IITE B.ED. SEM-III-PAPER- AE-1
Assessment and Evaluation in Learning
Unit-1 Assessment and Evaluation
1.1
Meaning of testing, measurement, assessment and
evaluation
૧.૧ પરીક્ષણ, માપન, આકલન અને મૂલ્યાંકનનો અર્થ : પ્રસ્તાવના
શિક્ષણ ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનુ
શિક્ષણના કોઈ પણ વ્યક્તિગત તબક્કે સિદ્ધિ કેવી છે તે
સમયાંતરે જાણવું જરૂરી છે
પ્રાચીન સમયથી મૂલ્યાંકન ચાલતું આવે છે
૧.૧ પરીક્ષણનો અર્થ
‘ચોક્કસ વ્યક્તિ
કે વ્યક્તિના સમૂહના ચોક્કસ લક્ષણો માપવા માટે ઉપયોગમાં લેવાતું કોઈ સાધન, પ્રશ્ન, પ્રશ્નસમૂહ કે પરીક્ષા એટલે પરીક્ષણ’
વ્યક્તિના કૌશલ્ય, વલણ કે યોગ્યતાની વર્તમાન સ્થિતિ જાણવા માટે પરીક્ષણ કરાય છે.
વિજ્ઞાનની ભાષામાં test એટલે કોઈપણ બાબત કે વસ્તુનું સચોટ માપ લેવા વપરાતું સાધન
કે પદ્ધતિ
વિદ્યાર્થી પાસેથી માહિતી કઢાવવા વપરાતું સાધન એટલે કસોટી
કોઈ ચોક્કસ ગુણ-લક્ષણની
માહિતી મેળવવા વપરાતું સાધન એટલે કસોટી
આવી કસોટી લેખિત, મૌખિક કે મશીન દ્વારા હોય શકે –શિક્ષણમાં સામાન્ય રીતે સિદ્ધિ કસોટીઓ
તરીકે ઓળખાય છે
ચોક્કસ કાર્ય કરવા માટેની વ્યક્તિની શક્તિ અંગે માહિતી
પ્રાપ્ત કરવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કે સાધન એટલે કસોટી દા .ત. Flexibility
test
પરીક્ષણ એક એવી પ્રમાણિત પરિસ્થિતી છે જે વ્યક્તિને કોઈક ગુણ આપે છે.
પ્રમાણિત પરિસ્થિતી એટલે...
૧. એક સમાન પ્રશ્નોનો સમૂહ
૨. દરેકને સામાન્ય અને સ્પષ્ટ સૂચનાઓ
૩. પ્રશ્ન સ્વરૂપ સમતલ
૪. વિષયવસ્તુના દરેક ઘટકને યોગ્ય ન્યાય
૫. ગુણાંકનની પૂર્વનિર્ધારિત પદ્ધતિ
જ્ઞાન,વલણ, કૌશલ્ય કે અનુભવ જેવા કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ કેટલી સિદ્ધિ કે વિકાસ ચકાસવા માટેનાં પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા એટલે પરીક્ષણ.
પરીક્ષણ એ પ્રશ્નોની શ્રેણી છે અથવા એક મહાવરો છે જે
વ્યક્તિ કે જૂથના કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ ક્ષમતા કે વલણ માપી આપે છે.’
પરીક્ષણ કસોટી –ટેસ્ટીંગ નો સમાવેશ થઈ જાય છે.પરીક્ષણ એ
યુક્તિપૂર્ણ સંજોગોમાં હાથ ધરાય છે કે જેથી તેનું સંચાલન થઈ શકે.એટલે કે બધી કસોટીઓ
પરીક્ષણ છે,પરંતુ બધું
પરીક્ષણએ કસોટી નથી.પરીક્ષણમાં કસોટી ઉપરાંત અવલોકન,મૂલાકાત
વગેરેનો પણ સમાવેશ થઈ શકે છે.
- પરીક્ષણ એ માપન જેવું છે,પરંતુ માત્ર માપન નથી.
- તે માહિતી
એકત્રીકરણની પ્રક્રિયાનો સંદર્ભ દર્શાવે છે.
- પરીક્ષણ એ
મૂલ્યાંકન કરતા પમાણમાં સીમિત અર્થ ધરાવે છે, પરંતુ માપન કરતા
વિસ્તૃત અર્થ ધરાવે છે.
૧.૧ પરીક્ષણના
પ્રકાર
Objective Test: નિશ્ચિત જવાબોવાળી પેપર પેન્સિલ કસોટી
Subjective test: મુક્ત જવાબો
વાળી વર્ણનાત્મક પેપર પેન્સિલ કસોટી
૧.૧ પરીક્ષણનો હેતુ
* વિદ્યાર્થીઓના
અધ્યયનની સુધારણા કરવા.
* વિદ્યાર્થીઓના
અધ્યયન માટે પ્રેરિત કરવા.
* વિદ્યાર્થીઓના
અધ્યયનને દિશા આપવી
* વિદ્યાર્થીઓના
પરફોર્મન્સ પ્રતિપોષણ પૂરું પાડવું.
* વિદ્યાર્થીઓની
પ્રગતિ માટેનાં નિર્ધારિત ધોરણોની સિદ્ધિ અંગે ચકાસણી કરવી.
* વિદ્યાર્થીઓ
માટે નક્કી કરવામાં આવેલા હેતુઓ કેટલે અંશે સિદ્ધ થઈ શકયા છે તે જાણવું.
* જે તે મુદ્દો
વિદ્યાર્થીઓને વધુ સારી રીતે અને વધુ અસરકારક રીતે કેવી રીતે શીખવી શકાય એ અંગેનો
નિર્ણય લેવા.
* જે તે મુદ્દા
માટે કેટલો સમય ફાળવવો તે નક્કી કરવું.
* વિદ્યાર્થીઓને ગ્રેડ આપવો વગેરે.
૧.૧ માપનનો અર્થ
માપન એટ્લે
mesurement
જ્યારે પણ પરીક્ષણ કરીએ ત્યારે કોઈ ને કોઇ પ્રાપ્તાંક મળે
–આ સંખ્યાત્મક અંક એજ માપન
માપન એ એક એવી પ્રક્રિયા સાથે સંબધિત છે કે જેના દ્વારા કોઈ
વસ્તુ,ઘટના કે લક્ષણનું
માપ કાઢવામાં આવે છે.સામાન્ય રીતે તે ભૌતિક સ્વરૂપનું હોય છે અને તેના દ્ધારા ગુણ,લાક્ષણીકતા કે પરિણામ નિર્ધારિત થઈ શકે છે.જયારે પણ આવું નિર્ધારણ થાય છે
ત્યારે તે સામાન્ય રીતે કોઈ પ્રમાણિત સાધન દ્ધારા થતું હોય છે.
દા.ત.
૧.ઊંચાઈ-અંતર (માપ પટ્ટી દ્વારા)
૨. વજન (વજનતુલા દ્વારા),
૩. સમય (ઘડિયાળ દ્વારા)
૪. તાપમાન (થરમૉમિટર દ્વારા)
૫. કોઈ
વિદ્યાર્થીઓનો કોઈ વિષયમાં પ્રાપ્તાંક (સિદ્ધિ કસોટી દ્વારા)
૬. વ્યક્તિના લક્ષણ જેવાકે બુદ્ધિ, વલણ, વ્યક્તિત્વ,
રસ નું માપન પ્રમાણિત મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા)
માપન એટ્લે કોઈ પણ પદાર્થ , ઘટના કે અવલોકનાને કોઈ સંખ્યા સાથે
સાંકળવાની પ્રક્રિયા
કોઈ પણ માહિતીનું સંખ્યાના સંદર્ભમાં વર્ણન એટ્લે માપન
કોઈ વ્યક્તિમાં કોઈ ચોક્કસ લક્ષણ કેટલે
માત્રામાં/પ્રમાણમા છે તેનું સાંખ્યિક
વર્ણન
વિદ્યાર્થીના જ્ઞાન, કૌશલ્ય, ક્ષમતા કે રસ વિષે સંખ્યાત્મક
માહિતી મેળવવી એટ્લે શૈક્ષણિક માપન
આ એક એવો પ્રાપ્તાંક છે જેનો ઉપયોગ કોઈ અર્થઘટન માટે થાય
ત્યારે તે મૂલ્યાંકન બને
માપન હંમેશા સંખ્યાત્મક હોય અને તેના માટે પ્રમાણિત સાધન
હોય
(Celsius, Units, symbols, CM, KG,
Inch, Miles, KM, percentage, rank, raw score)
Cambridge Dictionary says The verb ‘Measure’ means ‘to discover the exact size, amount
etc of something.
‘The process of obtaining numerical
description of the degree to which the individual possesses particular
characteristics’
-Norman
and Robert
* માપન એ એક
સંખ્યાત્મક પ્રક્રિયા છે.
*માપન એ
પ્રમાણમાં સીધી-સાદી માપવાની પ્રક્રિયા છે.
*મોટાભાગે લેખિત
કસોટીઓને આધારે હાથ ધરાય છે.
*પરિણામો ચોક્કસ
હોય છે.
*વિધાર્થીઓના
વિકાસના સર્વ પાસાઓનું માપન કરવું શક્ય બનતું નથી.
૧.૧ માપનના પ્રકાર
૧)પ્રત્યક્ષ માપન : કોઈ પણ વ્યક્તિ દ્ધારા કોઈ પણ સમયે,કોઈ પણ સ્થળે જે કોઈ બાબતનું માપન કરવામાં
આવે એમાં કોઈ ફેર પડે નહી.અને તેનું માપ ચોક્કસ જ એકસરખું આવે તેને પ્રત્યક્ષ માપન કહે છે. પ્રત્યક્ષ જોઈ
શકીએ અને માપવા માટે ચોક્કસ સાધનોનો ઉપયોગ થાય છે. (વજન, સમય,
અંતર)
૨)પરોક્ષ માપન : જે કોઈ વસ્તુને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી,પરંતુ જેનો અનુભવ થઈ શકે છે એવી બાબતોના
માપનને પરોક્ષ માપન કહે છે.
* જેમકે,ઠંડી
કે ગરમીને આપણે જોઈ શકતા નથી,અનુભવી શકીએ છે.
૩)સાપેક્ષ માપન : સાપેક્ષ માપન ભૌતિક માપનને લાગુ પડતું નથી. સામાન્ય રીતે
મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણીક સિદ્ધિનું માપન સાપેક્ષ માપન ગણાય, અનેક પરિબળો જેવાકે વિદ્યાર્થિની માનસિક
સ્થિતિ, કસોટી લેનારનું વર્તન, પરીક્ષા
સ્થળ વાતાવરણ, ભૌતિક સગવડ વગેરે પણ અસર કરે)
બુદ્ધિ,રસ,વલણ.અભિયોગ્યતા,વ્યક્તિત્વ
જેવી મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણીક બાબતોના માપનને સાપેક્ષ માપન કહેવાય છે.
80 ગુણ મેળવનાર
40 ગુણ મેળવનાર કરતાં બમણો હોશિયાર એ અર્થઘટન સાચું નથી
ગણિત અને અંગ્રેજીમાં સરખા ગુણ મેળવનાર બંનેમાં સખો હોશિયાર
એ સાચું નથી.
૧.૧ માપનની કક્ષાઓ –માપ પદ્ધતિઓ
૧) ઓળખ માપ પદ્ધતિ (Nominal Scale) : માત્ર વર્ગીકરણ કરવાના કે ઓળખવાના હેતુથી વ્યક્તિ કે
વસ્તુને અંકો આપવામાં આવે. દા.ત. વિદ્યાર્થીના રોલ નંબર, પરિક્ષાના સીટ નંબર, પુસ્તકાલયમાં
પુસ્તકને આપેલ નંબર, જેલના કેદીને અપાતો નંબર, ખેલાડીને અપાતો નંબર , જાતિ આધારે કે ધર્મ આધાર
વર્ગીકરણ (કોઈ ગાણિતિક પ્રક્રિયા ન કરી શકાય)
૨) ક્રમાંક માપ પદ્ધતિ (Ordinal Scale) : કોઈ લક્ષણ ને ધ્યાનમાં રાખી
ચડતા કે ઉતરતા ક્રમમા ગોઠવવા. દા.ત. પરિક્ષાના અંતે ટકાના આધારે વિદ્યાર્થીઓને નંબર
આપવા, ઊંચાઈના આધારે ક્રમ, સ્વચ્છતા,
હેપિનેસ, ભ્રષ્ટાચાર ના આધારે દેશોને અપાતા ક્રમ
(કોઈ ગાણિતિક પ્રક્રિયા ન કરી શકાય)
૩) અંતર/અંતરાલ માપ પદ્ધતિ (Interval Scale) : ક્રમઅનુસાર અને નિશ્ચિત અંતર પ્રમાણે ગોઠવણી. દરેક સંખ્યા એને એકમ વચ્ચે એક સરખું અંતર રહે તે રીતે અંક આપવામાં આવે. દા.ત. વય પ્રાપ્તાંક, ૧૨ કલાકમાં કલાકો ,તાપમાન – ૧૦ વર્ષનું બાળક ૫ વર્ષના બાળક કરતાં બમણું મોટું. નિરપેક્ષ શૂન્ય નથી હોતું. ગણિતમાં શૂન્ય મેળવનાર ગણિતમાં શૂન્ય જાણે છે એમ ન કહી શકાય. તેથી સરવાળા બાદબાકી થઈ શકે પણ ગુણાકાર ભાંગાકાર થઈ શકતા નથી.
