Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

CUS-1 Curriculum Development Principles અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો પ્રશ્ન બેન્ક

 

CUS-1 Curriculum Development Principles અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો પ્રશ્ન બેન્ક

Unit-1 : Curriculum: Concept & Principles
એકમ-1 અભ્યાસક્રમ: સંકલ્પના અને સિદ્ધાંતો

2 Marks Questions

1.      અભ્યાસક્રમનું નિર્માણ કોના પર આધારિત હોય છે?

2.      અભ્યાસક્રમના મુખ્ય કેટલા ધ્યેયો છે?

3.      પાઠ્યક્રમ ક્યાં શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

4.      syllabus શબ્દની ઉત્પતિ સ્પષ્ટ કરો.

5.      પાઠ્યક્રમનો શાબ્દિક અર્થ શું છે?

6.      પાઠ્યક્રમની વ્યાખ્યા લખો.

7.      અભ્યાસક્રમની વ્યાખ્યા આપો.

8.      અભ્યાસક્રમના કોઈ પણ બે લક્ષણો આપો.

9.      અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચે કોઈ બે તફાવત લખો.

10.  N. C. F. નું પૂરું નામ જણાવો.

11.   પાઠ્યપુસ્તકની પાંચ ઉપયોગીતા લખો.

12.  પાઠ્યક્રમ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તે લખી તેનો અર્થ સ્પષ્ટ કરો

13.  અભ્યાસક્રમના કોઈ બે ધ્યેય ની સમજૂતી આપો.

14.   N. C. E. R. T. નું પૂરું નામ જણાવો?

15.   અભ્યાસક્રમના કોઈ પાંચ લક્ષણો લખો.

16.   અભ્યાસક્રમના ઉપયોગિતાના સિદ્ધાંતની ચર્ચા કરો?

17.  N. C. F સૂચવેલ માળખામાં ત્રણ ભાષામાં કઈ ભાષા નો સમાવેશ થાય છે?

18.  Curriculum Framework એટલે શું?

19.  અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતની યાદી આપો.

20.  અભ્યાસક્રમ વિકાસ અંગેનો કોઈ એક સિદ્ધાંત સ્પષ્ટ કરો.

 

 

 

 

3 Marks Questions

1.      અભ્યાસક્રમની કોઈ પણ લાક્ષણિકતાઓ લખો.

1.      અભ્યાસક્રમના કોઈપણ અંતિમ ધ્યેયો લખો.

2.      બ્રાઉન અને મુરેએ સૂચવેલ સારા અભ્યાસક્રમના લક્ષણો લખો.

3.      અભ્યાસક્રમના  ધ્યેયો ટૂંકમાં લખો.

4.      કોઠારી શિક્ષણ પંચે સૂચવેલ સારા અભ્યાસક્રમના લક્ષણો જણાવો.

5.      પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક  વચ્ચે કોઈ પણ ત્રણ  તફાવત લખો.

6.      અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ વચ્ચે કોઈ પણ ત્રણ  તફાવત લખો.

7.      પાઠ્યક્રમ શબ્દ કોના પરથી ઉતરી આવ્યો વિસ્તૃત સમજાવો.

8.      પથ્યક્રમની બ્રીન, હચિન સન અને વોટર્સ આપેલી વ્યાખ્યા લખો.

9.      પાઠ્યક્રમનો શાબ્દિક અર્થ અને એક વ્યાખ્યા લખો.

10.   અભ્યાસક્રમનો શાબ્દિક અર્થ અને એક વ્યાખ્યા લખો.

11.   પાઠ્યક્રમના કોઈપણ લક્ષણો દર્શાવો.

12.    અભ્યાસક્રમના ઉપયોગિતાનો અને સાંસ્કૃતિક ધ્યેય સમજાવો.

13.   કોઠારી શિક્ષણ પંચ સૂચવેલ  સારા અભ્યાસક્રમના લક્ષણો લખો.

14.  હાર્દરૂપ અભ્યાસક્રમ અને વૈકલ્પિક અભ્યાસક્રમમાં કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે?

15.  NCF સૂચવે અભ્યાસક્રમના માળખાની સમજૂતી આપો.

16.   પાઠ્યપુસ્તકની કોઈ ઉપયોગીતા લખો.

17.  વૈવિધ્યતા ના સિદ્ધાંતની સમજૂતી આપો.

 

4 Marks Questions

1.      અભ્યાસક્રમની લાક્ષણિકતાઓ સમજાવો.

2.      અભ્યાસક્રમના ધ્યેયોની ચર્ચા કરો.

3.      પાઠ્યક્રમની સંકલ્પના સ્પષ્ટ કરી તેના  લક્ષણો  વર્ણવો.  

4.      અભ્યાસક્રમના સંકલ્પના સ્પષ્ટ કરી તેના  લક્ષણો  વર્ણવો.  

 5.      અભ્યાસક્રમ અને પાઠ્યક્રમનો તફાવત લખો.

6.      અભ્યાસક્રમનું માળખું અને અભ્યાસક્રમનો તફાવત લખો.

7.      પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તક નો તફાવત લખો.

8.      અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ નો શાબ્દિક, વિસ્તૃત અર્થ આપી વ્યાખ્યા લખો.

9.      અભ્યાસક્રમનો અર્થ જણાવી તેના લક્ષણો  સમજાવો.

10.  પાઠ્યક્રમનો અર્થ જણાવી તેના લક્ષણો સમજાવો.

11.  અભ્યાસક્રમના ધ્યેયની વિસ્તૃત સમજૂતી આપો.

12.   અભ્યાસક્રમના માળખાની વિસ્તૃત સમજૂતી આપો.

13.   પાઠ્યપુસ્તક ની ઉપયોગીતા જણાવો.

14.   તાર્કિકતાના સિદ્ધાંત અને ઉપયોગિતાના સિદ્ધાંતની સમજૂતી આપો.

15.   પરિવર્તનશીલતાનો સિદ્ધાંત અને વૈવિધ્યતા નો સિદ્ધાંત સમજાવો.

16.   અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની વિશિષ્ટતા દર્શાવો.

 

 

 


 

Unit 2: Types & Approaches of Curriculum
એકમ- અભ્યાસક્રમના પ્રકાર અને અભિગમ

2 Marks Questions

1.      અભ્યાસક્રમના પ્રકારો જણાવો.

2.      વિષય કેન્દ્રિત અભ્યાસક્રમનો અર્થ સ્પષ્ટ કરો.  

3.      અધ્યેતાકેન્દ્રી અભ્યાસક્રમનો અર્થ જણાવો.

4.      અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમના લક્ષણો વિશે ટૂંકમાં માહિતી આપો.

5.      હેતુ કેન્દ્રિત અભ્યાસક્રમનો અર્થ સ્પષ્ટ કરો.  

6.      અધ્યેતાકેન્દ્રી અભ્યાસક્રમથી ક્યા લાભ થાય છે?

7.      વિદ્યાર્થી અદ્રશ્ય (ગર્ભિત )અભ્યાસક્રમ કઈ રીતે શીખે છે?

8.      અભ્યાસક્રમ પ્રત્યેના અભિગમ એટલે શું?

9.      તંત્ર સંચાલકીય અભિગમ સંદર્ભે શિક્ષકના કાર્યો વર્ણવો.

10.  બૌદ્ધિક વિદ્યા મુલક અભિગમ પર ટૂંકનોંધ લખો.

11.  અભ્યાસક્રમ નિર્ણાયક તરીકે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે?

12.  અભ્યાસક્રમ ના કેટલા પ્રકાર છે? કયા કયા ?

13.  વિષય કેન્દ્રિત અભ્યાસક્રમ ની સંકલ્પના સ્પષ્ટ કરો.

14.  સંકલિત અભ્યાસક્રમનો અર્થ જણાવો.

15.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળો ના નામ જણાવો.

16.  શૂન્ય અભ્યાસક્રમ ની સંકલ્પના સ્પષ્ટ કરો.

17.  ગર્ભિત અભ્યાસક્રમની સંકલ્પના લખો.

18.   સ્પષ્ટ અભ્યાસક્રમની સંકલ્પના જણાવો.

19.  સ્પષ્ટ અભ્યાસક્રમ (પ્રછાન્ન) ના કોઈ ચાર લક્ષણો લખો.

20.   અભ્યાસક્રમ પ્રત્યે ના અભિગમ એટલે શું?

21.  અભ્યાસક્રમ પ્રત્યેના અભિગમ ઓના નામ જણાવો.

22.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળ તરીકે સંસ્થાકીય વિચારણા શું અસર કરે?

 

 

 

 

 

3 Marks Questions

1.      અધ્યેતાકેન્દ્રી અભ્યાસક્રમના લક્ષણો જણાવી તેના લાભો વિશે ટૂંકનોંધ લખો.

2.      સંકલિત અભ્યાસક્રમની સંકલ્પના આપો.

3.      દ્રશ્ય અભ્યાસક્રમ એટલે શું? તેના લક્ષણો વર્ણવો.

4.      માનવતાવાદી સૌંદર્યલક્ષી અભિગમ વિશે વિસ્તૃત માહિતી આપો.

5.      સામાજિક વિવિધતાએ અભ્યાસક્રમના નિર્ણાયક તરીકે શા માટે ઉપયોગમાં લેવાય છે?

6.      આર્થિક પરિબળો કઈ રીતે અભ્યાસક્રમ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવે છે?

7.      અભ્યાસક્રમ નિર્ણાયક તરીકે સંસ્થાકીય વિચારણાની ચર્ચા કરો.

8.      અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમથી ક્યા  લાભ અને ગેરલાભ થાય છે?

9.      સંકલિત અભ્યાસક્રમના લાભ અને ગેરલાભ કયા કયા છે?

10.  શુન્ય અભ્યાસક્રમની સંકલ્પના રજૂ કરો.

11.  ઉદ્દેશ્ય કેન્દ્રિત અભ્યાસક્રમનો અર્થ જણાવી તેના લાભ અને ગેરલાભ લખો

12.  અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમનો અર્થ જણાવી તેના લાભ અને ગેરલાભ લખો

13.  સંકલિત અભ્યાસક્રમનો અર્થ સ્પષ્ટ કરી તેના લક્ષણો જણાવો

14.  ગર્ભિત અભ્યાસક્રમ વિશે ટૂંકમાં માહિતી આપો

15.  શૂન્ય (Null) અભ્યાસક્રમ  વિષે ટૂંક નોંધ લખો.

16.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળ એવા સામાજિક પરિબળ વિશે ટૂંકમાં માહિતી આપો

17.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળ એવા રાજકીય પરિબળો વિશે જણાવો

18.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળ એવા આર્થિક પરિબળ વિશે ટૂંકનોંધ લખો

19.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળ તરીકે પર્યાવરણ અંગેની વિચારણા લખો

20.  વર્તનવાદી બુદ્ધિગમ્ય અભિગમનું હાર્દરૂપ બાબત સ્પષ્ટ કરો.

 

 

4 Marks Questions

1.      સંકલિત અભ્યાસક્રમની વિસ્તૃત માહિતી આપો .

2.      અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમનો અર્થ અને તેના  લાભાલાભો જણાવો.

3.      હેતુ કેન્દ્રિત અભ્યાસક્રમ પર ટૂંકનોંધ લખો.

4.      વર્તનવાદી બુદ્ધિગમ્ય અભિગમ વર્ણવો.

5.      તંત્ર સંચાલકીય અભિગમની સમજૂતી આપો.

6.      રાજકીય પરિબળો અને વ્યવસાયિક સંગઠન અભ્યાસક્રમ નિર્ણાયક તરીકે કઈ રીતે ઉપયોગી છે?

7.      અભ્યાસક્રમના નિર્ણાયકો એટલે શું? અભ્યાસક્રમ નિર્ણાયક તરીકે પર્યાવરણની વિચારણા અને આર્થિક પરિબળોની સમજ સ્પષ્ટ કરો.

8.      Eisner દ્વારા અભ્યાસક્રમના કેટલા પ્રકાર આપવામાં આવ્યા છે? તેમાં શુન્ય અભ્યાસક્રમની સમજૂતી આપો.

9.      દ્રશ્ય અભ્યાસક્રમ અને અદ્રશ્ય અભ્યાસક્રમ વચ્ચેના તફાવતના મુદ્દા લખો.

10.  વિષય કેન્દ્રિત અને અધ્યતા કેન્દ્રીય અભ્યાસક્રમ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

11.  વિષય કેન્દ્રીય અભ્યાસક્રમનો અર્થ, લક્ષણો, લાભ અને ગેરલાભ લખો.

12.  અધ્યેતાકેન્દ્રી અભ્યાસક્રમનો અર્થ જણાવી તેના લાભ અને ગેરલાભ લખો.

13.  ઉદ્દેશ્ય કેન્દ્રિત અભ્યાસક્રમ વિશે લખો.

14.  અનુભવ કેન્દ્રિત અભ્યાસક્રમ વિશે લખો.

15.  સંકલિત અભ્યાસક્રમ વિશે જણાવો.

16.  અભ્યાસક્રમના નિર્ણાયક પરિબળોની ચર્ચા કરો.

17.  તંત્ર સંચાલકીય અભિગમ વિશે લખો.

18.  બૌદ્ધિક વિદ્યામુલક અભિગમની ચર્ચા કરો.

19.  માનવતાવાદી સૌંદર્યલક્ષી અભિગમ વિશે લખો.

 

 

 


 

Unit 3: Foundations of Curriculum Development
એકમ- અભ્યાસક્રમ વિકાસના આધારસ્તંભો

2 Marks Questions

  1. અભ્યાસક્રમ આલેખનના સ્ત્રોતો લખો.
  2. અભ્યાસક્રમ વિકાસ અંગે કઈ તાત્વિક વિચારધારાઑ છે?
  3. અભ્યાસક્રમ વિકાસ અંગે મનોવૈજ્ઞાનિક આધારસ્તંભો લખો.
  4. અભ્યાસક્રમ વિકાસમાં ક્યા સામાજિક આધારો હોય છે?
  5. આદર્શવાદ અને અભ્યાસક્રમ નિર્માણ સમજાવો.
  6. પ્રકૃતિવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો હોય?
  7. અભ્યાસક્રમ રચનાના સ્ત્રોત તરીકે રાજ્ય શું અસર કરે?
  8. અભ્યાસક્રમ નિર્માણમાં કઈ મનોવૈજ્ઞાનિક વિચારધારાઓ ધ્યાનમાં લઈ શકાય?
  9. મનોવૈજ્ઞાનિક આધારશિલામાં બાળકના ક્યા વિકાસના પાસા અંગે વિચારણા થવી જોઈએ?
  10. શિક્ષણ અને સમાજ વચ્ચે શું સંબંધ છે?

 

3 Marks Questions

1.      સર્વગ્રાહી અભ્યાસક્રમ રચના કરવી જોઈએ  શા માટે?

  1. અભ્યાસક્રમ આલેખનના સ્ત્રોત તરીકે નૈતિક સિદ્ધાંત સમજાવો.
  2. અધ્યેતા સંદર્ભે અભ્યાસક્રમ આલેખન વખતે શું ધ્યાનમાં રાખવું?

4.      સમાજશાસ્ત્રીય આધારશીલને ધ્યાને રાખી રચાતા અભ્યાસક્રમમાં કઈ ખાસિયત જોવા મળે છે?

5.      સમાજની બદલાતી આવશ્યકતાઓ મુજબ અભ્યાસક્રમ કઈ રીતે બદલાય?

6.      બાળકના વિકાસ તબક્કા વિષે ટૂંકમાં લખો.

  1. શિક્ષણમાં કઈ સમાજશાસ્ત્રીય પ્રવૃત્તિ થાય છે?

 

 

 

 

 

4 Marks Questions

1.      આદર્શવાદ અને વ્યવહારવાદ અભ્યાસક્રમ અંગે શું માર્ગદર્શન આપે છે?

2.      અભ્યાસક્રમ વિકાસની તાત્વિક આધારશિલા ટૂંકમાં ચર્ચો.

3.      અભ્યાસક્રમ રચનાના સ્ત્રોત તરીકે સમાજ અને જ્ઞાન સમજાવો.

4.      ટૂંકનોંધ લખો. અભ્યાસક્રમ રચનાના સ્ત્રોત: વિજ્ઞાન

5.      અભ્યાસક્રમ વિકાસની સમાજશાસ્ત્રીય  આધારશિલા  સમજાવો. 

6.      ધાર્મિક સંગઠન, શિક્ષણ અને અભ્યાસક્રમ વિકાસને કઈ રીતે અસર કરે છે?

7.      સામાજિક પ્રવૃતિ, પરિસ્થિતિ, સામાજિક દબાણ-વર્ગ ને સમાજશાસ્ત્રીય આધાર તરીકે ચર્ચા કરો.

8.      મનોવૈજ્ઞાનિક આધારશીલને ધ્યાને રાખી રચાતા અભ્યાસક્રમમાં કઈ વિશેષતા હોય છે?

 

 

Unit 4: Process of Curriculum Development
એકમ- અભ્યાસક્રમ વિકાસની પ્રક્રિયા

2 Marks Questions

1.  અભ્યાસક્રમનું તાત્વિક જોડાણ એટલે શું ?

2.  જરૂરિયાતોનું વિશ્લેષણ નો અર્થ લખો.

3.  જરૂરિયાતોનું વિશ્લેષણ શા માટે મહત્વનું છે ?

4.      જરૂરિયાતોના કેટલા પ્રકાર છે? કયા-કયા ?

5.      લાંબાગાળાના ધ્યેયો એટલે શું ?

6.      ટૂંકાગાળાના ધ્યેયો એટલે શું ?

7.       નજીકના કે તત્કાલીન પૂર્ણ થતા ધ્યેયો એટલે શું ?

8.      હેતુઓની સંરચનાના આધારસ્તંભો જણાવો.

9.      પાઠ્યવસ્તુની પસંદગી કરતી વખતે ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ ?

10.  પાઠ્યવસ્તુ પસંદગી માટે માપદંડ જણાવો.

11.  અધ્યયન અનુભવ  એટલે શું ?

12.  અભ્યાસક્રમ વિકાસના અભિગમોમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે ?

13.  અભ્યાસક્રમ મૂલ્યાંકનના સ્ત્રોતો જણાવો.

14.  અભ્યાસક્રમ વિકાસના સોપાનો જણાવો.

15.  હેતુઓની સંરચનાના આધારસ્તંભો જણાવો.

16.  અભ્યાસક્રમ મૂલ્યાંકનની સંકલ્પના સમજાવો.

17.  વિષયવસ્તુની પસંદગીના માપદંડોના નામ જણાવો.

18.  અધ્યયન અનુભવની પસંદગીના માપદંડો ટૂંકમાં સમજાવો.

19.  અધ્યયન અનુભવની પસંદગીના નિયમો જણાવો.

20.  બાળકની વયકક્ષા અને બાળકની જરૂરિયાત વિશે ટૂંકમાં સમજાવો.

 

 

3 Marks Questions

1.      અભ્યાસક્રમ વિકાસ માટે ઉદ્દેશો અને હેતુઓની સંરચનાના આધારસ્તંભો ઉદાહરણ સાથે સમજાવો.

2.      બેન્જામીન બ્લૂમની મુજબ હેતુઓના કેટલા પ્રકાર છે? કયા-કયા? સ્પષ્ટ કરો.

3.      પાઠ્યવસ્તુ પસંદગીના મુખ્ય-સ્ત્રોત સમજાવો.

4.      પાઠ્યવસ્તુ સંગઠનની તરાહ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે સમજાવો.

5.      પાઠ્યવસ્તુ સંગઠનની તરાહ અભ્યાસક્રમની કેટલીક પદ્ધતિઓના આધારે સમજાવો.

6.      અધ્યયન અનુભવ એટલે શું ? સમજાવો.

7.      શૈક્ષણિક હેતુઓના આધારે અધ્યયન અનુભવોના પ્રકાર જણાવો.

8.      અધ્યયન અનુભવોના પ્રકાર જણાવો.

9.      અભ્યાસક્રમ મૂલ્યાંકનના અભિગમો સમજાવો.

