Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત

રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૧૨ના તમામ પ્રવાહોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા જાહેરાત 


ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ પરિપત્ર ક્રમાંક:મશબ/૧૨૨૦/૮૭૪૮૭ સચિવાલય, ગાંધીનગર.
તારીખઃ૧૪/૦૭/૨૦૨૧


શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક (૧) સામેના તા.૦૫/૦૬/૨૦૨૧ના ઠરાવથી રાજયની તમામ બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવેલ હતો. ત્યાર બાદ તા.૦૯/૦૭/૨૦૨૧ના રોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ-૧૨માં તા.૧૫/૦૭/૨૦૨૧થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબતે નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે:

(1) ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યર્મા હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે તથા જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે અગાઉની જેમ ઓન લાઇન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ રાખવાની રહેશે. પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ સાથે સામેલ નમુનામાં લેખિત સંમતીપત્ર મેળવવાનું રહેશે.

(2) વર્ગ ખંડોમાં ૫૦% ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ (Alternate day) મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઈ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતર/ Social Distancing નું અચૂકપણે પાલન કરાવવાનું રહેશે. વધુમાં, સમયાંતરે નિયમિતપણે વર્ગખંડનું યોગ્ય સેનેટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં હેન્ડ વૉશિંગ/સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.

(3) શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે તેમજ COVID-19 સંદર્ભે ઉચિત વર્તણૂક (Covid Appropriate Behaviour)નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ઉપર્યુક્ત સૂચનાઓ તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય સૂચનાઓ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી લાગુ પડશે.

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment