Learn English Grammar in Gujarati- B.Ed. -IITE-TET-TAT-HTAT-General Knowledge-

''English, B.Ed. M.Ed. Material, TET, TAT, HTAT, CTET, I3T, NET''

Gender Equality and Equity given in Indian Constitution ભારતીય બંધારણમાં નિર્દિષ્ટ જાતિ આધારિત સમાનતા અને સમતા IITE BED COS2

 



સમાનતા અને સમતા

સમાનતા અને સમતા શબ્દો આમતો એકબીજાના પર્યાય તરીકે લેવાય છે

ભારતીય બંધારણ સમાનતાના સિદ્ધાંત પર રચાયું છે.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ અનુસાર ‘’Democracy only provides that all men should have equal opportunities for the development of their unequal talent.’’

સમાનતા 

According to Oxford dictionary the word ‘Equity’ means fairness, righteousness and justness  Gender equity means fairness, righteousness in the distribution of benefits and responsibilities between two genders regardless of any gender discrimination of man and woman. જાતિગત સમાનતાનો અર્થ છે બે જાતિ વચ્ચે પુરુષ અને સ્ત્રીના કોઈપણ લિંગ ભેદભાવને ધ્યાનમાં લીધા વગર લાભ અને જવાબદારીઓની વહેંચણીમાં ન્યાયીતા, નીતિપરાયણતા.

સમાનતા

Equality is when everyone is treated in the same way, without giving any effect to their need and requirements. In finer terms, it is a state of getting the same quantity or value or status. It is a situation where each and every individual is granted same rights and responsibilities, irrespective of their individual differences.

સમાનતા અને સમતા

ભારતીય બંધારણની કલમ 15, 16, 17, 38 અને 48 માં આ બાબતનો ઉલ્લેખ છે.

કુદરતી રીતે શું દરેક બાબતમાં સમાનતા સંભવ છે? કેટલી બાબતમાં સમાનતા સંભવ છે?

કેટલીક વિશેષ બાબતો દૂર કરી કેટલીક સુવિધા અને અધિકારોમાં જાતિ આધારિત સમાનતા સંભવ છે જ. 

 સમાનતા અને સમતા ન હોવાના કારણો 

પિતૃપ્રધાન  સમાજ

ગરીબી

સ્ત્રીઓ મોટાભાગે રોજગાર માટે બિન લાયક ગણવામાં આવે

સ્ત્રીઓ સામેની હિંસા લિંગ સમાનતાના અવરોધે

તકો અને શિક્ષણનું અસમાન વિતરણ.

ઓછા સામાજિક લાભો અને સન્માન

સમાનતા શું છે?

સમાનતા માટે અંગ્રેજીમાં Equality શબ્દ વપરાય છે. જેનો અર્થ the state of being equal, especially in status, rights, or opportunities.

Equality શબ્દ the Middle French word equalité, જે Latin aequalitas, પરથી આવ્યો જેનો અર્થ sameness of amount as well as of status or of shape થાય

સમાનતા એટલે દરેક સાથે સમાન વ્યવહાર

જૂની વિચારધારા

દરેક સાથે એક સરખી વહેચણી

આપણે દરેકને સમાન ન બનાવી શકીએ પરંતુ દરેકને એક સરખી પરિસ્થિતી તો આપી શકીએ.

લોકશાહી સમાનતા વિના અધૂરી છે. કેમ કે સમાજના કોઈ ખાસ વર્ગને વિશેષ અધિકાર કે સુવિધા મળે તો લોકશાહીને ખતરો છે.

દા.ત. શિક્ષણ મેળવવાનો અધિકાર માટે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગની વ્યક્તિ માટે એક સમાન છે. બધાને એક સરખો પગાર 

 સમતા શું છે?

સમતા માટે અંગ્રેજીમાં Equity શબ્દ વપરાય છે. દરેક સાથે સમાન વ્યવહાર નહીં.

આધુનિક વિચારધારા: અભિગમ : નિષ્પક્ષતા, ન્યાયપૂર્ણ અને સત્ય વ્યવહાર

Latin શબ્દ “aequus,” meaning “even,” “fair” or “equal.” પરથી આવ્યો

જેને જેટલી જરૂર એટલું આપવું

1789 ફ્રેંચ ક્રાંતિ થી આ શબ્દ આવ્યો સાથે અન્ય બે શબ્દ Liberty અને Fraternity આવ્યા

સમાનતા અને સમતા વચ્ચે ભેદ શું છે?





સમાનતા

Equality, Similarity  શબ્દ

સરેક વ્યક્તિ સમાન છે.

દરેક માટે એક સમાન તક હોવી જોઈએ.

દરેકની સાથે એક સરખો વ્યવહાર થવો જોઈએ.

સંસાધનો દરેક વચ્ચે એક સરખા વહેચવા

Equal sharing and devision to all

Equality=Sameness 

સમાનતા જરૂરિયાત ના આધાર પર નથી હોતું

સંખ્યાત્મક-જથ્થો ધ્યાનમાં રાખીને કરવામાં આવે.

નકારાત્મક ભેદભાવ

સમાનતા એક પરિણામ નીપજ થઈ અટકી જાય

સમાનતાનો ઉદ્દેશ્ય ન્યાય કે સન્માન નથી માત્ર સમાનતા.   

  સમતા

Equity શબ્દ 

દરેક વ્યક્તિમાં અલગ અલગ ક્ષમતા કે મર્યાદા જોવા મળે છે. 

દરેક્ને  પોતાની ક્ષમતા મુજબ તક મળવી જોઈએ. 

સમાન ક્ષમતા ધરાવતા લોકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. 

સંસાધનો વ્યક્તિને જેટલી જરુર હોય એ મુજબ વહેચવા  

 Equity= Fairness justice અને impartiality 

જરૂરિયાત ના આધાર પર હોય છે.

ગુણાત્મક બાબત (અનામત પ્રથા) 

હકારાત્મક ભેદભાવ 

સમતા એક પ્રક્રિયા છે. સતત ચાલ્યા કરે. 

ઉદ્દેશ્ય ન્યાય-માનવીય ગૌરવ-ચપરાસી અને અધિકારી બંને ને સમાન સન્માન અને હક, માનવીય અધિકાર મળે. 

ભારતીય બંધારણમાં સૂચવેલ જાતિ આધારિત સમાનતા અને સમતા

કાયદાની નજરમાં મહિલાઓ અને પુરુષોને સમાન અધિકાર હોવા છતાં રૂઢિચુસ્ત સમાજમાં મહિલાઓ વિશે લોકોના મનમાં હજી પણ બેવડી માનસિકતા છે. આજે પણ તેમને પુરુષો જેવા અધિકારો મળ્યા નથી. જેથી દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવે છે.

મહિલાઓના હક્ક માટે સૌપ્રથમ અમેરિકાની મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે મહિલાઓને અમેરિકામાં મત આપવાનો અધિકાર પણ નહોતો. 50 વર્ષની લડાઈ બાદ અમેરિકામાં મહિલાઓને 26 ઓગસ્ટ 1920ના રોજ મત આપવાનો અધિકાર મળ્યો હતો. આ માટે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ દિવસને યાદ કરીને મહિલા સમાનતા દિવસ ઉજવવામાં આવ્યો હતો

ભારતનું બંધારણ એ સ્ત્રીઓને સમાનતા અધિકારોની સાથે સાથે રાજ્ય સરકાર ને આદેશ પણ આપે છે કે સ્ત્રીઓનો આર્થીક, સામાજિક અને શૈક્ષણીક રીતે વિકાસ થાય એવા હેતુસર જોગવાઈ કરશે અને દરેક રાજ્યની મહિલાઓના વિકાસ માટે આ જોગવાઈનું પાલન બંધારણ મુજબ ફરજિયાત કરવું પડશે. ભારતનું બંધારણ સ્ત્રીઓની સમાનતાની સાથે સાથે અન્ય જોગવાઈઓને આધીન એમના અધિકારો નું રક્ષણ કરે છે, આવાં અધિકારો નીચે મુજબ છે..

અનુચ્છેદ-14 (સમાનતાનો અધિકાર)

 ભારતના બંધારણ ના અનુ.14 માં જણાવ્યું છે કે ભારતના તમામ લોકો સમાન છે કોઈ પણ વ્યક્તિ ધર્મ,જાતિ-જ્ઞાતિ કે જન્મ સ્થળ ના આધારે ભેદભાવ કરી શકશે નહીં.આથી આ આર્ટિકલ થી સ્ત્રીઓને પણ સમાન દરજ્જો મળ્યો છે.જેથી તે પણ પુરુષની સમકક્ષ કાર્યો કરી શકે છે અને એમને અટકાવવા એ બંધારણીય અધિકારો વિરુદ્ધ ગણવામાં આવશે.

અનુચ્છેદ- 15(1)

રાજ્ય કોઇ પણ નાગરિક વિરુદ્ધ ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ ,લિંગ અને જન્મસ્થળ ના આધારે ભેદભાવ કરી શકશે નહીં) આ આર્ટિકલમાં ઉપર જણાવ્યા મુજબ કોઈ રાજ્ય સ્ત્રીઓને માત્ર લિંગ ના આધારે ભેદભાવ કરી શકશે નહીં.રાજ્ય આવા નાગરિકો સાથે પુરુષ કે સ્ત્રી તરીકે નહિ પણ સમાન નાગરીક તરીકે વર્તન કરશે, તેમજ સ્ત્રીઓને પણ પુરુષ જેવા સમાન હકો આપવમાં આવશે.

 અનુચ્છેદ- 15(3)

રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોની તરફેણમાં કોઇ ખાસ જોગવાઇઓ કરવી ) બંધારણ માં સ્ત્રીઓના વિકાસ માટે અનુ.15(3)માં એવું જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર મહિલા ઓના વિકાસ માટે ખાસ જોગવાઈઓ જેવી કે શિક્ષણ, અનામતો, સ્ત્રી પર બનતા ગુનાઓ કડક બનાવવા, બેટીઓના હકો ના રક્ષણ માટે જોગવાઈ કરશે.

 અનુચ્છેદ-16

તમામ નાગરિકો માટે સમાન તક ( રોજગારી અથવા કોઈ પણ નિમણૂક ની બાબતમાં...)

બંધારણની કલમ 16 (2) અનુસાર રોજગારીના ક્ષેત્રે ધર્મ, પ્રજા, જ્ઞાતિ, જાતિ, વંશ અને જન્મસ્થળને આધારે ભેદભાવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

બંધારણની કલમ 17 અનુસાર અસ્પૃશયતા  નિવારણ અંગે

અનુચ્છેદ-19

વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધિત અમુક અધિકારોનું રક્ષણ

(1) તમામ નાગરિકોને અધિકાર હશે

(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે;

(b) શાંતિપૂર્ણ રીતે અને હથિયાર વિના ભેગા થવું;

(c) સંગઠનો અથવા યુનિયનો બનાવવા માટે;

(d) ભારતના સમગ્ર પ્રદેશમાં મુક્તપણે અવરજવર કરવી;

(e) ભારતના પ્રદેશના કોઈપણ ભાગમાં રહેવું અને સ્થાયી થવું; અને

(f) Ommitted –રદ

(g) કોઈપણ વ્યવસાયનો અભ્યાસ કરવો, અથવા કોઈપણ વ્યવસાય, વેપાર અથવા વ્યવસાય ચાલુ રાખવા માટે

અનુચ્છેદ-21

જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર’

કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અનુસર્યા  વગર રાજ્ય કોઈ પણ વ્યક્તિનું જીવન છીનવી શકે નહીં કે તેની વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ મારી શકશે નહીં.

અનુચ્છેદ-22

ધરપકડ અને અટકાયત અંગે અધિકાર’

કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત સામે તેને કેટલાક અધિકારો આપેલા છે તેમાં સ્ત્રીઓને પણ વિશેષ અધિકાર પ્રાપ્ત છે.


અનુચ્છેદ-23 અને 24 

શોષણ વિરુદ્ધ નો અધિકાર

અવૈદ્ય વેપાર અને વેઠપ્રથા નાબૂદ કરેલ છે. અનુચ્છેદ 24 અનુસાર 14 વર્ષથી નીચેના વય ધરાવતા બાળકોને ભયાનક કામ માટે મજૂરીએ ન રાખવાની જોગવાઈ

અનુચ્છેદ-25 થી 28

ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર

કોઈ પમાં વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની, ધાર્મિક બાબતોનો વહીવટ કરવા બાબતે, ધર્મ વિકાસ માટે કરમાથી મુક્તિ, ધર્મ શિક્ષણમાં હાજરી આપવા અંગે વગેરે વ્યક્તિગત સ્વતંત્રતા

ભારતીય બંધારણમાં સૂચવેલ જાતિ આધારિત સમાનતા અને સમતા

અનુચ્છેદ-29 અને 30

સાંસ્ક્રુતિક અને શૈક્ષણીક અધિકાર

લઘુમતીઓને તેમના હિતોનું રક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને તેનો વહીવટ કરવાનો અધિકાર


39-A તમામ નાગરિકોને તેમના લિંગને ધ્યાનમાં લીધા વિના, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરૂષને આજીવિકાના પર્યાપ્ત સાધનોનો સમાન અધિકાર છે

39-Bતે સંસાધનો અને તે સંસાધનો અને સામગ્રીની માલિકી એવી રીતે વહેંચવામાં આવશે કે તે સામાન્ય ધ્યેયને પરિપૂર્ણ કરે.

39-C આર્થિક પ્રણાલી એવી રીતે ચલાવવામાં આવશે કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની સામાન્ય જન માટે નુક્સાનકારક ન હોય.

39-D સમાન કામ માટે સમાન વેતનને પ્રોત્સાહન આપવામાં આવશે.


(કલમ ૪૨)

રાજ્ય સરકારે કામની પરિસ્થિતિ  અને માતૃત્વ રાહત માટે ન્યાયી તથા માનવીય જોગવાઈઓ કરવી


અનુચ્છેદ-46

રાજ્ય સરકારે નબળાં વર્ગોના લોકોના સામાજિક, આર્થીક અને શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમને શોષણ સામે રક્ષણ આપવું.જેમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.સ્ત્રીઓને શોષણ સામે રક્ષણ તેમજ સમાનતાના ભાવે પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર જોગવાઈ અમલમાં લાવશે.

 અનુચ્છેદ-47

રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોના પોષણ અને જીવનધોરણના સ્તરને વધારવા અને સ્વાસ્થ્યને લગતા સુધારા માટે જોગવાઈ કરશે. સ્ત્રીઓના સ્વાસ્થ્યને અને પોષણને વિકસાવવા રાજ્ય સરકાર અલગ અલગ યોજનાઓ અમલમાં મુકશે, જેથી સ્ત્રીઓનું જીવન ધોરણનું સ્તર જળવાઈ રહેશે

અનુચ્છેદ-51 [A](E)

ભારતના તમામ લોકોમાં સંવાદિતા અને સમાન ભાઈચારાઓની ભાવના વિકસાવવી અને મહિલાઓના ગૌરવ માટે અપમાનજનક વ્યવહારો ત્યાગ કરવા અને તેમનું સન્માન કરવું. આ અનુચ્છેદ દ્વારા મહિલાઓનાં ગૌરવને ધ્યાન માં રાખીને તેમના સન્માન અને વ્યવહારો સાથે શિસ્તતા રાખવા જણાવવામાં આવ્યું છે.

 

ભારતના બંધારણમાં કરવામાં આવેલ 73 મા સુધારાને આધારે પંચાયતી રાજની સંસ્થાઓમાં ગ્રામપંચાયતોથી નગરપાલિકાઓ અને રાજ્યસ્તર સુધી 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે.

બંધારણમાં કરવામાં આવેલા આ સુધારાઓનો અમલ એપ્રિલ, 1993થી થયો. આ બંધારણીય સુધારા અનુસાર પંચાયતની તમામ બેઠકોમાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી. પંચાયતના કુલ સર્વોચ્ચ પદના ત્રીજા ભાગના પદ પર મહિલાની પસંદગી ફરજિયાત કરવામાં આવી.

 

અનુચ્છેદ - 243 (D) (3)

પંચાયતોમાં સ્ત્રી બેઠક અનામત અંગે.... દરેક પંચાયતમાં સ્ત્રીઓની બેઠક અનામત રાખવા અંગે બંધારણ માં જોગવાઈ કરવામાં આવી છે ,આવી બેઠક કુલ બેઠક ના 1/3 ( એક તૃતિયાંશ) બેઠકો આરક્ષિત કરવામાં આવશે..આવી બેઠકોમાં અનુ.જાતિ અને અનુ.જનજાતિ ની મહિલાઓ સહિતની મહિલાઓનો સમાવેશ ગણવામાં આવશે.

 અનુચ્છેદ - 243 (D) (4)

દરેક સ્તરે પંચાયતોમાં આવેલી કુલ અધ્યક્ષ ઓફિસો પૈકી મહિલાઓ માટે અનામત સંખ્યા એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ

ભારતીય બંધારણમાં સૂચવેલ જાતિ આધારિત સમાનતા અને સમતા

અનુચ્છેદ 243 T (3)

નગરપાલિકામાં સીધી ચુંટણી થી ભરવાની થતી કુલ બેઠકોમાં મહિલાઓ માટે અનામત બેઠકો એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ ((અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા  સહિત) અને આ બેઠકો નગરપાલિકાના વિવિધ મતદાર વિભાગોમાં રોટેશનથી ફાળવવી

ભારતીય બંધારણમાં સૂચવેલ જાતિ આધારિત સમાનતા અને સમતા

અનુચ્છેદ 243 T (4)

 નગરપાલિકાઓ માં અધ્યક્ષ ની કચેરીઓ પૈકી અનુસૂચિત જાતિ માટે, અનુ. જન જાતિ માટે અને મહિલાઓ માટે માટે અનામત; રાજ્ય વિધાનસભા કાયદા દ્વારા પ્રદાન કરે તે મુજબ આપી  શકે છે


IPC કલમ 498 મુજબ પત્ની, માતા, બહેન કે સ્ત્રી લિવ-ઇન પાર્ટનર સહિતની મહિલાઓને પુરુષો દ્વારા કરવામાં આવતી મૌખિક, નાણાંકીય, ભાવનાત્મક, જાતીય ઘરેલું હિંસા સામે રક્ષણ મેળવવાનો અધિકાર છે. આવી ઘરેલું હિંસાને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. જેમાં દંડ સાથે 3 વર્ષ સુધીની બિનજામીનપાત્ર કેદ થઈ શકે છે.

આઝાદી પછીના 1950 ના દાયકામાં સ્ત્રીઓને લગતા કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓ સ્ત્રીઓના સામાજિક, આર્થિક અને રાજકીય પાસાંઓને આવરી લે છે.

સામાજિક પાસાંઓને સ્પર્શતા કાયદાઓમાં લગ્ન, મિકલત, વારસો અને વાલીપણાને લગતા કાયદાઓ મુખ્ય છે :

(1) ઇ.સ. 1954 ના 'ધ સ્પેશ્યલ મૅરેજ ઍકટ' હેઠળ લગ્નમાં સાથીની પસંદગી અંગે છેકરીઓને સ્વતંત્રતા મળે છે. આ કાયદાથી 18 વર્ષથી નીચેની વયે છોકરીના લગ્ન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(2) ઇ.સ. 1955 ના ‘હિન્દુ મૅરેજ ઍક્ટ’ અનુસાર બહુપત્ની લગ્ન પર પ્રતિબંધ મુકાયો છે. આ કાયદા હેઠળ કેટલીક શરતોને આધીન સ્ત્રીને છુટાછેડા લેવાનો અધિકાર મળે છે.

(3) ઇ.સ. 1961 થી અમલમાં આવેલો The Dowery Prohibition Act’  દહેજની પ્રથા પર પ્રતિબંધ મુકે છે.

ભારતીય બંધારણમાં સૂચવેલ જાતિ આધારિત સમાનતા અને સમતા

(4) આર્થિક પાસાંઓને સ્પર્શતા કાયદાઓમાં મુખ્યત્વે વારસામાં હક, સમાન વેતન અને વળતરને લાગતા કાયદાઓ છે.

(5)  બાલ લગ્ન પ્રતિબંધ અધિનિયમ

(6) કન્યા ભૂર્ણ હત્યા અંગે કાયદાઓ

(7) બાળકો સંબંધી કાયદાઓ

(8) જાતિય શોષણ અંગે કાયદાઓ

(9) Prevention of Immoral Trafficking Act


Download PPT Click Below Button

Communicative Language Teaching  (CLT): Concept, Characteristics, History, Merits, Demerits, Activities

 

 

 

 

 

 

No comments:

Post a Comment

If you have any doubts, questions, query or suggestions please comment