશે.
- આ નિયમ આ notification આવ્યા તારીખથી અમલમાં આવશે. આ notification પૂર્વે કોઈ વિદ્યાર્થી દ્વારા બે ડિગ્રી એક સાથે કરેલ હોય તેમણે આ લાભ માટે માંગ કરી શકશે નહીં.
- આ માર્ગદર્શિકા Ph.D. programme સિવાયના તમામ કોર્સ/ડિગ્રી અભ્યાસક્રમને લાગુ પડશે. એટ્લે કે Ph.D. સાથે અન્ય ડિગ્રી કરી શકાશે નહીં.
UGC દ્વારા ઉપરોક્ત માર્ગદર્શિકા મુજબ દેશની તમામ યુનિવર્સિટી, સરકારી સસ્થાઓ, Council વગેરેને જરૂરી તંત્ર ગોઠવવા સૂચન કર્યું છે.
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment