Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર

 

રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર 

🔳 શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓ માટે મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે વખતો વખત કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવે છે. હાલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

 🔳 વર્ષ ૨૦૨૧-૨૨ માટે  શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓના મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે નીચે મુજબનું કોમન એકેડેમિક કેલેન્ડર આથી નિયત કરવામાં આવે છે. 

🔳પ્રથમ સત્ર (UG સેમ-૩ અને ૫; ચાર વર્ષના UG પ્રોગ્રામમાં સેમ. ૭ પણ તથા PG સેમ-૩) માટે તા.૦૭-૦૬-૨૦૨૧થી ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવું

🔳પ્રથમ સત્ર (UG/PG સેમ-૧) હવે પછીથી જાહેર કરવામાં આવશે

🔳દિવાળી વેકેશન- તા.૦૧-૧૧-૨૦૨૧ ( (Proposed) થી તા.૧૩-૧૧-૨૦૨૧

🔳યુનિ. વિભાગ/કોલેજોનું આંતરિક મુલ્યાંકન વિક્લી ટેસ્ટ પ્રોજેક્ટ વર્ક ગૃપ ડિસ્કશન વગેરેથી પ્રથમ સત્રના અંત પહેલા 

🔳દ્વિતીય સત્ર (UG સેમ. ૪ અને ૬ તથા PG સેમ.૪)તા.૦૧-૧૨-૨૦૨૧ સુધીમાં શરૂ કરવું 

🔳યુનિ. વિભાગ/કોલેજોનું દ્વિતીય સત્ર આંતરિક મુલ્યાંકન વિક્લી ટેસ્ટ/પ્રોજેક્ટ વર્ક/ગૃપ ડિસ્કશન વગેરેથી ફેબ્રુઆરી/માર્ચ ૨૦૨૨ સુધીમાં 

🔳નવું શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ તા.૧૫-૦૬-૨૦૨૨થી શરૂ કરવું

હાલમાં દરેક યુનિવર્સીટી દ્વારા ઓનલાઈન શિક્ષણ કે પરીક્ષા જ લઈ શકશે. ઓફલાઇન કે ભૌતિક વર્ગખંડ સૂચના મળ્યા પછી જ શરૂ કરી શકાશે.

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર 

પરિપત્ર માટે અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment