ગુજરાત બોર્ડે (Gujarat board) ધોરણ 12ની પરીક્ષા રદ કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીએ (CM Vijay Rupani) કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને (Coronavirus) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાની જાહેરાત કરી હતી. ગઈકાલે મંગળવારે, પરીક્ષાનું (board exam) ટાઈમ ટેબલ પણ જાહેર કરાયુ હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સીબીએસઇ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી હતી. જેથી ગુજરાત સરકારે આજે બુધવારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે
ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે.માસ પ્રમોશનની પ્રક્રિયા અંગે નિર્ણય કરાશે
ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટુંક સમયમાં માસ પ્રમોસશની પ્રક્રિયા કઇ રીતે હાથ ધરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વિશેષ રજૂઆત કરશે. જોકે, હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની ચાંપતી નજર આ જાહેરાત પર જ રહેશે..
If you have any doubts, questions, query or suggestions please comment