૪) ગુણોત્તર અંક માપ
પદ્ધતિ (Ratio Scale) : જ્યારે માપને સમાન એકમોમાં દર્શાવવા આવે અને નિરપેક્ષ શૂન્યથી શરૂ કરવામાં
આવે તારે તે ગુણોત્તર અંક માપ પદ્ધતિ બને. દા.ત. લંબાઈ, વજન,
સમય વગેરે. તેમાં ચારેય ગાણિતિક પ્રક્રિયા થઈ શકે. ૨૦ સેમી લંબાઈ કરતાં
૬૦ સેમી લંબાઈ ત્રણ ગણી છે.
૧.૧ માપનના હેતુઓ
૧) કોઈ ચોક્કસ ગુણ,લક્ષણ,કે બાબતોનું માપ
નક્કી કરવું.
૨) કોઈ બાબતનું સંખ્યાત્મક મૂલ્ય નક્કી કરવું.
૩) જરૂરી બાબતોની નોધ મેળવવી.
૪) મૂલ્યાંકન માટે આધાર પૂરો પડવો.
૫) નિર્ણયો લેવા માટેનો આધાર પૂરો પડવો.
૬) કોઈ પણ ગુણ,લક્ષણ કે વસ્તુ ને સંખ્યાત્મક સ્વરૂપ પ્રદાન કરવું.
૭) કોઈ પણ વસ્તુની
માત્રા'નક્કી કરવી.જેમકે,બુદ્ધિ આંક....
8) શિક્ષણના હેતુઓની સિદ્ધિ
વિશે જાણવવામાં મદદ કરવી.
૯) શિક્ષણના પ્રશ્નપત્રમાં જરૂરી સુધારો લાવવો.
૧૦) વિવિધ અધ્યાપન પદ્ધતિઓની તુલના કરવામાં સહાય કરવી.
૧.૧ આકલનનો અર્થ
આકલન એટ્લે
assessment
Assessment is not a test but a test
is an assessment.
પ્રગતિ પણ નજર રાખવા કે કોઈ શૈક્ષણિક નિર્ણયો લેવા માટે
માહિતી એકઠી કરવાની પ્રક્રિયા એટ્લે આકલન.
આકલનમાં પરીક્ષણ, અવલોકન, મુલાકાત, વર્તન દેખરેખ
(monitoring), વિદ્યાર્થી પ્રતિભાવ બધાનો નો સમાવેશ થાય છે.
વિદ્યાર્થી શું કરી શકે છે અથવા તેની પાસે કેટલું છે ?તે સંખ્યાત્મક અથવા ગુણાત્મક માહિતિ એકઠી
કરવાની પ્રક્રિયા એટ્લે આકલન.
The word ‘assess’ comes from the Latin verb ‘assidere’ meaning ‘to sit with’. In assessment one is supposed to sit with the learner. This implies it is something we do ‘with’ and ‘for’ students and not ‘to’ students (Green, 1999).
Assessment in education is the
process of gathering, interpreting, recording, and using information about
pupils’ responses to an educational task. (Harlen, Gipps,
Broadfoot, Nuttal,1992)
વર્તમાન કાર્યદેખાવ કે સિદ્ધિ માં સુધારણા હેતુથી માહિતી
એકઠી કરવાની તેની સમિક્ષા કરવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રકીયાને આકલન કહે છે.
આકલન ને ઘણી વખત મૂલ્યાંકન અને માપન ની અવેજી માં
પ્રયોજવામાં આવે છે. જોકે આકલન એક મૂલ્યાંકન કરતાં સાંકડો અર્થ અને માપન કરતાં
વ્યાપક અર્થ ધરાવે છે.
Assessment in education is the
process of gathering, interpreting, recording & using information about
pupils’ responses to an educational task. (Harlen, Gipps,
Broadfoot, Nuttal, 1992)
“A diagnostic use of assessment to
provide feedback to teachers and students over the course of instruction.” --- Carol Boston
૧. Formative
assessment : રચનાત્મક આકલન
શિક્ષણ દરમિયાન પ્રતિભાવ આપવા માટે આ આકલન ઉપયોગી
–નિદાનાત્મક ઉપયોગ –શિક્ષણ કાર્ય સુધારવા માટે-દરેક તાસને અંતે
૨. Summative assessment: સ્ંકલનાત્મક આકલન:
એક જ વખત ચોક્કસ સમયગાળાને અંતે-વર્ષ
કે સત્રાંતે, વિદ્યાર્થિની સિદ્ધિ માપવા, હેતુ કેટલા અંશે સિદ્ધ થયા, ગ્રેડ આપવા, શિક્ષકની અસરકારકતા ચકાસવા
૧.૧ મૂલ્યાંકનનો અર્થ
મૂલ્યાંકન એટલે
Evaluation
મૂલ્ય + અંકન = મૂલ્યાંકન
શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું હેતુઓના સંદર્ભમાં
પ્રાપ્તિનું મૂલ્ય આંકવું
વિદ્યાર્થીના પક્ષે શૈક્ષણિક હેતુઓ કેટલા પ્રમાણમા સિદ્ધ
થયા તે નક્કી કરવાની પદ્ધતિસરનીપ્રક્રિયા એટલે મૂલ્યાંકન (ગ્રાઊન્ડલેન્ડ)
શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં ક્યાં વર્તન-પરિવર્તનો આવ્યા
તે ચકાસવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન
મૂલ્યાંકન નિર્ણયાત્મક હોય છે. તે માપન ઉપરાંત મૂલ્ય નિર્ધારણ છે. મૂલ્યનો નિર્ણય લેવા માટે આધારસ્તંભ તરીકે કોઈ ધોરણ હોય છે.
વિદ્યાર્થીના શક્ય તેટલા બધા પાસા (જ્ઞાનાત્મક, ભાવાત્મક-મનો-શારીરિક, અનુકૂલન, રસ, વલણ, સામાજિક વિકાસ) આવરી લઈ તેના સંદર્ભમાં પુરાવાઓ એકત્ર કરી મૂલ્યાંકન
કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓની ગુણવત્તાનું પદ્ધતિસરનું વર્ણન એટલે
મૂલ્યાંકન (Nunley)
Evaluation is a process of determining to what extend the educational objectives are being realized --- Ralph Taylor
The process of making overall
judgement about one’s work or a whole school work-- Cameron
રૂઢિગત કસોટીઓ અને પરીક્ષાઓના માપન પરથી વ્યાપક નિર્ણયો તારવવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે.
કસોટી દ્વારા મળેલ માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને સ્સ્કલન કરવાની પ્રક્રિયા
એટલે મૂલ્યાંકન
દા.ત. રાહુલની ઊંચાઈ 125 cm છે તે માપ છે. પણ શિક્ષણ રાહુલ ઠીંગણો છે
એમ નિર્ણય કરે તે મૂલ્યાંકન
હેમંત ને ગણિતમાં 65% આવતા તે માપ છે પણ શિક્ષક તેને
સંતોષકારક દેખાવ એવું કહે તો તે મૂલ્યાંકન છે.
દિનેશ વર્ગનું માપ લે છે 4m X 3m X 2.5m અને કહે છે ખૂબ નાનો તો તે મૂલ્યાંકન
૧.૧ મૂલ્યાંકનનો અર્થ :તારણ
તે સતત ચાલતી પ્રક્રિયા છે.
તે વ્યાપક પ્રક્રિયા છે.
તે હેતુલક્ષી પ્રક્રિયા છે.
તે સાધન છે સાધ્ય નહીં.
તે માપનની પૂરક પ્રવિધિ છે.
તે સામૂહિક સંયુક્ત જવાબદારીથી થતી પ્રક્રિયા છે.
(સહકારયુક્ત પ્રક્રિયા)
તે સર્વગ્રાહી છે. બહુ આયામી વ્યક્તિત્વના દરેક પાસાને આવરે
છે.
તેનાથી વિદ્યાર્થીના સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ નો
અંદાજિત ખ્યાલ આવે છે.
તે માપન કરતાં વધુ વિશાળ, સર્વગ્રાહી, માપન
માત્ર આંકડા છે.
તે વિદ્યાર્થી કેન્દ્રી અને ઉપચરાત્મક છે.
૧.૧ પરીક્ષણ-માપન- મૂલ્યાંકન અર્થ તુલના
PPT Download Link : Click Here
No comments:
Post a Comment
If you have any doubts, questions, query or suggestions please comment