10.  અભ્યાસક્રમ મૂલ્યાંકનના પાસા જણાવી તેમાંથી એક વિગતવાર સમજાવો.

11.  શૈક્ષણિક હેતુઓને આધારે અધ્યયન અનુભવના પ્રકાર સમજાવો.

12.  અભ્યાસક્રમ મૂલ્યાંકનના સ્ત્રોતોની ચર્ચા કરો.

13.  અભ્યાસક્રમ મૂલ્યાંકનની પદ્ધતિઓ સમજાવો.

14.  વિકાસાત્મક મૂલ્યાંકન વિશે સમજૂતી આપો.

15.  ટૂંકાગાળાના ધ્યેયો વિગતે સમજાવો.

16.  અભ્યાસક્રમ મૂલ્યાંકનની જરૂરિયાતો સમજાવો.

17.  અધ્યાપન અનુભવની પસંદગીના નિયમો વિશે સમજૂતી આપો.

 

 

4 Marks Questions

1.      ઉદ્દેશો અને હેતુઓની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.

2.      બેન્જામીન બ્લૂમે આપેલી શૈક્ષણિક હેતુઓની શ્રેણી પૈકી કોઈ બે શ્રેણી સમજાવો.

3.      અભ્યાસક્રમ વિકાસમાં ઉદ્દેશો અને હેતુઓની રચના માટે ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દાઓ જણાવો.

4.      પાઠ્યવસ્તુ પસંદગીના મુખ્યસ્ત્રોત જણાવી તેમાંના કોઈપણ બે સ્ત્રોત સવિસ્તાર વર્ણવો.

5.      પાઠ્યવસ્તુ પસંદગી માટે વ્હીલર દ્વારા આપવામાં આવેલ ગૌણ માપદંડ સમજાવો.

6.      અભ્યાસક્રમ સંગઠનની તરાહની યાદી જણાવી તે પૈકીની કોઈ બે સમજાવો.

7.      અધ્યયન અનુભવોની પસંદગીના નિયમો આપી, તે પૈકીના કોઈપણ ત્રણ નિયમો સમજાવો.

8.      અભ્યાસક્રમ મૂલ્યાંકનનું સ્વરૂપ વર્ણવો.

9.      અભ્યાસક્રમ મૂલ્યાંકનના સ્ત્રોતો જણાવી તે પૈકીના કોઇ બે સ્ત્રોતને સવિસ્તાર સમજાવો.

10.  અભ્યાસક્રમના સોપાનો વિગતે સમજાવો.

11.  કક્ષાની દ્રષ્ટિએ અભ્યાસક્રમના ધ્યેયો કે હેતુઓની રચના સમજાવો.

12.  હેતુઓની સંરચનાના આધારસ્તંભો વિગતે સમજાવો.

13.  વિષયવસ્તુની પસંદગીના માપદંડો સમજાવો.

14.  અભ્યાસક્રમ વિકાસ દરમિયાન વિષય વસ્તુના સંગઠન કે સંયોજનની રીતો -તરાહ સમજાવો.

15.  અધ્યયન અનુભવની પસંદગીના નિયમો વિગતે સમજાવો.

16.  અધ્યયન અનુભવની પસંદગીના સિદ્ધાંતો વિસ્તૃત રીતે સમજાવો.

17.  અભ્યાસક્રમ મૂલ્યાંકનની પ્રક્રિયા સોપાનવાર  સમજાવો.

18.  અભ્યાસક્રમ મૂલ્યાંકનની અભિગમ સમજાવો.

19.  અભ્યાસક્રમ મૂલ્યાંકનની પદ્ધતિઓ વિગતે સમજાવો.

20.  મૂલ્યાંકનની જરૂરિયાત વિશે વિગતે ચર્ચા કરો.

21.  અભ્યાસક્રમ રચવાની પ્રક્રિયા સમજાવો.

22.  ઉદ્દેશો અને હેતુઓ ની રચના સમજાવો.

23.  અભ્યાસક્રમનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ અને મૂલ્યાંકન સમજાવો.

24.  વિષયવસ્તુની પસંદગી વિગતે જણાવો.

 

 

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment